દર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂં પાડવા રાતના ૧૨ વાગ્યા સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ

સમરસકોવીડ કેરમાં કોરોનાદર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂંપાડવા રાતના ૧૨ વાગ્યા  સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ કોરોના મુક્ત દર્દીઓનો એક જ સુર : સારવાર લેવી તો રાજકોટ સિવિલ અને  સમરસ કોવીડ કેર સેન્ટરમાં સમરસ કોવીડ કેરમાં ઘર જેવી જ અનુભૂતિ કરતાં ગીતાબેન વ્યાસ :મારું એટલું ધ્યાન રાખ્યું છે કે હવે મને ઘરે નથી ગમતું  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:સમરસ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની પ્રાથમિક જરૂરીયાતોને ધ્યાને રાખીને આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મીઓ એકજુટ બનીને કામગીરી કરી રહ્યા છે. કોરોનાની સારવાર સાથે દર્દીઓને આરોગ્યલક્ષી કોઈ અન્ય તકલીફ હોય તો એનું નિદાન કરી દર્દીઓના હમદર્દ બનીને આરોગ્ય કર્મીઓ પારિવારીક હુંફ આપી રહ્યા છે.    વાત છે ૪૯ વર્ષીય ગીતાબેન વ્યાસની. શારીરિક નબળાઈને કારણે પડી જવાથી ગીતાબેનના ગોઠણમાં દુખાવો શરૂ થયો હતો. સરખી રીતે ચાલી ન શકવાને કારણે ગીતાબેન ડોકટરને બતાવવા ગયા હતા. આરોગ્યની તપાસ કરતાં ખબર પડી કે તેઓ કોરોના પોઝીટીવ છે. પરિવારનો કોઈપણ સભ્ય સંક્રમિત ન થાય તે માટે ગીતાબેન સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર અર્થે દાખલ થયા. સમરસ કોવીડ કેર સેન્ટરને ઘર જેવું કહીને ત્યાં મળેલી સારવાર અંગે વિગતો રજુ કરતાં જણાવ્યું હતું કે, “આજે હું સ્વસ્થ થઈને ફરી બેઠી થઈ છું તો ત્યાંના આરોગ્ય કર્મીઓને કારણે. કોરોનાની સારવાર તો મળી પરંતુ સાથો સાથ મારા ગોઠણના દુખાવાનું નિદાન કરીને આરોગ્ય કર્મીઓએ મને ફરીથી ચાલતી કરી દીધી છે.”  હદયમાં અંકિત થયેલા અન્ય અનુભવો વિશે ગીતાબેનએ વધુમાં જણાવતા કહ્યું હતું કે,” આરોગ્ય કર્મીઓની સાથે સફાઈ કર્મીઓ પણ દર્દીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. મેં નજરે જોયું છે કે રાતના ૧૨ વાગ્યા સુધી સફાઈ કર્મીઓ સફાઈનું કામ કરે છે. ત્યાંના એટેન્ડન્ટસ પણ વડીલોનું ખુબ સારું ધ્યાન રાખી રહ્યા છે. એક ફોન કરો તેની બીજી મીનિટે સ્ટાફ અમારી સેવામાં હાજર. જમવાની વ્યવસ્થા પણ એટલી જ ઉત્તમ છે. ૪ વાર આરોગ્યની ચકાસણી કરવા આવતા. ત્યાં મારું એટલું ધ્યાન રાખ્યું કે હવે મને ઘરે નથી ગમતું.”     આમ ગીતાબેનની જેમ અનેક લોકો આરોગ્ય કર્મીઓની સંવેદનાસભર સારવારનો અનુભવ લઈને સુખરૂપે પોતાના ઘરે પરત ફર્યા છે. loading…

રાજકોટમાં કોરોનાના દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડતી કાઉન્સેલિંગ ટીમ

કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને માનસિક સધિયારો પૂરો પાડવાની સાથે દર્દીઓના પરિજનો અને ડોક્ટર્સ વચ્ચે સેતુરૂપ કાર્ય કરતી કાઉન્સેલર્સ બ્રિગેડ કંટ્રોલરૂમ અને હેલ્પડેસ્ક સેન્ટર દ્વારા દર્દીઓ સાથે વિડીયો કોલિંગ અને જરૂરી સામાનની આપ-લેની સેવા અવિરત ચાલુ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:કોવીડ હોસ્પિટલમાં દાખલ થતા કેટલાક દર્દીઓ જીદ કરે કે મારે ઘરે જ જવું છે, અહીં ગમતું નથી, હું અહીં રહી શકીશ નહીં, અહીં સારવાર લેવી નથી… આવા દર્દીઓ ઘર પરિવારથી દૂર હોઈ … Read More

ભયને જ ભસ્મીભૂત કરી, જૈફ વયે કોરોનાને મ્હાત આપતા નિર્મળાબાનો અનોખો કિસ્સો

હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૯૦ વર્ષીય નિર્મળાબાના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: ” हौसले भी किसी हकीम से कम नहीं होते, हर तकलिफ में … Read More

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું કોરોના મૂક્ત થયા બાદ ૧૫ મી ઓગસ્ટ અને ૨ જી ઓકટોબરના રોજ બે વાર પ્લાઝમા ડોનેટ કરી અન્યોને નવજીવન બક્ષતા આશિષભાઈ મારા એક … Read More

પિતાને દાનમાં મળેલા પ્લાઝમાનું પુત્રએ પ્લાઝમા દાન આપી ઋણ ચુકવ્યું

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૪ ઓક્ટોબર: મને અને મારા માતા પિતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં મારા પિતાજીની પરિસ્થિતિ ગંભીર બનતા તેમને સારવાર અર્થે ઉપયોગી પ્લાઝમાનું સિવિલ તરફથી દાન મળ્યું … Read More

હું થોડા દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે હોસ્પિટલમાં છે: નર્સ બહેનો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવારત નર્સ બહેનો હું થોડા  દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે  હોસ્પિટલમાં છે, એમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે: કૈલાસબેન રાઠોડ, … Read More

પ્લાઝમા ડોનેટ કરવાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી: એન્ટી બોડી બનતા હું પણ પ્લાઝમા ડોનેટ કરી કરીશ

પ્લાઝમા ડોનેટ કરવાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી: એન્ટી બોડી બનતા હું પણ પ્લાઝમા ડોનેટ કરી કરીશ કોરોનાના સંક્રમણમાંથી  સ્વસ્થ થયેલા  રાજકોટ પીડીયુ હોસ્પિટલના લેબ ટેકનિશિયન જસ્મિન જોશીનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, … Read More

“દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન

રાષ્ટ્રભાવના સાથે કોવિડ હોસ્પિટલ ખાતે એક વર્ષના બાળકની સ્નેહાળ માતા ડો. ખ્યાતિબેન જેઠવા બજાવી રહ્યા છે, નિષ્ઠાપૂર્વકની સેવા “દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન જેઠવા અહેવાલ: … Read More

કોરોના મૃતકના પરિવારજનોને સંભાળવાની કામગીરી પીડાજનક રહી: ડો. રાજ મિશ્રા

પી.પી.ઈ. કીટ ભેખધારી આરોગ્યકર્મીઓ કોરોનાના દર્દીઓની સારવારની સાથે દર્દીઓના પરિવારજનોને સંભાળવાની કપરી કામગીરી સુપેરે નિભાવી રહયાં છે અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોનાના ગંભીર દર્દીઓના મૃત્યુ બાદ સૌથી … Read More

સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર

રાજકોટ:સમરસની કોરોનાની સારવારથી અમને નવજીવન મળ્યું છે: દર્દીઓએ આપ્યો પ્રતિભાવ સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: રાજકોટની સમરસ … Read More