Tihad jail

Tihar Jail: કોરોનાના નામે તિહાર જેલમાંથી 3500 જેટલા કેદીઓ ‘ગાયબ’ થયા… તંત્ર એલર્ટ.

Tihar Jail: અમુક કેદીને ટીબી, જ્યારે કે અમુક ને HIV અથવા કિડની સંદર્ભેની કે પછી ફેફસા સંદર્ભેની બીમારીઓ હતી.

અમદાવાદ , ૧૫ એપ્રિલ: Tihar Jail: કોરોના ના કેસ વધવાને કારણે ગત વર્ષે જેલ પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જે મુજબ જેલમાંથી અનેક કેદીઓને પેરોલ આપવામાં આવ્યા હતા. આ તે કેદીઓ હતા જેઓને એક અથવા બીજી ગંભીર બીમારીઓ હતી. અમુક કેદીને ટીબી, જ્યારે કે અમુક ને HIV અથવા કિડની સંદર્ભેની કે પછી ફેફસા સંદર્ભેની બીમારીઓ હતી.

Whatsapp Join Banner Guj

આ તમામ કેદીઓને જેલમાં (Tihar Jail) રાખવામાં આવત તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા હતી. આ વાતને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસને આશરે છ હજાર સાતસો ૪૦ જેટલા કેદીઓને તિહાર જેલમાંથી મુક્ત કર્યા હતા. આ કેદીઓ માંથી અત્યારે 3468 કેદીઓ લાપતા છે. આ કેદીઓ ક્યાં ગયા છે? શું કરી રહ્યા છે? તે સંદર્ભે દિલ્હી પોલીસ સહિત અલગ અલગ રાજ્યની પોલીસો તપાસ કરી રહી છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે તિહાર જેલ (Tihar Jail)માં ગંભીર સજા ભોગવી રહેલા કેદીઓની સંખ્યા વધુ હોય છે.

આ પણ વાંચો…ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું, કોઈ લોકડાઉન નહીં લાગે. હાઇકોર્ટમાં બીજું શું કહ્યું? જાણો અહીં.