Jamnagar vaccination

Vaccination: જામનગર શહેરના વોર્ડ નંબર ૧ તથા ૨માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયા

Vaccination: શહેરના ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને જામનગર મહાનગરપાલિકના સહયોગથી જામનગર શહેરના વોર્ડ નંબર ૧ તથા ૨માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૮ મે:
Vaccination: જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ગત માસ શહેરના વિવિધ વોર્ડમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવેલ હતા જેમાં રસી લીધેલ લોકોને બીજા ડોઝ માટે આજરોજ વોર્ડ નંબર ૧ અને ૨માં વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા.

Whatsapp Join Banner Guj

જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ (Vaccination) કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રસીનો બીજો ડોઝ લઇ રસીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- ૧માં શ્રી ખોડિયાર માતાજી મંદિર, વાલસુરા રોડ ખાતે અને વોર્ડ નં. ૨માં શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિર ધરારનગર-૨ ખાતે રહેતા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કોરોનાને નાથવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના મહામારી સામેની જંગ લડી રહ્યો છે ત્યારે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી (Vaccinationz) એ જ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે લોકો માટે બીજા ડોઝ માટેના કેમ્પ યોજી રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા સુઆયોજીત કરી, આ કેમ્પ થકી સ્વસ્થ જામનગર તરફ અગ્રસર બનવા પગલાં ભરવામાં આવ્યા છે.

Vaccination

આ કેમ્પમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 250 માસ્ક વિતરણનું કર્મા ફાઉન્ડેશન અમદાવાદના સહયોગ થી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, દંડક કેતનભાઇ ગોસાણી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, વોર્ડના કોર્પોરેટર સર્વ જયેન્દ્રસિંહ ઝાલા, ડિમ્પલબેન રાવલ, જયરાજસિંહ જાડેજા, કૃપાબેન ભારાઇ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…“માં”થી સુંદર “માં”નો પ્રેમ : એક તરફ થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેનને લોહી ચડાવાતું, બીજી તરફ તેઓ માતૃત્વ નિભાવતા

ADVT Dental Titanium