Dabhasa village

Sarpanch: જાગૃત સરપંચ ગામને જાગૃત કરે અને સલામત રાખે

Sarpanch: ગામના યુવાનોની કોરોના વોરિયર ટીમ દ્વારા જાગૃતિ કેળવી લોક સહયોગથી કોરોનાનો પગપેસારો ખાળ્યો

  • ડભાસાના સરપંચ મનોજ પટેલે બેસાડ્યો દાખલો
  • લોક સહયોગી કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યું

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૧ મે:
Sarpanch: સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.કોરોનાની બીજી લહેરમાં શહેરો સાથે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.કોરોનાથી બચવા સાવચેતી એ જ સલામતી છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામના યુવાન સરપંચ મનોજભાઈ પટેલે ગ્રામજનોને કોરોના સામે સુરક્ષા અને કોરોના વાઇરસ સંક્રમણથી બચાવવા ગામમાં કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલનો અસરકારક અમલ કરાવી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કર્યું છે.ગામમાં લોક સહયોગથી હાઇસ્કૂલના ખંડોમાં ૧૦ પથારીનું સામુહિક કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

સરપંચ (Sarpanch) મનોજભાઈ પટેલે જણાવ્યું કે કેળવણી મંડળના સહયોગથી ગામમાં જે લોકોને આઇસોલેશનની સુવિધા ન હોય એવા કોરોનાના તાવ, શરદી,ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને અહી પ્રાથમિક સારવાર આપવામાં આવશે જેથી સંક્રમણ થતું અટકાવી શકાય.આ સેન્ટરમાં દાખલ થતા દર્દીઓને ઉકાળા, દવા,ભોજન,ચા, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

તેઓ કહે છે કે હાલમાં ગામમાં ચાર જેટલા કોરોના કેસ છે.અગાઉ આઠ થી દસ કેસો નોંધાયા હતા જે દર્દીઓ હવે સ્વસ્થ થયા છે.ગામમાં કોરોના સંક્રમણ વધે નહી તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.જેમાં ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે એટલુ જ નહી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનમા વેપારીઓનો પણ સહકાર મળી રહ્યો છે.જેને પરિણામે ગામને કોરોનાના ભરડામાંથી બચાવી શકાયું છે.

અંદાજે ૧૪૦૦૦ હજારની વસતિ ધરાવતા ડભાસા ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા સરપંચ દ્વારા ગામમાં દરેક જ્ઞાતિ – સમાજના યુવાનોની એક કોરોના વોરિયર ટીમ બનાવી છે.આ ટીમમાં ગ્રામ પંચાયતના દરેક સભ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સરપંચ દ્વારા કોરોના વોરિયર ટીમ સાથે બેઠક કરી કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામના ૨૫૦૦ જેટલા ઘરોમાં કોરોના પ્રોટેક્શન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…નેવીએ પણ કોરોનાની સ્થિતિથી રાહત આપવા ઓપરેશન સમુદ્ર સેતૂ- ૨(samudra setu 2) શરૃ કર્યું, વાંચો સંપૂર્ણ અહેવાલ

સરપંચ (Sarpanch) મનોજભાઈ પટેલ કહ્યું કે અમારા ગામમાં ૨૫૦૦ જેટલા ઘરોમાં પાંચ માસ્ક,બે ડેટોલ સાબુ અને સેનેટાઇઝરની બે બોટલ સાથેની આ કોરોના પ્રોટેક્શન કીટનું કોરોના વોરિયર ટીમ દ્વારા ગામમાં વિતરણ કરવામાં આવી છે. કીટમાં આપેલ સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની સમજ પણ દરેક પરિવારોને આપવામાં આવી છે. મનોજભાઈએ જણાવ્યું કે ગત વર્ષે કોરોના કહેરને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન ગામના ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજની ૯૦૦ કીટ તેમજ શાકભાજીની ૩૦૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામના નાગરિક કેતલભાઈ કહે છે કે ગામમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે સરપંચ દ્વારા ઉચિત પગલાં લેવામાં આવ્યા છે.એટલુ જ નહી ગામમાં સરકારની કોરોના ગાઈડ લાઈનનું ગ્રામજનો અસરકારક પાલન કરે છે.કોરોનાથી બચવા ગામમાં રિક્ષા મારફતે સતત જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે.સરકાર પણ ગામડાઓને કોરોનામુક્ત કરવા અસરકારક કામગીરી કરી રહી છે,ત્યારે ગ્રામજનો સહયોગ આપે તો આપને કોરોનાને ચોક્કસ હરાવી શકીશું.

ગામના નીલાબેન પટેલ કહે છે કે ગામને કોરોનાથી બચાવવા ગ્રામજનો સહકારથી નિર્ધારિત નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.ગામના આરોગ્ય સબ સેન્ટરમાંથી દવાઓનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંકટ સામે લડવા ડભાસાના સરપંચ મનોજભાઈ પટેલ ઉદાહરણીય અને અનુકરણીય કાર્ય કર્યું છે જે આવકાર્ય તો છે જ….અન્ય ગામો પણ આવી પહેલ કરે તો આપને ગ્રામ્ય જનશક્તિના સથવારે કાળમુખા કોરોનાને ચોક્કસ હરાવી શકીશું.

ADVT Dental Titanium