Banner Anant Patel

કોરોના ન આવ્યો હોત તો….

અનંત પટેલની કલમે..

Banner Anant Patel


કોરોના વાયરસને લીધે જે મહામારી સમગ્ર વિશ્વમાં ઉભી થઇ તે ઉભી જ ન થાત તો દુનિયા કેવી હોત આવો માણીએ. લેખક: અનંત પટેલની કલમે…

  • — પતિદેવોને ખબર જ ના પડત કે ઘર એ ખરેખર શું ચીજ છે ? અને સતત ઘેર રહેવાથી શું લાભ ગેરલાભ થાય છે ??
  • — પતિ પણ હોંશે હોંશે કચરો વાળી શકે કે વાસણ અને કપડાં ધોવામાં સહાયક બની શકે છે અથવા આવું કામ એમની પાસે કરાવી શકાય એવું બ્રહ્મ જ્ઞાન પત્નીઓને ક્યારે ય થાત જ નહિ……
  • — સરકાર કોઇપણ રાજકીય પક્ષને, સંગઠનને સભાઓ કરવા કે મોરચા કે સરઘસો કાઢવા પર મનાઇ કરી જ ના શકત…….
  • — લોકો ક્યારેય કાયમી ધોરણે માસ્ક પહેરવા સંમત થાત જ નહિ…
  • — ઘણા દિવસ બેંકો કે સરકારી ઓફિસો બંધ રાખી શકાય છે અને તે છતાં ખાસ કંઇ વાંધો આવતો નથી એવો કોઇને ખ્યાલ જ ન આવત…..
  • — દર પૂનમે કે દર સોમવારે કે ગુરુવારે મંદિરે જવાના ચુસ્ત નિયમો લેનારને મંદિર પણ ઘણા દિવસ સતત બંધ રહી શકે છે એવી કઠોર વાસ્તવિકતા જાણવા જ ન મળત…….
  • — શાળામાં મોકલ્યા વગર ઘેર બેઠાં બેઠાં પણ છોકરાંને સાહેબો ભણાવી શકે અને બીજા નોકરિયાતો ઘરે રહીને પણ એમનું કામ ચલાવી શકે એવાં જબરદસ્ત સત્ય કદી જાણવા જ ન મળત…….
  • — આડી લાઇન કે અવળી લાઇન સાંભળેલ પણ નવો શબ્દ ઓનલાઇન કેટલો બધો ઝડપથી પ્રચલિત થઇ ગયો……
  • — બહારથી આવીને હાથ પગ ધોવાના નિયમને કોઇ પાળતું ન હતું પણ હવે બહારથી આવ્યા પછી હાથ ધોવા માટે કોઇને ટોકવા જ ન પડે એવું વાતાવરણ બન્યું છે તેવું કદી બનત જ નહિ..
  • — લોક ડાઉન દરમિયાન અને તે પછી પણ લોકો દ્વારા વોટ્સ અપ અને ફેસબુક પર જે પ્રમાણે એમની નવી નવી હાસ્ય કે વ્યંગ પૂરી પાડતી રચનાઓ કે વીડીયો મૂકેલા જોવા મળે છે એના પરથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં કેટલું ટેલેન્ટ છૂપાયેલ છે ? ખરેખર એની તો ખબર જ ના પડત…..
  • — કોરોનાના રસી આપણે ક્યારેય શોધવાના જ નહોતા એ હવે શોધીને જ રહીશું.
  • — રામાયણ મહાભારત જેવી મહાન કથાઓથી અત્યારની નવી પેઢી ઓછા પ્રયત્ને પરિચિત થઇ ગઇ…

નોંધઃ દર રવિવારે વાંચો “દેશ કી આવાઝ” વેબસાઇટ પર અનંત પટેલની કલમે લઘુકથા, વાર્તા…

આ પણ વાંચો….નિયમિત આ જાપ કરવાથી માણસની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે, આ મંત્ર જાપથી શનિની સાડાસાતીથી મળે છે મુક્તિ