Corona Test 4 2

જામનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક સ્થળો પર એન્ટીજન ટેસ્ટ કરાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૫ નવેમ્બર: જામનગરના કામદાર કોલોની લાયઝન ઓફિસર ડે. ડીડીઓ. કીર્તન પરમાર દ્વારા એસ્ટેટ વિભાગની ટીમ તથા કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને સાથે રાખીને આજે સવારના ભાગમાં જનતા ફાટકની આસપાસના વિસ્તારમાં તમામ ચા-પાનની લારીઓ/ગલ્લાઓમાં, ખાણીપીણીની લારીઓમાં દવાખાનાઓમાં, નિલકમલ સોસાયટીમાં આવતા દુકાનદારોના તથા કામદાર કોલોનીના હદ વિસ્તારમાં આવતા પેટ્રોલપંપના કર્મચારીઓ અને જનરલ પબ્લિકના અને એસ.ટી. બસ ડેપોની સામેના ભાગમાં આવેલ દુકાનદારોના  એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ હતા જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવેલ છે.

આ ઉપરાંત એસ.ટી. બસ સ્ટેન્ડના આખા વિસ્તારમાં આવતી તમામ દુકાનો મોલ, હિન્દ માર્કેટ, બ્લુ ક્લબમાં પણ કોરોના ટેસ્ટિંગ થયું હતું જેમાં બ્લુ કલબમાં એક સેલ્સમેન પોઝિટિવ આવતા બ્લુક્લબ શોરૂમ 10 દિવસ માટે બંધ કરાવવામાં આવ્યું હતું.

whatsapp banner 1