Mukesh Ambani House: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર કારમાંથી જિલેટિન મળી આવ્યું, પોલીસ સ્કોર્ડ સાથે ઘટના સ્થળે પહોંચી
Mukesh Ambani House: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર કારમાંથી જિલેટિન મળી આવ્યું, પોલીસ સ્કોર્ડ સાથે ઘટના સ્થળે પહોંચી
મુંબઇ, 25 ફેબ્રુઆરીઃ Mukesh ambani house : એશિયાના નંબર વન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી લાવારિસ સ્કોર્પિયો કાર મળી આવતા દોડધામ મચી ગઇ હતી. આ કારમાં જિલેટિન મળ્યા બાદ બોમ્બ સ્કોડની ટીમ તથા મુંબઇના જોઇન્ટ પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, કારમાંથી જિલેટિન અને ધમકી ભર્યુ પત્ર મળી આવ્યું હતું. કાર કોની છે તેના વિશે તો હજી સુધી કોઇ જાણકારી મળી શકી નથી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે શોધ-ખોળ ચાલુ છે.