aap deesa edited

ભાજપ- કોંગ્રેસ ધમકી આપે છે મતદારો ઓળખે : આપ ઉપાધ્યક્ષ (Aap vice president) ચૂંટણી ટાંણે વીડિયો વાયરલ થતા ગરમાવો

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૨૫ ફેબ્રુઆરી:
Aap vice president: ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં ડીસા ભાજપના ધારાસભ્યનો ધમકી આપતો વીડિયો સામે આવ્યા બાદ હવે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે (Aap vice president) ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ કરી કહ્યુ હતુ કે, મતદારોએ આવા ધારાસભ્યો અને પાર્ટીઓને ઓળખવાની જરૂર છે. આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, બંને પાર્ટીઓ પાસે ધમકીઓ સિવાય બીજુ કંઇ નથી.

Aap vice president

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે બાલીસણામાં પોતાના ભાષણ દરમ્યાન મોંઘવારી સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદમાં ધારાસભ્યએ ભાજપ સહિત પોલીસ પ્રશાસનને પણ જાહેરમંચ પરથી ચિમકી આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોઇના બાપની તાકાત હોય તો મારા એકપણ કાર્યકરને કંઇ થયુ તો હું બેઠો છુ તેવુ બોલતાં હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જે મામલે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ (Aap vice president) ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ભાજપ-કોંગ્રેસ દ્રારા ધમકીનો મારો ચલાવવામાં આવી રહ્યો હોઇ મતદારોએ તેમને ઓળખવાની જરૂર છે.

આ પણ વાંચો…શ્રીદેવીનો એવો ફેન જે આજે પણ છે અપરણિત, માનતો હતો એક્ટ્રેસને પોતાની પત્ની- જાણો કોણ છે આ વ્યક્તિ…