WhatsApp Image 2020 08 28 at 5.00.54 PM1

સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી પ્રસ્થાન કરાવતાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી

WhatsApp Image 2020 08 28 at 5.00.54 PM1

રાજ્યભરમાં નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃત્તિ રથ પ્રચાર-પ્રસાર કરશે

સુરત:શુક્રવાર: નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી ‘સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી આરોગ્યમંત્રી શ્રી કિશોર કાનાણીએ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરો-જિલ્લાઓમાં નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે પ્રચાર-પ્રસાર કરશે.આ વેળાએ ‘સક્ષમ પશ્ચિમ ભારત’ના કાર્યવાહક અને લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ કમાન્ડન્ટ ડૉ.પ્રફુલ્લ શિરોયા, શિક્ષણ સમિતિના સભ્ય રમેશભાઈ ભુવા સહિત ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


નોંધનીય છે કે, લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં ૨૪ વર્ષથી સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ‘નેત્રદાન વિશ્વ પખવાડિયા’નું આયોજન કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ સુરત શહેર અને જિલ્લાના નાગરિકોમાં નેત્રદાનની જાગૃતિના કારણે સુરતમાં આજ સુધીમાં ૭૫ હજારથી વધારે દ્રષ્ટિ ન ધરાવતાં જરૂરિયાતમંદ લોકો દ્રષ્ટિ મેળવી ચૂક્યા છે.

Banner Still Guj