KEVDI ECO TORISM MANDVI 3

કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ કુદરતી સૌંદર્યનો ખજાનો છે

માંડવી તાલુકામાં ગિરિકંદરાઓની ગોદમાં આવેલું ‘કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ કુદરતી સૌંદર્યનો ખજાનો છે

તા.૧૬મી ઓકટોબરે ‘કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ ફરી ખુલશે: દિવસમાં ૧૦૦ પ્રવાસીઓને મળશે પ્રવેશ

કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ પર મ્હાલવા શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૧૩ ઓક્ટોબર: જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે જ્યાં તળાવ અને પ્રકૃતિની હરિયાળીથી ભરપુર હોય તથા ટેકરીઓ, તંબૂ આવેલા હોય અને તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો. તો તેના માટે સુરત વનવિભાગના ‘કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’થી ઉત્તમ સ્થળ બીજુ કયું હોઈ શકે? અહીં કુદરતી સૌદર્યનો અદભુત ખજાનો છે.

ટેકરી અને જંગલોની વચ્ચે આવેલુ આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ વિકસાવ્યું છે. કેવડી સુરતથી ૮૫ કિમી દુર અને માંડવીથી માત્ર ૨૦ કિમીના અંતરે આવેલુ છે. કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે.

કેવડી કેમ્પસાઇટ તમામ દિવસે ખુલ્લુ હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે બંધ હતું, જે હવે તા.૧૬મી ઓકટોબરે ફરી ખુલી રહ્યું છે. જેથી પ્રવાસીઓ રાબેતા મુજબ ૧૬મીથી મુલાકાત લઈ શકશે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ૧૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે.

KEVDI ECO TORISM MANDVI 2

મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. પરંતુ રાત્રિ રોકાણ માટે સંપર્ક નં. મો.૮૨૩૮૨ ૬૦૬૦૦ ઉપર કોલ કરીને બુકિંગ કરાવવું જરૂરી છે.મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ કોરોના મહામારી સામે સરકારની નિયત માર્ગદર્શિકાને અનુસરવી ફરજિયાત છે.

કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે. આ ઈકો ટુરિઝમ કેમ્પસાઈટમાં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેઇલ્સ, પક્ષી જોવા માટેનો પોઈન્ટ, સનસેટ પોઇન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પફાયર, નેચર એજ્યુકેશન સેન્ટર તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.

Reporter Banner FINAL 1
loading…