001 edited

કેવડિયા કોલોની ચિલડ્રન ન્યુટ્રીશન પાર્ક ના 24 કર્મચારીઓ ને નોકરી માંથી છુટા કરાયા

001 edited

સરપંચ પરિષદે કલેકટર ને આવેદન પત્ર આપી પુનઃ નોકરી પર લેવા માંગ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ વખતે પાર્ક માટે જમીન ગુમાવનાર કર્મચારીઓ ની પ્રસંશા કરી હતી.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૬ નવેમ્બર: કેવડિયા કોલોની ખાતે. સરદાર પ્રતિમા આસપાસ ના વિવિધ પ્રોજેક્ટસ પૈકી ના ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક માં ફરજ બજાવતા. ચોવીશ જેટલા કર્મચારી ઓ ને નોકરી માંથી છુટા કરાતા તેમને નોકરી માં પુનઃ લેવા જિલ્લા સરપંચ પરિષદ તરફથી આજે કલેકટર નર્મદા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

whatsapp banner 1

સરપંચ પરિષદ ના પ્રમુખ નિરંજન વસાવા ના જણાવ્યા મુજબ ગયા વર્ષે ઓક્ટોબર મહિના માં આ 24 સ્થાનીક આદિવાસી યુવાનો કે જેમણે પ્રોજેક્ટ માં જમીન ગુમાવી છે તેમને પાર્ક માં નોકરી આપવા માં આવી હતી ત્યાર બાદ માર્ચ -2020 થી કોરોના ને કારણે. પાર્ક બંધ હતો હવે તાજેતર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એ લોકાપર્ણ કરતા પાર્ક પ્રવાસીઓ માટે ખુલી ગયો છે ત્યારે આ કર્મચારીઓ. ને છુટા કરી નવી ભરતી કરવામાં આવીછે.

છુટા કરેલા કર્મચારીઓ એ પ્રોજેક્ટ માં જમીન ગુમાવી છે તો તેમની જગ્યા એ નવી ભરતી શા માટે ? સ્થાનિક યુવાનો ની ગાઈડ તરીકે ની કામગીરી. ના વડાપ્રધાને પણ લોકાર્પણ સમયે તેમના વક્તવ્ય માં પ્રશંશા કરી હતી તો તેમને પુનઃ નોકરી માં લેવા સરપંચ પરિષદે માંગણી કરી છે.