Ambaji temple 2

ટૂંકા વસ્ત્રો (Short wear)પહેરીને આવનારને અંબાજી મંદિરમાં પ્રવેશ નહીં …મંદિર ના પ્રવેશ દ્વારો ઉપર બોર્ડ લગાવી દેવાયા

અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને (Short wear)આવનાર પ્રવેશ નહીં મળે તેવા બોર્ડ મંદિર ના તમામ પવેશ દ્વારો પણ લગાવી દેવાયા છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨2 માર્ચ:
સાબરકાંઠા ના શામળાજી માં ટુંકા વસ્ત્રો (Short wear) પહેરી પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગ્યા બાદ પ્રસિધ્ધ તીર્થસ્થળ અંબાજી માં પણ અંબાજી મંદિર ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને અંબાજી મંદિરમાં પ્રવેશ નહીં મળે તે બાબતના બોર્ડ મંદિર ના પ્રવેસ દ્વારો ઉપર લગાવી દેવાયા છે

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શિશ નમાવવા હોય છે જોકે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને મંદિરની ગરીમા જળવાઈ રહે એ હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો (Short wear)પહેરીને મંદિરમાં પ્રવેશ કરનારને હવે પ્રવેશ નહીં મળે…….

અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને (Short wear)આવનાર પ્રવેશ નહીં મળે તેવા બોર્ડ મંદિર ના તમામ પવેશ દ્વારો પણ લગાવી દેવાયા છે. જોકે ભારતિય સંસ્કૃતિ અને તેની ગરીમા જળવાઈ રહે એ હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જોકે અંબાજી મંદિર ટ્રસ્ટ ના વહીવટદારે એક મુલાકાત માં જણાવ્યુ હતુ કે અઆ નિયન અગાઉ થીજ લાગુ કરાયેલો છે પણ ચે ના બોર્ડ જુના થઈ જતા યાત્રીકોને નજરે પડે તે રીતે ફરી લગાવવામાં આવ્યા છે

અને ટુંકા વસ્ત્રો (Short wear)પહેરીલા યાત્રીકો મંદિર માં પ્રવેશ નહી અપાય તેમ અંબાજી મંદિરના વહીવટદાર સુરેન્દ્રસિંહ ચાવડા એ જણાવ્યુ હતુ જોકે આ બાબત ને લઈ મંદિર ના પ્રવેશદ્વારો ઉપર ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ ને પણ સતર્ક કરી દેવાયા છે ને તેઓ પણ ટ્રસ્ટ ના આદેશ નુ પાલન કડકપણે કરાશે તેમ જણાવી રહ્યા છે

ADVT Dental Titanium

અંબાજી મંદિર ના આ નિર્ણય ને લઈ અંબાજી દર્શને આવતા યાત્રીકો આવકારી રહ્યા છે અને અંબાજી દર્શને આવતા શ્રધ્દાળઓ એ પોતે પણ ગરીમાં જાળવવી જોઈએ અને ફરવાના સ્થળે ટુંકા વસ્ત્રો (Short wear)પહેરશે તો ચાલશે પણ ધાર્મીક સ્થળો ઉપર ભારતીય સંસ્ક્રુતિ ને અનુસરી નેજ વસ્ત્રો પરીધાન કરવા જોઈએ

Whatsapp Join Banner Eng

મંદિરમાં ટૂંકા વસ્ત્રો (Short wear)પહેરીને પ્રવેશવાથી મંદિર ની ગરીમાં જળવાતી નથી ભારતીય સંસ્કૃતિનું આ પતન હોય તેવું મનાય છે જેને લઇને અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ ન મળવાના નિર્ણયને શ્રદ્ધાળુએ પણ સરાહનીય ગણાવ્યો છે જે પ્રકારે અંબાજી મંદિરમાં લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરે છે અને મંદિરની ગરીમાં જળવાઇ રહે તે હેતુથી આ નિર્ણયને શ્રધ્ધાળુઓ પણ સરાહનીય ગણાવી રહ્યા છે સાથે નિયમનો કડકાઈ થી અમલ કરવા પણ માંગ કરાઈ રહી છે………

આ પણ વાંચો…બોલિવુડ એક્ટર હરમને(Harman Wedding) લીધા સાત ફેરા, એક સમયે પ્રિયંકા ચોપરાના ગડાડુબ પ્રેમમાં હતો…જાણો કોણ છે તેની દુલ્હન..! જુઓ ફોટોઝ