USA

Yoga: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ઃ આજે વિશ્વના 190 દેશોએ યોગ કર્યા, જુઓ વિવિધ દેશોમાં કરવામાં આવેલ યોગની તસ્વીરો

Yoga: ભારત સાથે વિશ્વના 150થી વધુ દેશોએ આસન અને પ્રણાયામ કર્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિદેશ મંત્રાલયના પ્રયત્નોમાં સફળતા મળી

નવી દિલ્હી, 21 જૂન: Yoga: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયત્નો સફળ રહ્યા હતા. ભારત સાથે વિશ્વના 190 દેશોએ સોમવારે 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ના અવસરે આસન અને પ્રણાયામ કર્યા હતા. એક તરફ વૈશ્વિક કોરોના મહામારીના લીધે વિશ્વમાં ઘણી બાબતો પ્રભાવિત થઇ છે ત્યારે વિદેશોમાં સ્થિત ભારતના મિશન આ દિવસને ખાસ બનાવવામાં લાગ્યા હતા. ભારતીય મિશનોએ પોતપોતાના દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 21 જૂનના દિવસે અલગ અલગ પ્રકારની ગતિવિધિઓનો સમન્વય કર્યો હતો. વિશ્વના અલગ અલગ દેશોમાંથી આવેલી તસવીરો દર્શાવે છે કે ભારતની પ્રાચીન પરંપરાની આ અણમોલ ભેટ સમગ્ર વિશ્વ માટે એક આશાનું કિરણ બનીને ઉભર્યું છે.

અમેરિકાના ટાઇમ્સ સ્કવેર પર યોગ થયા
વોશિન્ગટન ડીસીમાં સ્થિત ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધૂએ એક સમારોહમાં સંબોધન કર્યું હતું. દૂતાવાસે કહ્યું કે અમેરિકામાં ભારતના દરેક પાંચ વાણિજ્ય દૂતવાસ ન્યૂયોર્ક, શિકાગો, હ્યૂસ્ટન, એટલાન્ટા અને સેન ફ્રાન્સિસ્કોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે અલગ અલગ કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યા હતા. ન્યૂયોર્ક સ્થિત વાણિજ્ય દૂતાવાસે ટાઇમ્સ સ્કવેર એલાયન્સ સાથે મળીને ટાઇમ્સ સ્કવેરમાં સમારોહનું આયોજન કર્યું હતું જેમાં પ્રોટોકોલનું ધ્યા રાખીને 3 હજારથી વધુ લોકો સામેલ થયા હતા.

Yoga, USA

ઓસ્ટ્રેલિયામાં 35 કાર્યક્રમોનું આયોરજન
ઉચ્ચાયુક્ત મનપ્રીત વોહરાએ જણાવ્યું કે કેનબરામાં સ્થિત ભારતીય ઉચ્ચાયોગ ઓસ્ટ્રેલિયાના દરેક 5 રાજ્યો- કેનબરા, સિડની, બ્રિસ્બેન, પર્થ અને ગોલ્ડ કોસ્ટમાં સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ શીખવાડવા અને પ્રસાર કરનારા સંગઠનો સાથે મળીને 35 કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. તેમાં 25 કાર્યક્રમ વ્યક્તિગત, એક ક્વિઝ અને 9 વર્ચ્યૂઅલ કાર્યક્રમ છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

યૂકેમાં યોગ અંગે લોકોમાં જોશ જોવા મળ્યો
લંડનની ભારતીય ઉચ્ચાયુક્ત ગાયત્રી ઇસ્સરે કહ્યું કે “મહામારી વચ્ચે પણ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે યોગપ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની ઉપસ્થિતિના લીધે યોગપ્રેમીઓમાં જોશ જોવા મળી રહ્યો છે. આ અવસરે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં મોટી સંખ્યામાં લોકોએ યોગના વિશેષ સત્રમાં ભાગ લીધો હતો.” ઇસ્સરે જણાવ્યું કે યૂકેના પ્રમુખ સાર્વજનિક સ્થળો પર યોગ અંગે જાગૃતિ લાવવા માટે પ્રચલિત આસન દર્શાવવામા આવ્યા છે.

Yoga, Italy

ઇટલીમાં યોગ દિવસની ધૂમ
કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી વધુ પ્રભાવિત થનારા દેશ ઇટલીમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇટલીના વિયના, રોમ અને સેન મેરિનો શહેરમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. આ બાબતે સેન મેરિનો સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું કે ઇટલીના વિદેશમંત્રી લુકા બેકરી અને સાંસ્કૃતિક તથા શિક્ષા મંત્રી એન્ડ્રિયા બેલુજીએ યોગ દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાજદૂત ડો. નીલા મલ્હોત્રા ઉપસ્થિત રહ્યા હતાં.

જાપાનમાં વિશ્વના સૌથી ઉંચા ટાવરમાં કાર્યક્રમ
ટોક્યો સ્થિત ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વિશ્વના સૌથી ઉંચા ટાવર ટોક્યો સ્કાઇટ્રીમાં એક કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. કાર્યક્રમમાં જાપાનની સાંસદના સભ્ય હકુબુન શિમોમુરા, હિરોશી યામાદા, યુતાકા ઇવાસે સાથે જાપાનમાં ભારતના રાજદૂત સુજાન ચિનોય સહિત ઘણા મહાનુભાવો સામેલ થયા હતા. દૂતાવાસે વધુમાં જણાવ્યું કે વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રની મદદથી ઓનલાઇન યોગ કાર્યશાળઆઓનું આયોજન કરવામા આવ્યું હતું અને જાપાનના અલગ અલગ ભાગમાં આ પ્રકારના 100થી વધુ કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યા હતા.

USA Yoga

યોગ દિવસ અંગે રશિયામાં પણ ઉત્સાહ
ભારતના સૌથી જૂના મિત્રોમાંથી એક રશિયામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે આ પ્રસંગે એમ્બેસીમાં યોગનું વિશેષ સત્ર આયોજન કરવા સાથે સેન્ટ પીટ્સબર્ગ, સોચી અને વ્લાદિવોસ્તોક સહિત રશિયાના દરેક મુખ્ય શહેરમાં સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કાર્યક્રમો આયોજિત કરવામા આવ્યા હતા.

આ પણ વાંચો…ગર્વની વાતઃ GTU ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઈન્ટરનેશનલ લેવલે પ્રાપ્ત કર્યું દ્વિતિય સ્થાન!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પહેલ કરી હતી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ડિસેમ્બર 2014ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણના માધ્યમથી કરી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અશોક મુખર્જી દ્વારા યોગ દિવસ અંગે પ્રસ્તાવ રજૂ કરવામા આવ્યો હતો. તમાં સહ પ્રાયોજક તરીકે 175 કાઉન્ટી હતા જે મહાસભાના કોઇ પણ પ્રસ્તાવ માટે ઉચ્ચતમ છે. ત્યારબાદ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામા આવ્યો હતો. 11 ડિસેમ્બર 2014ના સંયુક્ત રાષ્ટ્રમાં 193 સભ્યો દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. વડાપ્રધાન મોદીના આ પ્રસ્તાવને 90 દિવસની અંદર બહુમત સાથે પસાર કરવામા આવ્યો હતો. દેશોએ આસન અને પ્રણાયામ કર્યા.