Dr Sudhir joshi

વિશ્વ શાંતિ સંસ્થા (World Peace Organization) દ્વારા આંતર રાષ્ટ્રીય વેબીનાર યોજાયો

Dr Sudhir Joshi ,World Peace Organization

World Peace Organization: વિશ્વ શાંતિ માટે વેબિનારમાં ડો.સુધીર જોશીએ રચનાત્મક સૂચનો કર્યા: ડો.જોષીના સૂચનોની આંતરરાષ્ટ્રીય કમિટીએ સરાહના કરી

  • આ વેબીનારમાં સંસ્થાના ભારતના એમ્બેસેડર તરીકે ડો.સુધીર જોશી સહભાગી થયા

વડોદરા, ૨2 માર્ચ: World Peace Organization: વડોદરા જિલ્લા આર્યુવેદ અધિકારી ડૉ. સુધીર જોશી ૨૦૧૯ થી GPAEI (Global Peace Advocacy Empowerment Initiative) સંસ્થામાં ભારતના એમ્બેસેડર તથા પેટ્રન સભ્ય તરીકે જોડાયેલ છે . આ સંસ્થા સમગ્ર વિશ્વમાં શાંતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રોજેકટો કરી રહી છે. તાજેતરમાં સંસ્થા દ્વારા બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (વેબિનાર) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ . સુધીર જોશીને વકતા તરીકે નિમંત્રણ મળ્યું હતું.

ADVT Dental Titanium

આ કોન્ફરન્સની મુખ્ય થીમ નિરંતર વિકાસ માટે વિશ્વ શાંતિના (World Peace Organization) પ્રયાસો ગતિશીલ કરવા અંગે હતી.આ કોન્ફરન્સમાં હીઝ રોયલ હાઈનેસ ડૉ . શેહુ ચીંડો વાસુસા III, ધ ઇમીર ઓફ કેફી, હર ઇપેરીયલ મેજેસ્ટ્રી , એપ્રેસ ઇલ્હાન મદાની , કેનેડા, ડૉ . સુધીર જોશી, ડૉ . મેરી બટલર એક્ઝિક્યુટિવ ડાયરેકટર ( GPAEI ), મિનિસ્ટર જેરૂસીયા મેકડોનાલ્ડ હીલ્ટોન , ફાઉન્ડર ગ્લોબલ યુનાઈટેડ વોઇસીઝ નેટવર્ક, USA, હીઝ ઇપેરીયલ મેજેસ્ટ્રી,ઓલા એડીચેથી એનીટાન ઓગળ્યુસી, ધ ઉની ઓફ ઇફે, હીઝ રોયલ હાઈનેસ ડૉ.અબ્દુલાહી હસન, ધ ઇમીર ઓફ ઉકે, હર રોયલ મેજેસ્ટ્રી , પ્રિન્સેસ મોયીનોલવા ફલોવા,ધ રીજન્ટ ઓફ ઇબ્યુલ- સોરો વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કોન્ફરન્સમાં ડૉ. સુધીર જોશીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ગ્લોબલ પીસ એટલે કે વિશ્વશાંતિ (World Peace Organization) એ મુદો યુનાઈટેડ નેશન દ્વારા આપવામાં આવ્યો છે. જે નિરંતર વિકાસના ૧૭ ગોલ પૈકી ૧૬ માં ગોલ સાથે સંબંધિત છે . SDG – ૧૬ મુજબ શાંતિપ્રિય અને સમાવિષ્ટ સમુદાયના વિકાસને પ્રોત્સાહિત કરવા તેમજ તમામ વ્યક્તિને ન્યાય મળી શકે તેમજ અસરકારક – પારદર્શક અને સમાવિષ્ટ તંત્ર બનાવવું જેથી દરેક લોકોના હિતની રક્ષા થાય . વિશ્વ શાંતિ વગર નિરંતર વિકાસ શક્ય નથી અને નિરંતર વિકાસ વગર વિશ્વ શાંતિ નથી . ડૉ . સુધીર જોશી દ્વારા સમુદાયને ત્રણ ભાગમાં વિભકત કરી ત્રણ યુક્તિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

સમુદાયના રક્ષણ માટે સમુચિત વ્યવસ્થા જેથી સર્વાગીણ વિકાસ થાય, રીન્યુ – સરકારી તથા ખાનગી તંત્રોનો સંપૂર્ણ વિકાસ કે જેથી દરેક વ્યક્તિ તેનો લાભ લઈ સમૃદ્ધ બને અને નિરંતર વિકાસ કરી શકે અને ઇન્વોલ્વ – લોકોને જ્ઞાન , આવડત સંસાધન દ્વારા શક્તિશાળી બનાવવા જેથી તે પોતાની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરી સુરક્ષિત ભવિષ્ય કરી શકે . આ માટે આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવી, મહિલાઓ અને બાળકોની વિશેષ સુરક્ષા , સુરક્ષિત અને શાંત શહેરો બનાવવા ,નબળા વર્ગોનું ઉત્થાન કરવું, ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવી પારદર્શિતા લાવવી , મુદ્દત અને ન્યાયી સરકારી તંત્રનો વિકાસ,જન્મ – લગ્ન – મરણ નોંધણી ફરજીયાત કરાવવી , જાતિમાં સમાનતા રાખવી તેમજ ગુનાહિત પ્રવૃતિઓથી દરેક રીતે સમાજની રક્ષા કરી સ્વસ્થ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું .

ડૉ . સુધીર જોશીએ આપેલ વકતવ્ય અને સૂચનોની આંતરરાષ્ટ્રીય કમીટીએ સરાહના કરી છે.ડૉ. સુધીર જોશીએ આ કોન્ફરન્સમાં વિશ્વ શાંતિના સુંદર સૂચનો તથા માર્ગદર્શન આપીને જિલ્લા પંચાયત વડોદરા , આયુષ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગુજરાત સરકાર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. ડૉ . સુધીર જોશી વિવિધ ક્ષેત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે .

આ પણ વાંચો…વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ