Khambhat animal Hospital 2

ખંભાતમાં ૧૫૮૦ માં પક્ષીઓ અને નાના પ્રાણીઓ માટે સારવાર ક્લીનિક કાર્યરત હતી.જાણો વિગત…

ખંભાતથી ખાસ રિપોર્ટ…

Khambhat Animal hospital in 1926
  • દુનિયામાં ૧૬મી સદીમાં પશુ ચિકિત્સાનો પ્રારંભ થયો હતો
  • ખંભાતમાં ૧૫૮૦ માં પક્ષીઓ અને નાના પ્રાણીઓ માટે સારવાર ક્લીનિક કાર્યરત હતી
  • વિદેશી મુસાફરોએ ખંભાતના ઐતિહાસિક પક્ષી દવાખાનાની નોંધ લીધી હોવાના ઉલ્લેખ છે
  • વિશ્વના સૌથી પુરાણા પક્ષી વેટરનરી ક્લિનિકથી પશુ દવાખાના સુધી ખંભાતની સફર
  • મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખંભાતમાં આધુનિક સુવિધાયુક્ત પશુ દવાખાના નિર્માણ કાર્યનો પ્રારંભ

ખાસ અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ

આણંદ, ૦૮ જાન્યુઆરી: ઐતિહાસિક અને પુરાતન નવાબી નગર ખંભાતમાં આધુનિક સુવિધા યુક્ત પશુ સારવાર માટેનું નૂતન સંકુલ રૂા ૧.૧૯ કરોડના ખર્ચથી આકાર લઈ રહ્યું છે.જેથી પશુ પાલન ક્ષેત્રે આણંદ જિલ્લો વધુ સમૃદ્ધ બનશે.

ખંભાત નગર નવાબી કાળથી અને બંદર હોવાના કારણે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અન્ય દેશોના મુસાફરો ભારત આવતા અને ખંભાતની અચૂક મુલાકાત લેતા ત્યારે ઈ. સ. ૧૫૮૦ માં એક ફ્રેન્ચ મુસાફર રાલફ ખંભાત નગરની મુલાકાતે આવ્યા હતા , તેઓએ અહીં પક્ષીઓ અને નાના પ્રાણીઓની સારવાર માટેની ક્લીનીક કાર્યરત હોવાનું પોતાની પ્રવાસ કથામાં વર્ણન કર્યું છે.

Whatsapp Join Banner Guj


નાયબ પશુપાલન નિયામક ડો. સ્નેહલ પટેલ જણાવ્યું કે દુનિયામાં ૧૬ મી સદીમાં પશુ સારવાર એટલે કે વેટરનરી શિક્ષણની શરૂઆત થઈ તે પહેલાં ખંભાતમાં ૧૫૮૦ ના સમયમાં પક્ષી, બિલાડી, કૂતરા વગેરેની સારવાર થતી હતી.

ખંભાત ખાતે હાલના જુના પશુ દવાખાનાની જગ્યાએ એક અદ્યતન સંકુલ રૂા.૧.૧૯ કરોડના ખર્ચથી નિર્માણ કરવાનું કામ આરંભાયું છે. આણંદ જિલ્લાની ઐતિહાસિક નગરી એવી ખંભાતનો સાંસ્કૃતિક વારસોએ પશુ ચિકિત્સા ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે .

આજથી ૪૦૦ વર્ષ પહેલા ત્યારે ૧૬ મી સદી માં સમગ્ર વિશ્વમાં પશુ ચિકિત્સાના શિક્ષણની હજી શરૂઆત થતી હતી તેવા સમયે ખંભાતમાં પક્ષીઓની સારવાર માટે આગવુ દવાખાનું હતું. જ્યારે રોમન મુસાફર પેટ્રો ડીલાવેલ ઇ.સ.૧૬૮૩માં ખંભાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ખંભાતમાં પશુઓ માટે સારી પાંજરાપોળો ચાલતી હોવાનો પોતાના પ્રવાસ કથામાં ઉલ્લેખ કર્યા છે.જેને જોવા માટે યુરોપના દેશોમાંથી પ્રવાસી આવતા હતા તેવી નોંધ ઐતિહાસીક દસ્તાવેજોમાં જોવા મળે છે.

હાલ ખંભાતમાં ત્રણ દરવાજા પાસે જે પશુ દવાખાનું છે તે વર્ષ ૧૯૧૦ પહેલા કાર્યરત હતું અને ૧૯૨૬ના વર્ષમાં બનેલા અને ખંભાત નવાબ તરફથી ગુજરાત સરકારને સોંપવામાં આવેલ આ પશુદવાખાનું નવ નિર્માણની આજથી શરૂઆત થઈ છે. ખંભાતના હાલના પશુ દવાખાનાની જગ્યાએ હવે પશુ પક્ષીની સચોટ સારવાર માટે આધુનિક સાધન સામગ્રીથી સજજ એવું નવા પશુ દવાખાનાનુ રૂ.૧.૧૯ કરોડના ખર્ચથી સાકાર થશે જેનું રાજ્યના કરૂણામય અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તાજેતરમાંbજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ખંભાતમાં આજે પણ પશુપાલન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખંભાત ખાતે ખાસ કેમ્પ ઉભા કરીને ઊંટ અને પક્ષીઓની વિવિધ પ્રકારની સારવાર થઈ રહી છે.

Khambhat Animal hospital in 1926

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ આણંદ જિલ્લાના પેટલાદ અને બોરસદના પશુ દવાખાના ઉપરાંત તાલુકા સ્તરે પણ ગ્રામ્ય પશુઓની સારવાર અને કાળજી લેવામાં આવી રહી છે. તો પેટલાદમાં પશુ દવાખાનાની વિદેશી મહાનુભાવો પણ મુલાકાત લઈ ચૂક્યા છે હોવાથી આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામ્યું છે.આણંદ ખાતેની વેટરનરી કોલેજ પણ પશુ સારવાર અને સંશોધન ક્ષેત્રે તેમજ વિવિધ શસ્ત્રક્રિયાઓમાં પણ દેશભરમાં ખ્યાતિ ધરાવે છે.

સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા આણદ જિલ્લામાં કુલ સાત જેટલી “૧૯૬૨ કરૂણા પશુસારવાર એમ્બ્યલુન્સ” દ્વારા ૭૦ જેટલા ગામોમાં અબોલ પશુઓની મફત સારવાર કરવામાં આવી રહી છે. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પાછલા પાંચ વર્ષોમાં આણંદ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે પશુ પાલકોને રૂ. ૧૨ કરોડથી વધુ રકમની સહાય આપવામાં આવી છે.

આણંદ જિલ્લામાં આવેલા પશુ દવાખાના અને સરકારી પશુચિકિત્સકો સાચે જ અબોલ પશુ પક્ષીઓની સેવા સારવાર કરી સંવેદનશીલ સરકારના કરૂણા અભિયાનને આગળ વધારી રહ્યા છે જે સરાહનીય છે.

આ પણ વાંચો…