SUrendranagar collector AK Aurangabadkar

Surendranagar Collector: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા એ. કે. ઔરંગાબાદકર

Surendranagar Collector: છોટા ઉદેપુર ખાતે મનરેગાના અમલીકરણ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.

અહેવાલ: નિતિન રથવી
સુરેન્દ્રનગર, ૨૨ જૂન
: Surendranagar Collector: સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૧૨ ની બેચના ભારતીય પ્રશાસનિય સેવાના અધિકારી અમૃતેષ ઔરંગાબાદકર (આઈ.એ.એસ.) એ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે. 

Surendranagar Collector: મહારાષ્ટ્રના પુના જિલ્લાના વતની એવા અમૃતેષ ઔરંગાબાદકર કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા. ૨૦૧૨ ની બેચના અધિકારીએ સૌ પ્રથમ આસી. કલેકટર તરિકે મહુવા (જિ. ભાવનગર) ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરિકે છોટા ઉદેપુર અને પ્રાદેશિક કમિશ્નર – વડોદરા તરિકેની સેવાઓ બાદ તેઓ અરવલ્લી જિલ્લા કલેકટર તરિકે કાર્યરત હતા.

આ પણ વાંચો…પુરીમાં રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદની 12 ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન પર ટર્મિનેટ થશે.

તેમને છોટા ઉદેપુર ખાતે મનરેગાના અમલીકરણ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ૧૦૦ ટકા ગામોમાં નલ સે જલ યોજના મંજુર કરી પ્રસંશનિય કામગીરી કરી છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.