Vaccination camp

Vaccination camp: જામનગરની પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

Vaccination camp: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી અપાઇ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૧ મે:
જામનગર મહાનગરપાલિકા (આરોગ્ય વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે “કોવિડ -૧૯ રસીકરણ કેમ્પ” (Vaccination camp) નું આયોજન કરવામાં આવેલ હતું. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.

Whatsapp Join Banner Guj

આ કેમ્પમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, પ્રણામી સંપ્રદાયના સ્વામીશ્રી અમૃતરાજજી મહારાજ, સ્વામીશ્રી ચંદનસૌરભજી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, શહેર મંત્રી પરેશભાઈ દોમડીયા, કમિશનર સતિષ પટેલ, કિંજલ કારસરિયા અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Treatment on wheels: “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” : દર્દીને અપાય છે વાહન પર જ તત્કાલ સારવાર

ADVT Dental Titanium