Ek Vaat Mahatma Ni Part 19

“એક વાત મહાત્માની” અંક ૧૯ : કેળવણીકાર ગાંધીજી

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat Mahatma Ni Part 19

“સાક્ષરતા એ શિક્ષણની શરૂઆત કે અંત નથી” મહાત્મા ગાંધીજીને આપણે રાજનીતિજ્ઞ, સામાજિક સુધારક તરીકે તો જોયા છે પરંતુ તેમની કામગીરીનો વધુ એજ આયામ હતો તે હતો શિક્ષણ. કાકા સાહેબ કાલેલકરએ કહ્યું છે કે તત્વચર્ચાનું રહસ્ય જાણનાર લોકો કહે છે જે કોઈ સત્યની ખોજ પાછળ પોતાનું જીવન સર્વસ્વ અર્પણ કરે છે અને પૂર્ણપણે અહિંસામાં માને તે કેળવણીકાર જ હોવો જોઈએ”. ગાંધીજીએ પોતાના વિચાર શિક્ષણ અંગે રજુ કર્યા જેથી તેમને એક કેળવણીકાર તરીકેની નોધાવાનું ચુકી શકાય નહિ. પોતાના જીવનકાળ દરમિયાન શિક્ષણને દરેક સ્તરે પોતાના કાર્યક્રમોમાં જોડ્યું છે. તેમના ગહન સૂચનો અને વિચારો વ્યક્તિ અને વ્યક્તિત્વને વિકાસલક્ષી પરિવર્તિત કરવામાં સમર્થ હતા. ગાંધીજીએ સમગ્ર દેશનાં ભ્રમણ દરમિયાન રાષ્ટ્રીય કેળવણીથી જનસેવા, સ્વદેશી, ખાદી પ્રતિષ્ઠા જેવા અનેક કામો કર્યા જેના પરિણામ સ્વરૂપ સ્વાતંત્ર્યતાની લડાઈમાં પુરા હિન્દુસ્તાનમાંથી રાષ્ટ્રીય કેળવણી સિંચિત સૈનિકો, સ્વયંસેવકો મળ્યા. જેમણે પોતાનું જીવન આઝાદી લડાઈમાં સમર્પિત કર્યું.

સાંપ્રત સમયમાં વિદેશી ભાષા પ્રત્યેની લાગણી હોડમાં પોતના બાળકને ધક્કે ચડાવતા વાલીઓ સ્પર્શ એવી ભાષા અંગે ગાંધીજી એ કહ્યું છે કે જે હિન્દી મા-બાપ પોતના બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતા કરી મુકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. હું એમ પણ માનું છું કે આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અણ સામજિક વારસાથી વંચિત રહે છે.ન તેટલે જ અંશે દેશ અને જગતની સેવા કરવા ઓછા લાયક બને છે”. ફાકડું અંગ્રેજી બોલવા પોતાના બાળકોને પ્રેરતા માતા-પિતા એ મૂળ વાત ભૂલી જાય છે કે એ અંગ્રેજી કોઈ જ્ઞાનનું માપદંડ નથી. શિક્ષણની કેળવણી અંગે ગાંધીજી કહેતા કે “ શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી તેમ આત્માની કેળવણી આત્માની કસરતથી, આત્માની કસરત શિક્ષકનાં વર્તનથી જ આપી શકાય.યુવકોની હાજરી હોય કે ન હોય તેમ છતાં શિક્ષકે સાવધાન રહેવું જોઈએ. ડરપોક શિક્ષક વીરતા ન શીખવી શકે, વ્યભિચારી શિક્ષક શિષ્યોને સંયમ કેમ શીખવે!”

ભારત પરત ફર્યા બાદ ગાંધીજીએ શાંતિનિકેતન આશ્રમમાં વિધાર્થીઓ જોડાયા. સત્યાગ્રહ આશ્રમમાં તેમણે કેળવણીનાં પ્રયોગો શરુ કર્યા. વર્ષ ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી અસહકારની લડતમાં દેશના યુવાનોને શાળા કોલેજોની ગુલામીનાં શિક્ષણને તિલાંજલી હાકલ કરી. શિક્ષણ માટે કાશી વિદ્યાપીઠ, તિલક વિદ્યાપીઠ, જામિયા મીલીયા વગેરે જેવી સંસ્થાઓ સ્થાપી. ગાંધીજીએ ચાલી રહેલી શિક્ષણ વ્યવસ્થામાં ત્રણ ખામીઓ જણાવી હતી. એક તેમાં પરદેશી સંસ્કૃતિના પાયા પર હતી અણ દેશની સંસ્કૃતિ કોરણે મૂકી હતી. બીજી તે શિક્ષણમાં બુદ્ધિ સિવાય “હૃદય અને હાથ” પર લક્ષન હતું. જેથી સર્વાંગી વિકાસ રુંધાઈ રહ્યો હતો. અને અતિમ શિક્ષણ અંગ્રેજી ભાષામાં આપવામાં આવતું હતું. ગાંધીજી માનતા હતા કે દેશની ૮૦ ટકા વસ્તી ખેતી કરનારી છે. બીજી દસ ટકા વસ્તી ઉદ્યોગ કરનારી છે આવા દેશમાં કેળવણી માત્ર પુસ્તકિયા બનાવી યુવાનોને પાછળના જીવનમાં શારીરિક કામ માટે યુવાનોને અયોગ્ય બનાવવા એ ગુનો છે. ગાંધીજીએ પોતાની કેળવણીમાં શ્રમને પણ મહત્વ આપ્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું કે “ હું મારા વિદ્યાલયમાંથી વણકરમાંથી કબીરની , મોચીમાંથી ભોજા ભગતની, સોનીમાંથી અખાની, ખેદુતમાંથી ગુરુ ગોવિંદની આશા રાખું છું.

ગાંધીજીએ પોતાના શિક્ષણની કેળવણીને લઈને ખુબ વિસ્તારથી પોતાના વિચારો રજુ કર્યા. વર્ષ ૧૯૩૨માં તેમણે ૨૭ મુદા રજુ કર્યા જેમાં આઠ વર્ષનાં બાળકને શરૂઆતમાં સામાન્ય જ્ઞાન ચિત્રકળા અને અક્ષરજ્ઞાન જયારે ૯ થી ૧૬ વર્ષના બાળકોને અક્ષરજ્ઞાન સાથે ધંધાની સમજ સાથે ખગોળ, ઈતિહાસ, ભૂગોળ, ગણિત, બીજગણિત, વનસ્પતિશાસ્ત્ર, સામાન્યજ્ઞાન સાથેસીવવા,રસોઈ વગેરે શીખવવું.૧૬થી ૨૫ વર્ષના યુવક-યુવતીઓને શિક્ષણ કેળવણી તેમના ઈચ્છા અને સંજોગો પ્રમાણે થવી જોઈએ. કેળવણી તો માતૃભાષામાં જ આપવાની એમ ગાંધજીનું માનવું હતું. માતૃભાષા ભાષા વિશે ગાંધીજી એ કહ્યું છે કે “ મારી માતૃભાષામાં ગમે તેવી ખામીઓ હોય, માના દૂધથી તેમ તેનાથી હું  કદી અળગો ન થાઉં કેમ કે મારા શરીરને તેમ જ મનને બાંધનારં પોષણ એ વિના મને બીજી કોઈ રીતે મળવાનું નથી. રશિયાએ વિજ્ઞાનમાં કરેલી બધીયે પ્રગતિ અંગ્રેજી વગર કરી. આપણી મનની ગુલામી દશાને પરિણામે આપણને લાગ્યા કરે છે કે અંગ્રેજી વગર આપણને કેમ ચાલશે! કોઈ પણ જાતની કોશિશ કરવાનો વિચાર સરખો કર્યા વિના આગળથી હારી બેસવાની આ વૃતિમાં હું કદી સામેલ નહિ થાઉં”

ગાંધીજીએ શિક્ષણને નયી તાલીમ દ્વારા એક ક્રાંતિકારી વિચારનાં સ્વરૂપે મુક્યું. શિક્ષણનો આખો અભ્યાસક્રમ ઉદ્યોગ-શિક્ષણની આસપાસ ગુથાયેલો હોવો જોઈએ તેમ ગાંધીજીનું માનવું હતું. વર્ધામાં શિક્ષણ યોજનાએ ખુબ મજબૂતાઈથી પાંચ સિદ્ધાંતો સાથે આગળ વધારી. જેમાં ઉદ્યોગ દ્વારા શિક્ષણ, શિક્ષણમાં સ્વાવલંબન, સાત વરસ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ, સ્વભાષા જ શિક્ષણનું માધ્યમ, શિક્ષણમાં અહિંસા જેવા પાંચ સિદ્ધાંતો નયી તાલીમ શિક્ષણનાં પાયામાં મુક્યા. બાળકના મન, શરીર, કલાપ્રીતી, અક્ષરજ્ઞાન, સૌન્દર્યભાવના, વગેરે ખીલવવા અને પ્રત્યેક ઇન્દ્રિયોને વિકસાવી પૂર્ણ વ્યક્તિત્વ ઘડતર થાય એમ હતું. ગાંધીજીનાં ક્રાંતિકારી વર્ધા યોજનના માટે ગાંધીજીએ ત્યાં સુધી કહ્યું છે કે “હું પ્રધાન હોદ્દા પર હોઉં તો તો એવી વ્યાપક સૂચનાઓ આપી દઉં કે હવે પછી કેળવણીને લગતી સરકારની બધી પ્રવૃત્તિ પાયાની કેળવણીને ધોરણે તેની દિશામાં ચાલશે” કોઠારી કમીશનનાં રીપોર્ટએ પણ ગાંધીજીના શિક્ષણમાં વ્યાવસાયિક તાલીમ આપવાના આદર્શનું પણ અનુસરણ કર્યું હતું.

કમિશનએ કહ્યું કે  “અમે ભલામણ કરીએ છીએ કે “કામના અનુભવ”ને બધા ભારતીય શિક્ષણના સામાન્ય ભાગ તરીકે રજૂ વોકેશનલ એટલે કે વ્યાવસાયિક શિક્ષણને પણ જોડાવું જોઈયે. અમે કાર્યના અનુભવને શાળામાં હોય,  ઘરે હોય, વર્કશોપમાં હોય, ખેતરમાં હોય,કે  કોઈ કારખાના હોય ઉત્પાદક પરિસ્થિતિમાં ભાગીદારી તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ.” આધુનિક શિક્ષણનો મુખ્ય હેતુ માનવ વ્યક્તિત્વનો વિકાસ છે. તેમણે વ્યક્તિમાં શરીર, મન, હૃદય અને ભાવનાનું ચારગણું વ્યક્તિત્વ વધાર્યું. સાચું શિક્ષણ વ્યક્તિની આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક શક્તિને ઉત્તેજિત કરે છે. હૃદયના શિક્ષણ અંગેનો તેમનો મત જે સહાનુભૂતિ, ફેલોશિપ અને પ્રેમની ઊંડી લાગણીઓનો વિચાર લાવે છે.” આ રીતે ગાંધીજી એ કેળવણી વિષે અનેક દ્રષ્ટી બિંદુઓ પર વિચારણા કરી અને શિક્ષણનાં મહત્વ સાથોસાથ કેવું શિક્ષણ હોવો જોઈએ તેનો પણ વિસ્તૃત ખ્યાલ આપ્યો. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, ગાંધીનું સાહિત્ય પુસ્તક.

ક્લિક કરો અને આગણ વાંચો…...અંક ૨૦: કલકતામાં ગાંધીજી.

loading…