Ek vaat mahatma ni Part 20

“એક વાત મહાત્માની” અંક ૨૦: કલકતામાં ગાંધીજી

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek vaat mahatma ni Part 20

ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા બાદ મુબઈ-પુના પ્રવાસ દરમિયાન ગાંધીજીની મુલાકાત ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે થઇ હતી. આફ્રિકામાં ગાંધીજીએ શરુ કરેલા સત્યાગ્રહમાં ગોપાલ કૃષ્ણ ગોખલેએ મુંબઈમાં અને આફ્રિકામાં પણ તેમણે ખુબ મદદ કરી હતી. પાછળથી ગાંધીજીએ પોતના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા. ગાંધીજીને ભારતને સમજવા અને શરૂઆતી સમયમાં કોઈ પણ પ્રકારની, કોઈ પ્રત્યે પૂર્વધારણા ન બધી સમગ્ર ભારતમાં ભ્રમણ કરવાની સલાહ ગોપાલ કૃષ્ણ ગોખલેએ આપી હતી અને ગાંધીજીએ તેને અનુસરીને હિન્દુસ્તાનનું ભ્રમણ કર્યું. ભારતનાં જુદા જુદા વૈવિધ્યસભર સંસ્કૃતીઓ, ભૌગોલિક અસમાનતા, વિવિધ પરિસ્થિતિઓ મુશ્કેલીઓ અને હાલાકીઓને સમજ્યા બાદ ગાંધીજીએ સત્યાગ્રહની કામગીરી ચાલું કરી હતી.

ગોપાલ કૃષ્ણ ગોખલેનું કોલકતા આવવાનું આમંત્રણ સ્વીકારી ગાંધીજીએ ત્યાં જવાનું નક્કી કર્યું. કોલકાતામાં ગાંધીજીને તેમના ઘરે રોકાવાનું થયું. ગાંધીજીનાં સ્વાવલંબનની પ્રવૃત્તિનો ઊંડી છાપ ગોખલેજી પર હતી. બધું જાતે કરી લેવાની ટેવ વિષે તેઓ જાણતા હતા. ગોપાલ કુષ્ણ ગોખલે ગાંધીજીને પોતાના નાના ભાઈ સમાન આગતાસ્વાગતા કરી. જાહેર જીવનનાં માણસ ગોખલેજીનાં જીવન કે ઘરમાં કશું ખાનગી હોય એમ ગાંધીજીને લાગ્યું નહિ. ગાંધીજીએ કહ્યું છે કે તેમને ગોખલેજી પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું તેમની કામ કરવાની પદ્ધતિઓ અને દરેક ક્ષણનો સદુપયોગ કરતા. ગાંધીજીએ નોધ્યું છે કે તેમના દરેક કામ રાષ્ટ્રલક્ષી હતા. રાષ્ટ્રને સ્વાધીનતા મેળવા અને કંગાલિયત દુર કરવા પ્રતિક્ષણ ચિંતિત રહેતા હતા. કલકતામાં વિતાવેલા ૧ મહિનામાં ગાંધીજી ઘણા મહાનુભવો સાથે મુલાકાત થઇ. ગોખલેજી ઘરે આવતા દરેક લોકોને ગાંધીજીની ઓળખાણ કરવાતા. ત્યાં તેમની મુલાકાત ન્યાયમૂર્તિ રાનડે સાથે થઇ. તે સારા અર્થશાસ્ત્રી, સુધારક સાથે ન્યાયાધીશ હોવા છતાં નીડરપણે મહાસભામાં પ્રેક્ષક તરીકે આવતા હતા.

ગાંધીજીનો થોડો સમય ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે વીત્યા બાદ તેમણે ફરિયાદનાં સ્વરૂપમાં ગોખલેજીને પ્રશ્ન પૂછ્યો કે “તમારી પાસે ઘોડાગાડી છે શું તમે ટ્રામમાં મુસાફરી ન જઈ શકો? શું તેમાં નેતાવર્ગની પ્રતિષ્ઠા ઓછી થાય ? ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલેએ જવાબ આપ્યો કે “ તમે પણ મને સમજી ન શક્યા? મને વડી ધારાસભામાંથી જે મળે છે ને તે હું મારે સારું નથી વપરાતો તમારી ટ્રામની મુસાફરી મને અદેખાઈ આવે છે. પણ મારાથી તેમ નથી થઈ શકતું. તમને જયારે મારા જેટલા જ લોકો ઓળખાતા થશે ત્યારે ટ્રામમાં ફરવું અસભવિત તો નહિ પણ મુશ્કેલ થઇ પાડવાનું છે. તમારી સાદાઈ મને પસંદ છે હું બને તેટલી સાદાઈથી રહું છું.” એક મહિનાનાં કલકતાનાં વિસામા દરમિયાન ફરીને વધુમાં વધુ લોકોને મળવાની કામગીરી કરી.

Advertisement

ગાંધીજી પોતાની કાલીમંદિરે જવાની ઈચ્છા પણ પૂરી કરી પરતું ત્યાં ગયા બાદ ઘણા નિરાશ થયા. ત્યાં જોયેલા ઘેટાઓનાં બલીના દ્રશ્ય અને તેમની સામે જ વહી રહેલી લોહીની નદીથી દર્શન કરવાની પણ ઈચ્છા મરી ગઈ હતી. ત્યાંના દ્રશ્યથી ગાંધીજી આકુળવ્યાકુળ થયા હતા. ગાંધીજીને જીજ્ઞાસાથી મંદિર પાસે બેઠેલા સાધું સાથે અંગે સંવાદ કર્યો પરંતુ આ બલીની પરંપરા વિષે કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. કાળી માતાને નિમિતે થતા યજ્ઞનાં દર્શનથી ગાંધીજી પ્રભાવિત થયા. બ્રહ્મસમાજ વિષે વધુ માહિતી મેળવી અને સ્વામી વિવેકાનંદનાં દર્શનની ઈચ્છા થતા ગાંધીજી બેલુર મઠ સુધી ચાલીને ગયા પણ ત્યાં સ્વામી વિવેકાનંદજી બીમાર હોવાથી કલકતા પોતાના ઘરે હોવાથી ભારતનાં બે મહાન તત્વચિંતકોની ઐતિહાસિક મુલાકાત વાસ્તવિકતામાં ન પરિણમી. પરંતુ તેમની ભગીની નિવેદિતા સાથે મુલાકાત થઇ.

ગાંધીજી કલકતા પોતાના આફ્રિકામાં ચાલી રહેલા સંઘર્ષમાં મદદ મળી રહે એ ઉદેશ્ય આવ્યા હતા. જેથી તેમને એક દિવસને બે ભાગમાં વહેચ્યા હતા સવારે આગેવાનોની મુલાકાત લેવી અને બીજા ભાગમાં ધાર્મિક સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓની મુલાકાત. ગોપાલ કૃષ્ણ ગોખલેજીની મદદથી ગાંધીજી બંગાળનાં અગ્રણ્ય કુટંબથી માહિતીગાર થયા. ગાંધીજી બ્રહ્મદેશની પણ મુલાકત કરી. ત્યારબાદ પોતાના એક મહિનાનાં કલકતામાં રોકાણ પછી ગાંધીજીએ ગોપાલ કૃષ્ણ ગોખલે પાસેથી વિદાય લીધી. વિદાય લેતા વેળાએ ગોખલેજી સામે એક પ્રસ્તાવ રાખતા કહ્યું કે હવે હું હિન્દુસ્તાનનો પ્રવાસ માત્ર ત્રીજા વર્ગમાં કરવા માંગે છે. શરૂઆતમાં ગોખલેજીએ વાત હસી કાઢી. પરતું ગાંધીજીનાં વર્ણન સાભળ્યું જેમાં ગાંધીજીએ કહ્યું જે હું ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવો છે અને તેમની તકલીફ જાણવી છે ત્યારે આ યોજનાને સંમતિ ગોપાલ કૃષ્ણ ગોખલેજીએ આપી.

વર્ગ ત્રીજામાં મુસાફરી કરવાનો નિયમ ગાંધીજીએ આજીવન પાળ્યો. વિદાય વેળાએ ગોખલેજીએ પિત્તળનાં ડબ્બામાં મગજનાં લાડુ આપ્યા. અને તેમને સ્ટેશન મુકાવા આગ્રહ કર્યો . ગાંધીજીએ ના પડતા ગોખલેજીએ કહ્યું કે જો તમે પહેલા વર્ગમાં જાત તો કદાચ હું ન આવત પણ હવે તો મારે આવવું જ છે. ગાંધીજીનાં કોલકાતા પ્રવાસને તેમને પોતાની આત્મકથામાં વિસ્તારથી વર્ણવ્યો છે જાણે તે તેમના હૃદયની ખુબ પાસે હોય. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, ગાંધીનું સાહિત્ય પુસ્તક.

ક્લિક કરો અને આગણ વાંચો….અંક ૨૧ અગિયાર જીવનમંત્ર