કોને જામનગર મહાનગરપાલિકા ની કચરાની ગાડીઓ રોકાવી…??શુ હતું કારણ…

IMG 20200717 WA0008

જામનગરની ભાગોળે મહાનગરપાલિકાના ધન કચરાના ડમ્પીંગ પોઇન્ટના વિરોધમાં વિભાપર ગામના ખેડુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને મહાનગરપાલિકાના કચરા માટેના કચરાના વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.

IMG 20200717 WA0006

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ધન કચરાને વિભાપર ગામના ખેડુતોની જમીન પાસે ડમ્પીંગ પોઇન્ટ બનાવી ત્યાં કચરો ફેંકવામાં આવે છે જેને લઇને અવાર-નવાર આ પ્રશ્ર્ને વિભાપર ગામના ખેડુતો રજુઆત કરે છે.

IMG 20200717 WA0005

આમ છતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ડમ્પીંગ પોઇન્ટ ઉપર કચેરો ફેંકવાનું ચાલુ રાખવામાં આવેલ છે. જેને લઇને ખુબ જ પ્રદુષણ થતું હોય અને વિભાપરના ગ્રામજનોના આરોગ્યને પણ અસર કરતું હોય જેથી આ ડમ્પીંગ પોઇન્ટ બંધ કરવા માંગણી કરવામાં આવી હતી. આમ છતાં મહાનગરપાલિકાના કચરાના વાહનો આ ડમ્પીંગ પોઇન્ટ ઉપર કચરો ફેંકવા આવતા હોય જેથી આજે રોષે ભરાયેલા વિભાપર ગામના ખેડુતો અને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ડમ્પીંગ પોઇન્ટ ઉપર આવેલા કચરાના વાહનોને અટકાવી રાખી વિરોધ પ્રદર્શન કરેલ હતું અને આ ડમ્પીંગ પોઇન્ટ બંધ કરવા માંગણી કરેલ હતી. જેને લઇને મહાનગરપાલિકાના અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતાં.

IMG 20200717 WA0007

રિપોર્ટ: જગત રાવલ, જામનગર