JMC Garba 8

જામનગરના પ્રસિદ્ધ સ્થળો પર વર્ચ્યુઅલ ગરબા દ્વારા નવરાત્રીનું સ્વાગત…

મહિલા કોર્પોરેટર દ્વારા સૌ પ્રથમ પ્રયોગ,રણજીતસાગર, ધન્વંતરી મંદિર, રણમલ તળાવ વિગેરે સ્થળો પર કરાયું શૂટિંગ.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૮ ઓક્ટોબર: સરકાર દ્વારા કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે જાહેરમાં મોટા પાયે યોજવામાં આવતા અર્વાચીન ગરબાઓ ઉપર મનાઈ ફરમાવવામાં આવી છેત્યારે નવરાત્રીને આવકારવા મહિલા કોર્પોરેટર અને ખેલયાઓ દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રીની ડોક્યુમેન્ટરી ત્યાર કરવામાં આવી હતી જેને ફેસબુક અને યુટીયુબ, વોટ્સએપ ના માધ્યમ થી બોહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

કોઈપણ વ્યાવસાયિક નફા નુકસાનના ફાયદા વગર માત્ર નવરાત્રીને આવકારવા માટે બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટરી વોર્ડ ૫ ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ ના કોન્સેપટ દ્વારા કરવામાં આવ્યું છે, તેવો એ જણાવ્યું હતું કે કોરોનામાં પણ આફત ને અવસર માં પલટી જામનગરના પ્રસિદ્ધ સ્થળો ને દેશ વિદેશ માં પ્રચલિત કરવાના ઉદ્દેશ્ય થી આ ડોક્યુમેન્ટરી બનાવી છે.

એક મહિના ની જહેમત દ્વારા ત્યાર થયેલી આ નાની એવી ડોક્યુમેન્ટરી માં જામાહેબે વસાવેલા જામનગરના પ્રસિદ્ધ સ્થળો રણજીત સાગર, ધન્વંતરી મંદિર, રણમલ તળાવ, સુમેર સ્પોર્ટ્સ કલબ વિગેરે સ્થળ પર શૂટિંગ કરવામાં આવ્યું છે જેમાં જેલમ રાવલ, દિશીતા પંડયા, બંસી દતાણી, વિશ્વ રાવલ અને તીર્થા પંડયા એ ગરબા કરી નવરાત્રીને આવકારી હતી,

જ્યારે સમગ્ર ડોક્યુમેન્ટરીને કેમેરામાં કંડારી હતી ધર્મેશ ખેતીયા અને પ્રતીક રાઠોડ એ, ગરબો એટલે ગુજરાત અને ગુજરાતી એટલે નવરાત્રી સૂત્ર ને સાર્થક કરતી આ ડોક્યુમેન્ટરી દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી નો શહેર નો પ્રથમ પ્રયોગ સફળ રહ્યો છે અને અનેક ખેલયા ઓ દ્વારા તેને આવકારવામાં આવી રહ્યો છે.

Advt Banner Header