Dandi Yatra Part 10

“એક વાત મહાત્માની” અંક ૧૦ : દાંડીયાત્રા

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Dandi Yatra Part 10

દાંડીયાત્રાએ એક પવિત્રયાત્રા માનવામાં આવી છે. અને આ યાત્રા દ્વારા બ્રિટીશ સરકાર સામે પૂર્ણ સ્વરાજ મેળવવાનું રણશીગું ફૂકાયું હતું. સત્યાગ્રહની આ લડાઈની શરૂઆતમાં જ વલ્લભભાઈ પટેલની થયેલી ધરપકડથી ગાંધીજી થોડા નિરાશ થયા હતા. ગાંધીજીનું માનવું હતું કે મારી ધડપકડ પછી આ લડતને આગળ વલ્લભભાઈ લઇ જશે પરતું તેમની ધારણા ખોટી પડી. જો કે વલ્લભભાઈની થયેલી ધડપકડથી ખેડા જીલ્લામાં ખાસ કરીને રાસમાં મોટા પાયે રોષ ફાટી નીકળ્યો હતો. ૧૦મી માર્ચ ૧૯૩૦ની પ્રાર્થના સભામાં પોતાનો વિસ્તૃત સંદેશો આપ્યો જેમાં તેમના આયોજન શક્તિનો પરિચય સ્પષ્ટ જાણતો હતો. સત્યાગ્રહીઓની સંખ્યા, કુચનાં સેનાનીઓની સંખ્યા, કુચ માટે અરુણ ટુકડીઓનું આયોજન વગેરેની માહિતી સાથે પોતાની ધડપકડ થાય તો અવેજી માં કોના દ્વારા કેવી રીતે આગળ ચાલવું એવી વિગતો આપી હતી.

દાંડીકુચ માટે અંગ્રેજોનાં તાબા હેઠળનાં વિસ્તારોની પસંદગી કરવામાં આવી હતી આ કુચ કુલ ૨૪૧ કિલોમીટરનું અંતર કાપીને દાંડી પોહાચવાની હતી. કુચ દરરોજ ૧૦ થી ૧૫ કિલોમીટર જેટલું અંતર કાપીને જુદા જુદા ચોવીસ જેટલા ઠેકાણે રાત્રી રોકાણ સાથે અંતિમ પડાવ દાંડી ખાતે રાખવામાં આવેલ હતો. કૂચમાં સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતા દરેક ધર્મ-જ્ઞાતિનાં ભેદભાવ વગર ૭૮ જેટલા સત્યાગ્રહીએ જેમની ઉમર ૧૭ વર્ષ થી માંડીને ૬૦ વર્ષથી વધુનાં વરિષ્ઠ આગેવાનોનો સમાવેશ થયો હતો      

દાંડીયાત્રા વિશે બોલતા ગાંધીજીએ કહ્યું: “મારી લાગણી અમરનાથ અથવા બદ્રી-કેદારના યાત્રાળુની જેવી છે. મારા માટે આ કોઈ પવિત્ર યાત્રાથી કંઇ ઓછું નથી. ત્યારબાદ ”શ્રી મોતીલાલ નેહરુએ ઐતિહાસિક સમાંતર દોરતા કહ્યું:“ રામચંદ્ર ભગવાનની લંકા સુધીની પદયાત્રાની જેમ ગાંધીની કૂચ યાદગાર બની રહેશે ” 

બરાબર ૬:૩૦ કલાકે ખુબ જ ઉત્સાહ, જુસ્સા સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમ ખાતેનાં ઉમટેલી લાખોની જનમેદની જે બાપુની આ ઐતિહાસિક યાત્રાનાં સાક્ષી બનવા આવ્યા હતા તે સાથે પ્રારંભ થયો. મહિલાઓ-પુરુષો આ દાંડી યાત્રાનાં પળમાં ભાગીદાર બનવા માટે રાત્રે ૧૧ વાગ્યાથી જ આશ્રમ પાસે ભેગા થઇ ગયા હતા. છેક ચંડોળા તળાવ સુધી રોડની બંને બાજુ કુચની સાથે લોકો જોડાયા હતા. દરેજ હિન્દુસ્તાન મનમાં એક જ લક્ષ્ય “ભારતની સ્વતંત્રતા” અને તેના લાખો લોકોના “શોષણનો અંત” હતો. ગાંધીજીને આ લડાઈને “લોકજાગૃતિનાં પ્રયોગો” સમાનમાની હતી. યાત્રા નિયમિતપણે સવારે ૫:30 કલાકે ચાલું થઇ જતી હતી. દાંડીયાત્રાનું રાત્રીરોકાણ નવાગામ, માતર,નડિયાદ, આણંદ, બોરસદ, કંકાપુર, કારેલી, અણખી, આમોદ, સમતી દશોલ, અંકલેશ્વર, ઉજારાછી, ભટગામ, દેલાડ, વાંઝ,નવસારી, કરાડી અને છેલ્લે દાંડી એ થયું હતું.કુચ દરમિયાન જે પણ ગામમાં યાત્રા પ્રવેશ કરતી ત્યાં “ભારત માતા કી જય”   “મહાત્મા ગાંધી કી જય”નાં બુલંદ નારાઓથી આકાજ ગુંજી ઉઠતું હતું માનવ મેદની, વૃક્ષો પર, ઊંચા મકાનોની અટરિયો પર ભેગી થઇ. ગાંધીજી પોતાની કુચમાં આશ્રમવાસીઓને જ સમાવશે કરવાનાં નિર્ણયથી વિદ્યાપીઠનાં અધ્યાપકો અને વિધાર્થીઓ નિરાશ થયા હતા તેમ છતાં ગુજરાત વિદ્યાપીઠ આગળ કાકા સાહેબ કાલેલકર, અધ્યાપકો, અને વિધાર્થીઓ દ્વારા ગાંધીજીની કુચને વધાવી લેવામાં આવી હતી.

કાકા સાહેબે વિદ્યાપીઠની એક અરુણ ટુકડી બનાવી હતી જે દાંડીકુચ જે મુકામે જવાની હોય ત્યાં આગળથી પોહચી જાય અને તમામ વ્યવસ્થા ઉભી કરે. અસલાલીમાં આ અરુણ ટુકડીએ સ્થાનિકો સાથે મળીને આખું ગામ સાથ ગામના કુવા,તળાવ અને જળાશયોની આસપાસની જગ્યાને સ્વચ્છ કરી હતી અસલાલીમાં રોકાણ વખતે સાંજે સભાને સંબોધતા ગાંધીજીએ કહ્યું કે “જે રાજ્યમાં કયો કર ભરવો અને કયો ન ભરવો તેની સત્તા રૈયતનાં હાથમાં હોય તે પ્રજાનું રાજ્ય કહેવાય. મીઠાનો કર ગરીબ માણસો અને ખડૂતો માટે અસહ્ય છે તેથી સરકારને પડકારીને આ ઉમરે મીઠાનો કાયદો તોડવા નીકળ્યો છું.” તે સમયે સત્યાગ્રહ માટે અસલાલીમાંથી દોઢસો રૂપિયાનો ફાળો મળ્યો હતો. ત્યાંથી બારેજામાં રાત્રી રોકાણ સમયે ગામના શંકરભાઈ પ્રજાપતિને પત્રિકા વાંચવામાં પડતી તકલીફ જોઈ બાપુએ કહ્યું વાંચતા નથી આવડતું ? ત્યારે શંકરભાઈ એ કહ્યું આવડે છે પણ ચશ્માં વગર દેખાતું નથી. તુંરત ગાંધીજીએ પોતાના ચશ્માં તેમને આપ્યા, વાચ્યા પછી શંકરભાઈએ એ ચશ્માં પાછા આપ્યા ત્યારે ગાંધીજીએ કહ્યું કે આ ચશ્માં મારા તરફથી તમને ભેટ છે અને આ ચશ્માં આજે પણ બારેજા ખાતે સચવાયેલા છે.

બોરસદમાં ગાંધીજી પોહાચાવાના હતા એ પહેલા તેમની ધડપકડ ત્યાં થસે એવી અફવાએ જોર પકડ્યું. જેથી ગાંધીજીનાં સ્થાન સંભાળવા સત્યાગ્રહી સેનાની અબ્બાસ સાહેબ ત્યાં આવી પોહાચ્યા.સરદાર સાહેબએ વકીલાતની શરૂઆત બોરસદમાંથી થઇ હતી. ત્યાગની મૂતિસમા ભક્તિબા દરબાર સાહેબની આ સત્યાગ્રહની છાવણી હતી. ઘડપકડનાં ભણકારા હતા પરતું ત્યાં તેમની ધડપકડ થઇ નહિ. બોરસદવાસીઓએ અમૃતવાણીનો લાવો મેળવ્યો. ગામે ગામ સરકારી અધિકારીઓ પોતાની નોકરીમાંથી રાજીનામાં ધરવા લાગ્યા હતા. જુવાનીયાઓ ને સંબોધતા પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે “યુદ્ધનું મેદાન તમારી સામે છે, ભારતનો ધ્વજ તમને ઈશારો કરે છે, અને સ્વતંત્રતા તમારા આગમનની રાહ જુએ છે.” તેમણે એમ પણ ઉમેર્યું: “ભારત મરી જાય તો કોણ જીવે ? ભારત જીવે તો કોણ મરે? ”. જંબુસરમાં મોતીલાલ નેહરુ અને ગાંધીજીની મુલાકાત ગાંધીજી જોડે થઇ. ત્યાંથી પંડિત ગાંધીજી સાથે કૂચમાં થોડે સુધી ભાગ લીધો. ત્યાં મોતીલાલ નેહરુએ પોતાનું અલ્હાબાદનું નિવાસસ્થાન ”આંનદ  ભવન” રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધું.

૨૪૦ કિલોમીટરની કુચ બાદ દાંડીકુચ ૫ અપ્રિલ ૧૯૩૦નાં રોજ દાંડી મુકામે પોહચી. ૬ તારીખે દાંડીનું વાતાવરણ ગૌરવપૂર્ણ ક્ષણ સાથે તંગ પણ હતું. રોજીંદા કાર્યક્રમની જેમ સવારની શરૂઆત પ્રભાતપ્રાર્થનાથી થઇ. ગાંધીજી અને તેમના સત્યાગ્રહીઓએ સમુદ્રમાં સ્નાન કર્યું. ગાંધીજીએ પોતાની ધડપકડ થાય તો અબ્બાસ તૈયબજી અને ત્યાર બાદ સરોજીની નાયડુનેની આગેવાનીમાં  કામગીરી ચાલુ રહેશે તેવા દિશાનિર્દેશ આપ્યા. બરાબર ૮:30 કલાકે ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદનો ભંગ કર્યો. અને ગાંધીજીએ કહ્યું કે “હવે જ્યારે મીઠાના કાયદાની તકનીકી અથવા ઔપચારિક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તે હવે કોઈપણ મીઠાના કાયદા હેઠળ કાર્યવાહી ચલાવવાનું જોખમ લે, જ્યાં પણ તે ઈચ્છે, કે અનુકૂળ હોય ત્યાં મીઠું બનાવવાનું જોખમ રાખે “.

આખું હિન્દુસ્તાન ગાંધીજીનાં કહેલા “ગુંડારાજ” સામે મીઠાના કાયદનો ભંગ કરવાનું ચાલુ કર્યું. મીઠાનાં અગરો, દુકાનો, ડેપો દરેક જગ્યાએ રેડ થાવની ચાલુ થઇ. એકલા ધરાસણામાં ૨૮૯ જેટલા લોકોને પકડવામાં આવ્યા. બ્રિટીશ સરકાર લાઠી ચાર્જ, અત્યાચારનાં છુટા દોર બાદ પણ લોકોનાં મનોબળને તોડવામાં અસમર્થ રહી.       

 (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)   

Reference: ગાંધી આત્માકથા, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય,.

ક્લિક કરો અને આગણ વાંચો….અંક ૧૧ : ચંપારણનો સત્યાગ્રહ