Ek Vaat mahatma Ni Part 21

“એક વાત મહાત્માની” અંક ૨૧ :અગિયાર જીવનમંત્ર

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat mahatma Ni Part 21

  વર્ષ ૧૯૩૦માં ગાંધીજીને જેલ થઇ ત્યારે ગાંધીજીએ એ જેલને “યરવડા મદિર” તરીકે ઓળખાવ્યું. આકરી પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે સમાજને, દેશને ઉત્કૃષ્ઠ આપવું એ ગાંધીજી પાસેથી શીખી શકાય. ગાંધીજીનાં અગિયાર વ્રતો જે ગાંધીજીનાં જીવનમંત્ર છે તેનો વિચાર બાપુને જેલમાં વિતાવલા દિવસો દરમિયાન આવ્યો હતો. તે સત્ય અને અહિંસાનાં આગ્રહી હતા. ગાંધીજી માનતા હતા કે સત્ય અહિંસા એ આચરણ નથી પણ મનની વૃતિ છે. સત્ય અને અહિંસા બંને સિક્કાની બે બાજુ છે જેલ દરમિયાન ગાંધીજીએ સ્વદેશી પર લખાવનો નિર્ધાર કર્યો અને એના ફળસ્વરૂપ “ વ્રતવિચાર” આપણને મળ્યું છે. રાષ્ટ્ર જયારે ઘોર નિરાશાનું વાતાવરણ હતું ત્યારે ચેતનાંની નવી સવાર સાથે આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ, અને ધાર્મિકતાનું વાતાવરણ માટે બાપુએ નવી મંગળપ્રભાતની શરૂઆત કરી હતી.

ગાંધીજીએ યેરવડા જેલમાંથી લેખેલા પત્રોમાં પ્રથમ પત્ર ૨૨ જુલાઈ ૧૯૩૦નાં રોજ લખ્યો જેમાં તેમને “સત્ય” વિષે વિસ્તૃત વાત કરી. બાપુએ લખ્યું કે સત્ય એ પારસમણી છે. પરમેશ્વર સત્ય છે અને સત્ય એજ પરમેશ્વર છે. તેમણે સત્યને માત્ર બોલવા પુરતું સીમિત ન રાખતા તેનો વિશાળ અર્થ આપતા જણાવ્યું કે સત્ય એટલે વિચારમાં, વાણીમાં અને આચરણમાં સત્ય હોય તે ખરું સત્ય. સત્યને  ગાંધીજીએ પોતાની દીવાદાંડી ગણી છે. તેવી જ રીતે ગાંધીજી જ જીવનમંત્ર માટે આગિયાર વ્રતો આપ્યા જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, સ્વાવલંબન, સર્વ ધર્મ સમભાવ, સ્વદેશીને દરેક ભારતીયનાં જીવનમાં ઉતારવા આહવાહન કર્યું હતું. અહિંસા એ માત્ર કોઈને મરવું નહિ એ તો છે જ પરંતુ કુવિચાર, ઉતાવળ, મિથ્યા, દ્વેષ, કોઈના વિષે ખરાબ ઇચ્છવું તે પણ એક પ્રકારની હિંસા જ છે. અહિંસા વિના સત્યની શોધ શક્ય નથી. અહિંસા સાધન છે અને સત્ય સાધ્ય છે સાધન આપણા હાથની વસ્તુ છે. માટે અહિંસા પરમો ધર્મમાં માનવું.            

ઓગસ્ટની ૫ તારીખે લખેલા પત્રમાં બાપુએ ત્રીજા વ્રત “બ્રહ્મચર્ય” વિષે માહિતગાર કર્યા હતા. માનવીએ પોતાની મર્યાદા-સિદ્ધાંતો પાળીને માનસિક બ્રહ્મચર્યનું પાલન કરવું. બાપુએ કહ્યું હતું કે “ભોગવિલાસથી કોઈને સત્ય જડ્યાની આજ લાગી આપણી પાસે કોઈ દાખલો નથી.”  બ્રહ્મચર્યનું પાલન કરવું એ બહુ મુશ્કેલ અને લગભગ અશક્ય માની રહ્યા છે પરંતુ તેનો ખુબ સાંકળો અર્થ કયો છે. જનેન્દ્રીયવિકારનો વિરોધ એટલે બ્રહ્મચર્યનું પાલન એ તેની અધુરી વ્યાખ્યા છે એક જનેન્દરી પર રોકથી બ્રહ્મચર્યનું પાલન નથી થાય. કાન,આંખ, જીભ વગેરે જેવી અન્ય જીનેન્દ્રીઓથી આપણે વિકાર કરીએ છીએ તેના પર રોક લગાવવી જોઈએ. બ્રહ્મચર્યની સંકુચિત વ્યાખ્યાથી નુકશાન થાય તેમ છે.બ્રહ્મ ચર્યની મૂળ અર્થ બ્રહ્મ એટલે સત્યની શોધમાં ચર્યા એટલ આચાર કરીએ એમ થાય છે.તેને માત્ર જેનેન્દ્ર્રી સાથે સાંકળી દેવો ખોટું પડશે.

આસ્વાદ અને અસ્તેય વિષે બાપુએ કહ્યું છે કે સ્વાદથી તો મોટા મોટા મુનીઓ પણ જીતી નથી શક્યા. સ્વાદ એટલે રસ, શરીરનાં પોષણ સારું આવશ્યકતા ન હોય તેમ છતાં આરોગવું એતો મિથ્યાચાર થયો ગણાય.”પેટ કરાવે વેઠ” અને “પેટ વાજા વગડાવે” આ બધા વચનો આ માટેજ કરવામાં આવ્યા છે.નાનપણથી જ માતા-પિતા બાળક જીભને વિકારોતજક વસ્તુઓનો સ્વાદ કરાવીને ઇન્દ્રિયોનો ગુલામ બનાવી દે  છે.અસ્તેય એટલે ચોરી ન કરાવી . પારકાનું કોઈ પણ તેની રજા વિના લેવી તે ચોરી છે ભલે સામે વાળો જાણે તેમ છતાં તેની રજા લીધા વગર વસ્તુ લેવી તે ચોરી જ છે.રસ્તે પડેલી કે મળેલી વસ્તુની માલિકી આપણી નહિ પરંતુ પ્રદેશનાં રાજા અથવા પ્રદેશતંત્રની છે. જેમ વસ્તુની ચોરી થાય તેમ વિચારની પણ ચોરી થાય. અમુક સારો વિચાર પોતાનામાં ન ઉદભવ્યો હોય તેમ છતાં પોતે જ પ્રથમ કર્યો હોય એમ અહંકારમાં મારો વિચાર છે તેમ કહે તે વિચારની ચોરી છે.આવી ચોરી ઘણા વિદ્વાનોએ ઇતિહાસમાં કરી છે ગાંધીજીએ કહું કે “નવી જાતનો રેંટીયો આંધ્રમાં મેં જોયો અને પછી એવો રેંટીયો આશ્રમમાં બનાવીને હું કહું કે આ તો મારી શોધ છે” તો તે અસત્ય તો છે જ પણ અસ્તેય પણ છે. અસ્તેયવ્રતનું પાલન કરનારને વધુ નમ્ર, વિચારશીલ બનાવે છે   

બાપુએ અપરિગ્રહ એટલે કે જરૂરિયાત સિવાય વધુ વસ્તુઓનો સંગ્રહ નહિ કરવો, રોજીંદા જીવનમાં જરૂરી હોય તેટલી જ વસ્તુઓ વસાવવી અને ઉપયોગમાં લેવી તેમ સમજાવ્યું. જયારે કંગાળ કે ગરીબની પેટ ન ભરાતુ હોય અને અમીર કે અન્ય પોતાની પાસે જરૂરિયાત કરતા વધુ સંગ્રહી  રાખે ત્યારે તે યોગ્ય ન કહેવાય. તેવી  રીતે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ, ખાદીનો જીવનમાં વપરાશ અને સ્વાવલંબી જીવનનાં વ્રતો પણ આપ્યા જે દરેક હિન્દુસ્તાનીનાં જીવનને એક શ્રેષ્ઠ જીવન બનાવવા તરફનો માર્ગ હતો. આ ઉપરાંત ગાંધીજીએ હિદુસ્તાનને અસ્પૃશ્યતા નિવારણ, અભય, સર્વ ધર્મ સમભાવનાં પણ અમુલ્ય વ્રતોથી પરિચિત કરાવ્યા.

દેશમ ચાલતા છુંઆછૂતને ખતમ કરવા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ હૃદયમાં રાખવો અને તેની આચરણ કરવું તેવા વ્રતોથી હિન્દુસ્તાનને એક ઉત્કૃષ્ઠ રાષ્ટ્ર તરીકે જોવાની ગાંધીજીની ઈચ્છા હતી. અંગ્રેજો સામે ચલાવેલા અસહકાર અને અહિંસા પૂર્ણ આદોલનમાં મનમાં ડર હોય તે પોષાય નહિ માટે “અભય” નું પણ વ્રતવિચાર ગાંધીજીએ દેશવાસીઓને આપ્યો. બાપુએ યરવડા જેલમાં રહીને આશ્રમમાં થતી પ્રાર્થના સભામાં પોતે લખેલા પત્રને પોતાનો સંદેશ ગણીને વાંચવાની રજુઆત કરી હતી. ગાંધીજીનાં વ્રતોનું પાલન દરેક હિન્દુસ્તાની કરે તો એક મંગળપ્રભાત ઉગશે તેથી વર્ષ ૧૯૩૦માં આ આગિયાર “વ્રતવિચાર” ગાંધીજીના “ મંગળપ્રભાત” પુસ્તક રૂપે રજુ કરવામાં આવ્યા. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય 
સત્યાગ્રહાશ્રમનો ઈતિહાસ.

ક્લિક કરો અને આગણ વાંચો……અંક ૨૨: ગ્રામોદય