rupixen com KzUiI7ENbws unsplash

આવક હોવા છંતા પૈસા ટકતા નથી તો અજમાવો આ ટોટકા

rupixen com KzUiI7ENbws unsplash
Photo by rupixen.com on Unsplash

જ્યોતિષ શાસ્ત્ર, 12 જાન્યુઆરીઃ ઘણા લોકો ખુબ જ મહેનત કરે તેમ છંતા આવકમાં વધારો થતો નથી. મોટાભાગના લોકોની આ સમસ્યા છે કે જે પૈસા કમાવે છે તે ટકતા નથી. તો આવો આવી સમસ્યા હોય અપનાવો આ ટોટકા….

તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.

તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ, ધન અને દાગીના એક સાથે ન રાખવા. એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે. દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.

Whatsapp Join Banner Guj

એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.

ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.

ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું.

આ પણ વાંચો….મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી