Dr.sigma Savsani

કોરોના સામે ઝઝૂમયા બાદ પ્લાઝમાં ડોનેટ કરતા ડો.ધવલ ગોંસાઈ

Dr Dhaval Plasma Donate

જન્મદિનની અનોખી ઉજવણી

  • “હાલ 300 યુનિટ જેટલા પ્લાઝ્મા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ” – પેથોલોજીસ્ટ ડો.સિગ્મા સવસાણી
  • ૨૫% ફેફસાં ડેમજ થયા હતા છતાં મનને મજબૂત કરી કોરોના સામે ઝઝૂમયા બાદ પ્લાઝમાં ડોનેટ કરતા ડો.ધવલ ગોંસાઈ

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ

 રાજકોટ, ૨૯ ઓક્ટોબર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ છે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજ્ય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધિકારીઓ રાતદિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલાં લઈ રહ્યા છે. એવા કપરા સમયે નાગરીકો પણ પોતાનો નાગરીક ધર્મ બજાવવામાં જરા પણ ઉણા ઉતર્યા નથી. ત્યારે કોરોનામુક્ત બન્યા બાદ ડો.ધવલ ગોંસાઈ એ પોતાના જન્મદિને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમાં ડોનેટ કરીને જન્મદિવસની ઉજવણી કરી છે.

whatsapp banner 1

ડો.ધવલ મૂળ તો કમળાપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર તરીકે કાર્યરત છે, ૧૧ દિવસ માટે તેમનું ડેપ્યુટશન સમરસ હોસ્ટેલમાં કરવામાં આવ્યું હતું. કાર્યકાળ પૂર્ણ થતાં તેમનો ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો માટે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા, સારવાર દરમિયાન ખબર પડી કે તેમના ફેફસાં ૨૫ % ડેમેજ હતાં, પણ હૈયે હામ રાખીને તેમણે હોંશભેર કોરોનાને મ્હાત આપી.

હાલ તેમના શરીરમાં એન્ટીબોડી જનરેટ થતા તેમણે જન્મદિને અન્યોને મદદરૂપ થવાની લાગણી સાથે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. આ વિશે વાત કરતા ડો.ધવલ જણાવે છે કે, “સમરસમાં આવતા દરેક પોઝિટિવ દર્દીઓને હું આત્મીયતા પૂર્વક આશ્વાસન આપતો કે તમે ચિંતા ન કરો તમે જલ્દી સાજા થઈને તમારા ઘરે પરત ફરશો આ સાંભળીને તેઓ ખુશ થઈ જતા પણ જયારે મને કોરોના થયો ત્યારે હું કોરોનાગ્રસ્ત દર્દીઓની માનસિક પરિસ્થિતિને વધુ નજીક થી સમજી શક્યો, માટે મારા જન્મદિને પ્લાઝ ડોનેટ કરી હું અન્ય સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યો છું. તો હું મારી જેમ કોરોના મુક્ત થયેલા અન્ય વ્યક્તિઓને અનુરોધ કરું છું કે તમે પણ પ્‍લાઝમા ડોનેટ કરો, પ્લાઝમાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે ? આ રીતે આપણે સૌ કોરોના સંક્રમિત વ્યક્તિ અને આરોગ્ય તંત્ર બન્નેને મદદરૂપ થઈ આપણા સામાજિક ઉત્તરદાયિત્વને નિભાવવા તત્પર થઈએ”

Dr.sigma Savsani

સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત પેથોલોજીસ્ટ ડો.સિગ્મા સવસાણી પ્લાઝ્મા બેન્ક વિશે જણાવે છે કે,”હાલ અહીં પ્લાઝ્મા ડોનેશનની કામગીર ખુબ સારી રીતે ચાલે છે, અહીં પ્લાઝ્મા બેન્કમાં અમારી પાસે 300 જેટલા પ્લાઝ્મા યુનિટ ઉપલબ્ધ છે, અમે આભારી છીએ એ દરેક પ્લાઝ્મા ડોનરનો જેમના પ્લાઝ્મા થકી અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.ધવલે ૧૩ વખત બ્લડ ડોનેટ કર્યું છે અને હવે પ્લાઝમાં ડોનેટ કરી કારોનાના સંક્રમણ કાળમાં લોકોમાં માનવીય અભિગમના પ્રસારને પ્રેરક બળ પુરૂ પાડયું છે. 

આ પણ વાંચો: આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા