WhatsApp Image 2020 10 01 at 8.54.02 AM

“એક વાત મહાત્માની” અંક ૨૨: ગ્રામોદય

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
WhatsApp Image 2020 10 01 at 8.54.02 AM

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “હિન્દુસ્તાનનનું ભવિષ્ય ગામડાઓમાં છે” ગામને સ્વરાજનાં ફળો ચાખવા મળે એ માટે ગ્રામોદયને પ્રથામિકતા આપી હતી. દેશની પ્રગતિ માટે ૭,૫૦,૦૦૦ ગામો અને તેમાં વસતા ખેડૂતો, ગામવાસીઓને નકારી ન શકાય. ગાંધીજીનાં મતે કૃષિમાં મોટા ક્રાંતિકારી પરિવર્તનની જરૂર જગ્યાએ ભારતીય ખેડૂતને પૂરક ઉદ્યોગ પુરા પાડવા જોઈએ. ગામમાં વસતા લોકોનાં હાથમાં રેંટીયો આપીએ  જેથી તે આર્થિક દબાણથી બહાર નીકળી સદ્ધારતા તરફ આગળ વધે. વર્ષ ૧૯૩૬નાં એપ્રિલમાં સેવાગ્રામ આશ્રમ જતા પહેલા ગાંધીજીએ વર્ધા ખાતે વિવિધ ઉદ્યોગોમાં પ્રયોગો શરૂ કર્યા હતા. તેમણે ઘણા કામદારોને તાલીમ આપી જેમ કે પામ વૃક્ષો, ગોળ વગેરેમાંથી નીરા બનાવવી અને ડાયરી, ચામડાની કામગીરી, માટીકામ, તેલ દબાવ, મધમાખી ઉછેર વગેરેમાં તેમણે અખિલ ભારતીય સ્પિનર્સ એસોસિએશનનું મુખ્ય મથક સેવાગ્રામમાં સ્થાનાંતરિત કર્યું. 

વર્ષ ૧૯૪૫નાં ૫ ઓકટોબરએ ગાંધીજીએ પંડિત જવાહરલાલ નેહરુજીને લખેલા પત્રમાં ગામડા વિષે પોતાના વિચાર કહેતા જણાવે છે  કે “મારું આદર્શ ગામ હજી પણ માત્ર મારી કલ્પનામાં જ અસ્તિત્વ ધરાવે છે. મારા સપનાના આ ગામમાં ગામલોકો નિસ્તેજ રહેશે નહીં – તે બધા જાગૃત રહેશે. તે કોઈની ગંદકી અને પ્રાણી જેમ જીવશે નહીં. ગામડામાં રહેતા પુરુષો અને સ્ત્રીઓ સ્વતંત્રતાથી જીવશે જે આખા વિશ્વનો સામનો કરવા માટે તૈયાર હશે. ત્યાં કોઈ પ્લેગ, કોલેરા કે શીતળા નહીં હોય. ત્યાં કોઈપણને નિષ્ક્રિય રહીને માત્ર સહુલતો માણવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દરેક વ્યક્તિએ શરીર મજૂરી કરવી પડશે.આ તમામ છતાં હજુ ઘણું ગોઠવવું પડશે. ત્યાં  રેલ્વે, પોસ્ટ અને ટેલિગ્રાફ પણ હોય અને કદાચ ન પણ હોય તો. હું આવશ્યક વસ્તુની ચોક્કસપણે હોવી જોઈએ

ગાંધીજીએ સ્વરાજ વિશે પોતાના વિચાર કહ્યું છે કે પૂર્ણ સ્વરાજ સંપૂર્ણ પ્રજાસત્તાકથી જ આવશે છે. ગ્રામ હજુ સ્વાવલંબી બન્યા નથી દરેક ગામની પ્રથમ ચિંતા તેના કાપડ માટે તેના પોતાના ખાદ્ય પાક અને કપાસ ઉગાડવાની છે. ગ્રામજનો માટે ઢોર, મનોરંજન અને વયસ્કો,બાળકો માટે રમતનું મેદાન હોવું જોઈએ અને પછી જો વધુ જમીન ઉપલબ્ધ હોય, તો તે પૈસાદાર પાકનો ઉપયોગ કરશે, આમ ગ્રામજનો ગાંજા, તમાકુ, અફીણની ખેતી નકારીને ગામ શાળા અને જાહેર હોલ સ્વચ્છ પાણી પુરવઠાની મેળવવાની રહેશે. બાળકોને મફત શિક્ષણ ફરજિયાત મળે દરેક પ્રવૃત્તિ સહકારી ધોરણે હાથ ધરવામાં આવે. જેથી હિન્દુસ્તાનનાં ગામડાઓની વિકાસ થાય. બાપુએ કહ્યું કે જો ગામ નાશ પામશે તો ભારત પણ નાશ પામશે. ગામડા હવે ભારત નહીં બને. ગામનું પુનર્જીવન ત્યારે જ શક્ય છે જ્યારે તેમાં વધુ શોષણ ન થાય. ઔદ્યોગિકરણને કારણે ગ્રામજનોનું નિષ્ક્રિય અથવા સક્રિય શોષણ થાય તે યોગ્ય નથી ગામડાઓ વ્યાપારમાં વધી રહેલી સ્પર્ધા અને માર્કેટિંગ જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા છે.  તેથી ગામડાઓને ઉત્પાદન કરી “ગામ આત્મનિર્ભર” બને તે માટે આધુનિક મશીનો અને ટૂલ્સનો આપવા પડે તો પણ ઉપયોગ કરવાનો વાંધો નહિ. ફક્ત તેનો ઉપયોગ અન્યના શોષણના સાધન તરીકે થવો જોઈએ નહીં.

ગ્રામોદય માટે યુવાનોની પણ એટલી જ જરૂર છે પણ ગાંધીજી માન્યું છે કે લોકો પૈસાની શોધમાં ત્યાં જાય છે તેમને ગામડાનું જીવન આકર્ષિત કરતું નથી. રોજગારીમાંથી મળતા નાણાં પણ પૂરતા નથી હોતા ગામ માટેનીં આ માનસિકતા બદલવા માટે નેતાઓ, આગેવાનો એ ગામોના પ્રવાસ કરવા પડશે. ગ્રામસેવા વિષે સંપર્ણ માહિતી ગામમાં રહેતા દરેકને હોવી જોઈએ અને તેમને યથા યોગ્ય સેવા આપવી જોઈએ. તેનો અર્થ એ નથી કે કામદાર કે મજુર એકલા હાથે બધું કર્યા કરે. પરંતુ તેને મદદ કરવા તેને જરૂરી સહાય અને સામગ્રીની જરૂરિયાત મુજબ લાવી આપી તેના સહાયકોને તાલીમ આપીએ તો ગામનાં લોકોની જીત થઇ ગણાય તેઓ તેમની સલાહ પણ લેશે અને તેનું પાલન કરશે. ગામમાં તેલીબીયા પીસીને પૈસા કમાતો વ્યક્તિની સાચી તાકાત તેના પૈસામાં રહેતી નથી. વાસ્તવિક સાચી તાકાત જ્ઞાનમાં રહેલી છે. સાચું જ્ઞાન જ નૈતિક સ્થાયી અને નૈતિક શક્તિ આપે છે.  

ગાંધીજી ગરીબ અને સૌથી નબળા લોકો માટે નીચલા સ્તરેથી ભારતનું નિર્માણ કરવા માગે છે. તેથી તેમણે લોકોને ગામડાના પુનર્નિર્માણ માટે ગામડાઓમાં પાછા જવા માટે આહવાન કર્યું હતું.  સત્તા અને કાર્યની વિકેન્દ્રિત પ્રણાલીના મહત્વપૂર્ણ ભાગ રૂપે શોષણ અને ભયથી મુક્ત સ્વ-નિર્ભર ગામોની કલ્પના ગાંધીજીએ કરી હતી. બાપુના મતે ટોચ પર બેઠેલા લોકોનું જીવન નીચે બોટમ પર રહેલા લોકોથી ન હોવું જોઈએ પરંતુ એ એક દરિયાઇ વર્તુળ હોય જેમાં કેન્દ્ર વ્યક્તિ રહે, ગાંધીજીએ કહ્યું છે કે આપણે ગ્રામ્ય સંસ્કૃતિના વારસો છીએ. આપણા દેશની વિશાળતા, વસ્તીની વિશાળતા, પરિસ્થિતિ, આબોહવા, તેને ગ્રામીણ સંસ્કૃતિ માટે નિર્ધારિત છે.

મહાત્મા ગાંધીજીએ પોતાના ગ્રામોદયમાં શિક્ષણ, સહકારી સંસ્થાઓ, પંચાયતી રાજથી સત્તાનું વિકેન્દ્રિકરણ, રોજગાર, સ્વાવલંબી ગ્રામ્ય વગેરે સહીત અસ્પૃશ્યતા વિનાનું, સર્વધર્મ સમભાવ, સ્ત્રી-પુરુષનાં ભેદભાવ વગર સૌ સાથે કામગીરી કરે તેવા ગામડાનું સ્વપ્ન સેવ્યું હતું જે ઘણે ખરે અંશે શકર થયું છે.

(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference:ગાંધી સાહિત્ય,ગાંધીજી ઓન વિલેજ પુસ્તક ,ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો……અંક:૨૩ ગાંધીજી અને આરોગ્ય