Provision store vadodara

કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન: મંગળ બજાર અને ગધેડા માર્કેટ શાક બજાર ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવ્યા

વડોદરા, ૨૯ નવેમ્બર: કોવિડનું સંક્રમણ અટકે તે માટે તકેદારીના જરૂરી પગલાં લેવા બનાવવા માં આવેલી પોલીસ અને વડોદરા મહાનગર પાલિકાની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારો માં માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીના અમલનું નિરીક્ષણ ચાલુ રાખ્યું છે.

whatsapp banner 1


ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના જણાવ્યા પ્રમાણે કોવિડ ગાઈડ લાઇનનો ભંગ થતો જણાતા શહેરના અતિ વ્યસ્ત અને ભીડભાડ વાળા મંગળ બજારને ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવ્યું છે. તે જ રીતે આજવા રોડ પર ભીડ ધરાવતા ગધેડા માર્કેટના શાકભાજી બજારને પણ ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવ્યું છે.

Vadodara Super market

જ્યારે સમાન કારણોસર ગોત્રી રોડ પર બંસલ મોલ પણ બંધ કરાવવામાં આવ્યો છે.
જ્યારે પેન્ટાલુન મોલ સહિત ઇનોક્ષ મલ્ટિપલ અને નટુભાઈ સર્કલ ખાતેના રિલાયન્સ ટ્રેન્ડ દ્વારા સ્વૈચ્છિક બંધીની જાહેરાત કરવામાં આવી છે.