joshua rawson harris LtaDBA22LF4 unsplash

શું તમે ડિપ્રેશનના શિકાર છો? તો જાણો મનોચિકિત્સક શું કહે છે આ વિષય પર…

Banner Iti shukla

કોવિડ-19 ના વૈશ્વિક ફેલાવા અંગે વધી રહેલી ચિંતાઓ વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફેબ્રુઆરી 2020 માં ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે તાજેતરમાં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એકબીજાને મદદ કરવા માટે કરાર કર્યો છે જે મુજબ યુએસએ માનસિક બીમારીઓ માટે યોગ અને આયુર્વેદની દવાઓ જેવી પરંપરાગત ભારતીય ઉપચારો માટે તેનું બજાર ખોલશે અને માનસિક સ્વાસ્થ્ય પર સંશોધનને પ્રોત્સાહન આપશે, જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે જેની આજની પરિસ્થિતિમાં બંને દેશોમાં ખૂબ જ જરૂર છે. કેટલાક વર્ષો પહેલા ડિપ્રેશન ના કેસમાં વિશ્વમાં પ્રથમ નંબરે યુ.એસ.એ. હતું,જ્યારે હવે ભારત છે !

Whatsapp Join Banner Guj

તાજેતરના એક WHO-પ્રાયોજિત અધ્યયન મુજબ, ડિપ્રેશન એટલે કે હતાશાથી પીડિત સૌથી વધુ લોકો હવે ભારત માં છે, જ્યાં 36 % લોકો મેજર ડિપ્રેસિવ એપિસોડ ની સારવાર લઈ રહ્યા છે, પરંતુ ચિંતા ની વાત એ છે કે આના કરતા ઘણી મોટી સંખ્યા એવા લોકો ની છે કે જે ડિપ્રેશન હોવા છતાં કોઈ જ સારવાર નથી લઈ રહ્યા.

વૈશ્વિક આંકડા બતાવે છે કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓ બમણી સંખ્યા માં ડિપ્રેશન નો ભોગ બને છે. ભારત માટે ખતરનાક હકીકત એ છે કે ત્યાં આત્મહત્યાનો દર પણ સૌથી વધુ છે, જે આશ્ચર્ય જનક નથી કારણ કે સારવાર ન કરાવાયેલ ડિપ્રેશન ના કેસ અસહ્ય માનસિક પીડા ને લીધે ઘણી વખત આત્મહત્યા તરફ વળતાં જોવા મળે છે. પરંતુ જો ઘર ના સભ્યો , મિત્રો કે ઓફિસ ના કલિગ્સ દ્વારા કોઈ વ્યક્તિમાં ડિપ્રેશન ના લક્ષણો ને સમયસર ઓળખવામાં આવે, તો સાયકોલોજિસ્ટ કે સાયકાટ્રિસ્ટ ની મદદથી તેને કોઈ પણ આકરા પગલા લેવા થી બચાવી શકાય છે. સમયસર ની યોગ્ય સારવાર થી કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશનમાંથી બહાર લાવી શકાય છે, જેથી તે સામાન્ય જીવન જીવી શકે છે.

જેઓ હતાશાના જોખમોથી અજાણ છે તેઓ હવે જાગૃત થવા જોઈએ. થોડાક સમય પૂર્વે ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણે જાહેર કર્યું હતું કે તે ડિપ્રેશન માંથી કેવી રીતે તે સફળતાપૂર્વક બહારઆવી હતી. તેણીએ કહ્યું હતુંકે ડિપ્રેશન પીડિત લોકો માટે બહાર આવીને મદદ મેળવવાનો સમય આવી ગયો છે. તેણીએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે માનસિક સમસ્યા માટે મદદ લેવી એ માનસિક નબળાઇની નિશાની નથી, તે વ્યક્તિની માનસિક શક્તિ બતાવે છે.લોકજાગૃતિ માટે તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે રીતે શારીરિક બિમારી માટે લોકો સાહજિકતા થી ડોક્ટર પાસે જાય છે, તેવી જ રીતે માનસિક સમસ્યા માટે સાયકોલોજિસ્ટ કે સાયકાટ્રિસ્ટ પાસે સારવાર માટે જાય તેને આપણે બધાંએ પ્રોત્સાહન આપવું જોઈએ.

joshua rawson harris LtaDBA22LF4 unsplash

સેન્ટ્રલ મેન્ટલ હેલ્થ ઓથોરિટીના AIIMS, નવી દિલ્હી ના સેક્રેટરી અને સાયકાયેટ્રી ના પ્રોફેસર ડો રાજેશ સાગરના જણાવ્યા અનુસાર ડિપ્રેશન થી પીડિત તમામ ભારતીયોમાંથી માત્ર 10 % લોકો જ વ્યાવસાયિક મદદ લે છે,જ્યારે 90% લોકોને તેઓની જરૂરિયાતની મદદ લીધા વિના દુ:ખ ભોગવે છે. હતાશા તેમના વ્યક્તિગત, વ્યવસાયિક અને સામાજિક જીવનને ખતમ કરી નાખે છે. એટલે જ એ ખૂબ જરુરી છે કે ડિપ્રેશન જેવી માનસિક મુશ્કેલીઓ ના ઇલાજ માટે લોકો કોઈ પણ જાત ના સંકોચ વગર આગળ આવી શકે તે માટે યોગ્ય વાતાવરણ બનાવવું જ જોઇએ.

તેથી જ આપણા બધા માટે ડિપ્રેશન એટલે શું અને તેને કેવી રીતે રોકી શકાય તે સમજવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને ત્યારે જ્યારે આપણા ભારતીયોમાં , પછી તે ઇન્ડીયા માં રહેતા હોય કે યુ.એસ.એ., કેનેડા,ઇંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે બીજા કોઈ દેશમાં, માનસિક મદદ લેવી એ હજી પણ નિષિદ્ધ,શરમજનક અને કલંકિત ગણાય છે.

ડિપ્રેશન એટલે શું?
કોઈ પણ વ્યક્તિને જ્યારે જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે ત્યારે તેને અનપેક્ષિત અવરોધ, આઘાત કે પરાજય નો સામનો કરતી વખતે ઘણી વાર મોટી નિરાશાઓ અનુભવાય છે જેના કારણે આંચકો લાગવાની સામાન્ય પ્રતિક્રિયાઓ ના ભાગ તરીકે તેને ઉદાસી અથવા મૂડમાં ઘટાડો થતો અનુભવ થઈ શકે છે, પરંતુ ડિપ્રેશન સામાન્ય ઉદાસી કરતાં ઘણું વધારે હોય છે. રોજિંદા જીવન પર તેની ખૂબ જ તીવ્ર અસર પડે છે, જેને લીધે તેની કામ કરવાની, ભણવાની, ખાવાની, સુવાની અને મજા કરવાની ક્ષમતાને ખલેલ પહોંચાડે છે. તેને સતત લાચારી,નિરાશા અને નિરર્થકતાની લાગણીઓ ખૂબ જ તીવ્રતા થી અનુભવાય છે.

ડિપ્રેશન ને સમજવું

  • પ્રથમ પગલું છે એ સ્વીકારવાનું કે વ્યક્તિને ડિપ્રેશન છે.
  • બીજું પગલું છે ડિપ્રેશન છે તે વિશે જાણવું.
  • ડિપ્રેશન ના ઇલાજ માટે ક્યાં મદદ લેવી? કોની મદદ લેવી?
  • તે ફક્ત કાઉનસેલિંગ/પરામર્શ દ્વારા ઠીક થઈ શકે છે?
  • શું તેને ઠીક કરવા માટે દવાઓની જરૂર છે?
  • દર્દીની મદદ અને સહાય કેવી રીતે કરવી?
  • ડિપ્રેશન અટકાયત માટે ના પગલાં શું છે?

ડિપ્રેશન નાં લક્ષણો
જો નીચે મુજબ ના લક્ષણો વધુ, તીવ્ર અને મજબૂત હોય, અને લાંબા સમય સુધી યથાવત હોય તો ડિપ્રેસન થવાની સંભાવના વધારે છે. જ્યારે તેના લક્ષણો વ્યક્તિને પરવશ કરી નાખે તેટલા જબરજસ્ત હોય, તો સમજવુ કે હવે મદદ લેવાનો સમય આવી ગયો છે.

  • તદન નિરાશા અને લાચારી સતત અનુભવાય
  • મિત્રોને મળવામાં અને દૈનિક કાર્યોમાં રસ ન રહે
  • બધા સમયે સતત થાક લાગે
  • વારંવાર ઊંઘ ઉડી જવી, અનિદ્રા
  • ભૂખ બહુ ઓછી થઇ જાય
  • અભ્યાસ / કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા રહે
  • અનિયંત્રિત નકારાત્મક વિચારો આવે
  • સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં ચીડિયા થવું; આક્રમક બની જવું

ડિપ્રેશન માંથી કેવી રીતે બહાર આવવું ?

  • ફેમિલી અને સોશીયલ સપોર્ટ બહુ જ અગત્ય નો છે. એક સારા શ્રોતા હોય તેવા કુટુંબના એક સભ્ય સાથે પોતાની લાગણીઓ નુ શેરીંગ ખૂબ જ મદદ કરી શકે છે
  • લાઇફ સ્ટઇલ ચેંજિસ, જેવા કે નિયમિત વ્યાયામ, સંગીત સાંભળવું, ખૂબ જ ઉપયોગી બને છે.
  • સ્વ પ્રોત્સાહિત કરવા, પ્રેરણાત્મક અને પ્રેરણાત્મક અવતરણો વાંચવા અને સાંભળવાનું
  • ઇમોશનલ સ્કિલ્સ એટલે કે ભાવનાત્મક કુશળતાનું નિર્માણ ખૂબ જ જરૂરી છે , જેમ કે સ્વ-પ્રોત્સાહિત કરવુ, પ્રેરણાત્મક અને પ્રેરણાત્મક અવતરણો વાંચવુ અને સાંભળવુ.
  • પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ ની સહાય લેવી ખુબ જ આવશ્યક છે જેથી દવાઓ ઉપરાંત, સાયકોથેરાપી સેશન્સ દ્વારા ડિપ્રેશન માં પાછા ન ઉતરી જવાય તે માટે સ્કિલ્સ એટલે કે કુશળતા અને સમજ વિકસાવી શકાય છે.

ડિપ્રેશન નો એક ક્લાસિક કેસ

32 વર્ષીય માનસી એક મોટી મલ્ટી-નેશનલ કમ્પની માં એક્ઝિક્યુટિવ છે, જે એક વર્ષ પહેલા જ છૂટાછેડા પછી એક 1-બીએચકે એપાર્ટમેન્ટમાં શિફટ થઇ છે. 6 મહિના પહેલા, તે અચાનક જ ઘરે હોય ત્યારે વારંવાર રડવા લાગી હતી. રાત્રે તેની ઊંઘ ઉડી જતી અને તે બેચેન થઇ જતી હતી. છૂટા છેડાની દુ:ખદાયક ભાવનાત્મક પરેશાનીમાંથી પસાર થવું, એકલા રહેવું અને તણાવપૂર્ણ વાતા વરણમાં કામ કરવું – આ કારણોસર તેના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ભારે અસર થઇ હતી. ઘણા અઠવાડિયાથી તેને ખુબ નકારાત્મક વિચારો આવતા હતા. ઘણી વાર તેણીએ આત્મહત્યા કરવાનો વિચાર પણ કર્યો હતો. એક દિવસ તેને એહસાસ થયો કે તેને ગંભીર માનસિક સમસ્યા ઓ હતી જેના માટે તેને પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ ની સખત જરૂર હતી. તે મારી પાસે આવી.

તે લાંબા સમયથી ડિપ્રેશન થી પીડાઈ રહી હતી. તેને તેની લાગણીઓ અને અનુભવો વિશ્વાસ પાત્ર મિત્ર સાથે શેર કરવાની સલાહ આપવામાં આવી. તેને પોતાની અંદર ભરેલી પેન્ટ-અપ લાગણીઓને વેન્ટ આપવાની એટલે કે વ્યક્ત કરવાની જરૂર હતી, કારણ કે કેથારસિસ પ્રક્રિયા માનસિક સમસ્યાઓના નિરાકરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. થોડા જ સાયકો થેરાપી સેશન્સ દરમિયાન મારા માર્ગદર્શન હેઠળ, તે તેના કાર્યને પ્રાધાન્ય આપવાનું, તંદુરસ્ત શેડ્યૂલ વિકસાવવાનું,પોતાને મનોરંજન માટે સમય શોધવાનું,કસરતો કરવાનું અને પોતાના મનને હળવા બનાવવા માટેની પ્રવૃત્તિઓ કરવાનું શીખી ગઈ હતી. માત્ર 1 મહિનામાં જ તેની સ્થિતિમાં નાટ્યાત્મક સુધારો થયો અને તેણે પોતાનો આત્મવિશ્વાસ અને જીવન માટેનો ઉત્સાહ પાછો મેળવ્યો. સમયસર નિદાન અને ડિપ્રેશન ના ઉપચારથી હવે તેનું જીવન એકદમ બદલાઈ ગયું છે.

*જો આપને માનસિક આરોગ્ય સંબંધિત વધુ કોઇ માહિતી મેળવવી હોય અથવા ડોક્ટરનો સંપર્ક કરવો હોય તો આ લિન્ક પર ક્લિક કરો….www.itishuklapsychologist.com

આ પણ વાંચો…શું દીકરા-દીકરીના લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે? અને તેનાથી તમે પરેશાન છો, તો અજમાવો આ ટોટકા