Screenshot 2021 01 30 at 10.41.52 AM 1

FAU G મેડ ઇન ઇન્ડિયા ગેમની ભારતમાં ધમાકેદાર એંટ્રી, PUBGથી નિરાશ થયેલા યુવાનોને મળ્યું નવજીવન

FAU G ગેમ ને ડેવલપ કરવા વાળી કંપનીએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે ગેમ લોન્ચ થયાના ૨૪ કલાકની અંદર ગેમ એ ૫૦ લાખ ડાઉન્લોડનો આંકડો પાર કરી લિધો છે. 

FAU-G Made In India (મેડ ઇન ઇંડિયા) છે અને Google Play સ્ટોર પર ટોપ ફ્રી ગેમમાં સૌથી પહેલા સ્થાને છે. PUBG Mobile ના વિકલ્પના બનાવવામાં આવેલી આ FAU G ગેમને ભારતમાં ૨૬ જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી છે. ગેમને પ્લે સ્ટોરમાં મુકતાની સાથે લોકોનો ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગેમ ને ડેવલોપ કરનારી કંનપી nCore Games એ ટ્વિટ કરી જાણકારી આપી છે કે આ ગેમ લોન્ચ થયાના ૨૪ કલાકમાં ૫૦ લાખથી વધારે લોકો એ ડાઉનલોડ કરી છે.

FAU G

FAU-G ના આ વર્ઝનમાં હાલ સિંગલ પ્લેયર ગેમ બનાવવામાં આવી છે. જો કે ડેવલોપરે એ વાતની બાંહેધરી આપી છે કે, આવનારા સમયમાં આ ગેમમાં બે એડિશનલ મોડ લાવવામાં આવશે. આ પ્રકારની ગેમને ગૃપમાં રવમાની મજા રોમાંચમાં વધારો કરે છે. PUBG ના આ પ્રકારના ફિચરના કારણે લોકો તેની પાછળ ઘેલા હતાં. અહીં પણ ધીમે ધીમે ગેમના ચાહકોને એ અનુભવ આપવાનો પ્રયાસ ડેવલોપર અચુક કરશે. ભારતમાં તૈયાર થયેલી FAU-G  ગેમ એ ભાપતીય સૈનિકોની બહાદુરી પર આધારીત છે જે ગલવાન ઘાટીમાં તૈનાત હતાં. ભારતીય સૈનિકોનો જોશ અને જુસ્સા ને રજૂ કરતી આ એપની જાણકારી સપ્ટેમબર મહીનામાં અભિનેતા અક્ષય કુમારે જાહેરાત કરીને આપી હતી, જો કે આ ગેમએ શરૂઆતના સમયમાં લોકોમાં ઉત્સાહ જગાવ્યો છે પણ એ જળવાઇ રહે તે જરૂરી છે. હાલ FAU-G ગેમ Google Play સ્ટોર પર એનરોઇડ યુઝર માટે ઉપલબ્ધ છે આવનારા દિવસોમાં કંપની IOS માટે પણ આ ગેમ લોન્ચ કરશે તેવી જાહેરાત કંપની એ કરી છે. 

Whatsapp Join Banner Guj