Kite on tree

પતંગો,ફિરકીઓ,અગાશી,મિત્રો અને આ સામે દેખાય એ આકાશ આપણું ! ‘લે ફિરકી પકડ.’

Kite on tree

ઉત્તરાયણની આગલી સાંજે માંજો પાયને જાતજાતના અને ભાતભાતના પતંગો લઇ મિત્રો સાથે ઘરે. મોજમસ્તી,મસ્તમજાના મિત્રો,ચા પાણી અને નાસ્તો.મોડી રાત સુધી કાનેતાર બાંધવાનો કરતબ.
ઉત્તરાયણની વહેલી અને વહાલી સવાર.
પતંગો,ફિરકીઓ,અગાશી,મિત્રો અને આ સામે દેખાય એ આકાશ આપણું !
‘લે ફિરકી પકડ.’
‘પેલા ચાંદતરાજ ને ખેંચી નાખ.’
‘કા………. પ્યો……. છે………..’
‘એ લંગર નાખ.’
‘લપેટ….લપેટ……લપેટ…..’
‘તારી તે………હરખી ફિરકી પકડને.’
‘એ આવ્યો…..આવ્યો…પકડ…..પકડ..’
‘તને ઉડાડતા જ નથી આવડતું.લાવ, હું ચગાવું.’
‘અરે… યા………. ર!’
‘ઢીલ દે,ઢીલ દે’
‘મને મામરાનો લાડુ’
‘શીંગપાક આપણને ન ભાવે.’
શેરડીના કટકાને ફોલતા,’ખેંચતી વખતે પતંગ સીધો કરાય’
.
.
.
.
અને ………મેં ઈયરફોન કાઢ્યા.
તમામ શોરગુલ બંધ.
અગાશી સૂમસામ!
આપણું આખું આકાશ ખાલીખમ!
સામેનો વડલો પણ સ્તબ્ધ!
અને
હું અવાક !
-નીરવ ત્રિવેદી~~~~~~

આ પણ વાંચો….સદા તંદુરસ્ત હો તન, મન, ધન !