
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૮ જાન્યુઆરી: જામનગરના ધુંવાવ ગામે કન્યા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં જામનગર તાલુકાની કિશાન સૂર્યોદય યોજના ખુલી મુકાય. રાજ્ય સરકારના પ્રયાસો થી હવે ખેડૂતો ને દિવસે પણ મળશે વીજળી, જેને લઈ ને ખેડૂતોને રાતના ઉજાગરા બંધ થશે અને ટેવોનું જીવન ધોરણ વધુ સરળ અને સુરક્ષિત બનશે.

જામનગરમાં યોજાયેલા કિશાન સૂર્યોદય યોજના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આર.સી.ફરડુ ઉપરાંત ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીલા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…