“દર્દીની સેવા એજ પ્રભુ સેવા”ના મંત્ર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ બહેનની હદયસ્પર્શી કામગીરી

“દર્દીની સેવા એજ પ્રભુ સેવા”ના મંત્ર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જામ-ખંભાળીયા અને કલોલના નર્સ બહેનની હદયસ્પર્શી કામગીરી  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૨ નવેમ્બર: “હું જામ-ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ … Read More

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ જવાબદારી નિભાવતા મનીષાબેન

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ  જવાબદારી  નિભાવતા ઇન્ચાર્જ નર્સ મનીષાબેન પંડયા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૧નવેમ્બર:આશરે ૧૫ વર્ષથી સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં કાર્યરત મનીષાબેન પંડયા પથરીના દર્દને ભુલાવી કોરોના વોર્ડ તેમજ ગાયનેક અને બાળરોગ વિભાગમાં મલ્ટીપલ કામગીરી કરી સાચા અર્થમાં સિસ્ટરની ભૂમિકા ચરિતાર્થ કરી રહ્યા છે. કોરોના ડયુટી દરમ્યાન તેમના પુત્ર કોરોના સંક્રમિત થયો હતો. તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ પૂર્ણ કરતા, આ જ સમય દરમ્યાન તેમના નણંદના દીકરાનું મૃત્યુ થયું તો પણ જરાપણ વિચલિત થયા વગર તેમની ફરજને અગ્રીમ ગણી કોરોનાની જવાબદારી સંભાળી હતી. કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર ઉપરાંત એડમીન તરીકે તેઓને સ્ટાફનું મેનેજમેન્ટ કરવાનું, દર્દીઓને ટ્રાન્સફર કરવા તેમજ મૃતકોનું નિયમન સહીત વિવિધ કામગીરી કરી. રોટેશન મુજબ તેઓ બાળકોના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં અવિરત સેવા પુરી પાડી રહ્યા છે. નારી શક્તિ અને પ્રબળ ઈચ્છા શક્તિના સંગમ થકી સિવિલમાં નર્સ બહેનોને તેઓ પ્રેરણા પુરી પડી રહ્યા છે. મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા આપતી ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી … Read More

માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન…

સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ સિવિલમાં બાળકોના વિભાગમાં હૃદય,ફેફસા,કિડની તેમજ મગજના જોખમી  રોગોની ક્લિનિકલ સારવાર અને રસીકરણ ઉપલબ્ધ માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન… અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૧નવેમ્બર:રંગબેરંગી કપડાંઓમાં સજ્જ નાના નાના ભૂલકાઓ ‘માં’ ની ગોદમાં રમતા રમતા તંદુરસ્તીના ડોઝ લેતા સુંદર દ્રશ્યો સિવિલના બાળ રોગ વિભાગમાં રોજ બરોજ જોવા મળે છે. માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના જતનની સાથે તેમના સ્વાસ્થ્યનું જે રીતે ધ્યાન  રાખી રહયાં છે તે જોઈને બાળકની માતાઓના ચહેરા પર પણ સ્મિત ખીલી ઉઠે છે.    કોરોના મહામારીના સમયમાં રાજકોટ સિવિલનો પીડિયાટ્રિક વિભાગ સપ્તાહ દરમ્યાન સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ ગેસ્ટ્રોલોજી, અસ્થમા, કાર્ડિયોલોજી, વેલ બેબી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, હાઈ રિસ્ક ક્લિનિકલ સારવાર અને રસીકરણ કાર્યક્રમ દ્વારા તંદુરસ્ત બાળની  વિભાવના સાથે કાર્ય કરી રહયો છે.આ કાર્યક્રમ હેઠળ જુદા જુદા રોગ માટે સાપ્તાહિક કાર્યક્રમ સતત ચાલુ હોવાનું સિનિયર રેસિડન્ટ ડો. રચના દુર્ગાઈ જણાવે છે. કોરોનાની સાથોસાથ બાળવિભાગમાં ૧૨ વર્ષની ઉમર સુધીના રોજના ૭૦ થી વધુ બાળકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે. વેલ બેબી કાર્યક્રમ હેઠળ દર બુધવારે બાળકોને રસીકરણ, બાળકનો ગ્રોથ અને જાગૃતતા કાર્યક્રમ ડો. રચના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહયો છે. માનસિક  રીતે નબળા બાળકો માટે ખાસ ડીઆઈસી સેન્ટર કાર્યરત છે જ્યાં ખાસ થેરાપી દ્વારા બાળકોને સમજણ પુરી પાડવામાં આવે છે તેમજ બાળકોને જરૂરી કસરત પણ કરાવવામાં આવે છે.  બાળરોગ વિભાગમાં વેક્સીનેસનની મુખ્ય કામગીરી કરતા નર્સ ભાવનાબેન રામાવત જણાવે છે કે, કોરોના જયારે ટોચ પર હતો ત્યારે બાળકોને વેક્સીન માટે તેમના માતાપિતા લાવતા નહોતા, પરંતુ તેમને સમયસર ટીકા લાગી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સાવચેતી રાખીએ તો તેમના બાળકોને કઈ જ નહિ થાય તેમ અમે સમજાવટ કરી તેઓને હોસ્પિટલ બોલાવતા હતા. હાલ રોજના ૧૦ થી ૧૫ બાળકોને નિયમિત રસીકરણ કરવામાં આવતું હોવાનું ભાવનાબેન જણાવે છે.  સિવિલ ખાતે તેમની બીજી દીકરીને પણ રસીકરણ કરાવવા આવતા કાદરી અખ્તર જણાવે છે કે, તેઓ તેમની બન્ને દીકરીઓની જન્મથી અહી દવા તેમજ સારવાર કરાવે છે. અમે ખાનગી હોસ્પીટલમાં ખર્ચ ઉપાડી શકીએ તેમ નથી ત્યારે સિવિલ ખાતે અમને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. અન્ય એક વાલી ધર્મેશભાઈ પણ તેમના ત્રણ વર્ષના સંતાનને નિયમિત રસી મુકવા અહી આવે છે. સ્ટાફનું પ્રેમાળ વર્તન અને સમજણ પૂરી પાડતા સિવિલના તમામ સ્ટાફનો તેઓ આભાર માને છે.       બાળકોના સર્વાંગી વિકાસ માટે કોઈ કસરરહી ન જાય તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સેવાઓ પુરી પાડી તંદુરસ્ત બાળ તંદુરસ્ત સમાજની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહયો છે. મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા … Read More

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૩૧ ઓક્ટોબર: કોરોનાના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભુમિકા … Read More

રાજકોટ કોવીડ હોસ્પિટલના ડો.આલોક સિંઘની દર્દીનારાયણ પ્રત્યેની અહર્નિશ સેવા

રાજકોટ કોવીડ હોસ્પિટલના ડો.આલોક સિંઘની દર્દીનારાયણ પ્રત્યેની અહર્નિશ સેવા કોરોનાને મ્હાત આપીને પ્લાઝમા ડોનેટ કરતાં ડો. સિંધ : ” જ્યારે પણ જરૂર પડશે હું ફરીવાર પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું” અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

દર પંદર દિવસે બીજા દર્દીની જિંદગી બચાવવા કરે પ્લાઝમા ડોનેશન

રાજકોટની સિવિલમાંથી સાજા થઇ વિનુભાઈ મોલીયાએ કર્યું ચોથી વખત  પ્લાઝમાનું ડોનેટ હોસ્પિટલનો સામેથી સંપર્ક કરી દર પંદર દિવસે બીજા દર્દીની જિંદગી બચાવવા કરે પ્લાઝમા ડોનેશન અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૩૦ … Read More

કોરોના સામે ઝઝૂમયા બાદ પ્લાઝમાં ડોનેટ કરતા ડો.ધવલ ગોંસાઈ

જન્મદિનની અનોખી ઉજવણી “હાલ 300 યુનિટ જેટલા પ્લાઝ્મા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ” – પેથોલોજીસ્ટ ડો.સિગ્મા સવસાણી ૨૫% ફેફસાં ડેમજ થયા હતા છતાં મનને મજબૂત કરી કોરોના સામે ઝઝૂમયા બાદ પ્લાઝમાં ડોનેટ કરતા ડો.ધવલ … Read More

બાળકોને કોરોના મુક્ત કરવાની અગ્રીમ ભૂમિકા ભજવતી પીડિયાટ્રિક ટીમ

૩ દિવસથી લઈ ૧૨ વર્ષ સુધીના બચ્ચાઓની અનેકવિધ ક્રિટિકલ સારવાર કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૯ ઓક્ટોબર: સામાન્ય પરિવારનું દસ વર્ષનું બાળક પડી જતા થાપાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેને … Read More

રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ

ન્યાય મંદિરમાં બેસી લોકોને ન્યાય આપવાની સાથે રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: “કોરોના” આ ત્રણ શબ્દનો અક્ષર આજે સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે. પ્રત્યેક દેશ કોરોનાના સંક્રમણથી તેમના નાગરિકોને બચાવવા કોરોના રસીના સંશોધન માટે … Read More

દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો

રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો ત્રણ મહિનામાં  અમે ઘણું નવું શીખ્યા, દર્દીઓના આશીર્વાદ મળતા કામ કરવામાં પ્રોત્સાહન મળે છે:તબીબોનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડૉક્ટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે. અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે હુ ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ. દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા   ડેન્ટિસ્ટ ડૉ શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે.  ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ  રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે. ડો. કિશન મકવાણા સુરત થી આવે છે તેમણે જણાવ્યું હતું કે તમારે ડોક્ટરની મદદમાં દર્દીનુ ઓક્સિજન લેવલ તપાસ કરવાની તેમજ જરૂરી પેપર વર્ક અને બીજી સહાયક કામગીરી કરવાની હોય છે અને આ કામગીરીમાં દર્દી ના આશીર્વાદ પણ અમને મળે છે.ડો.વૈશાલી વાઘેલા એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને આ સારવાર દરમિયાન ઘણું નવું શીખવા મળ્યું છે.