Sardar Patel nirwan din edited scaled

સરદાર પટેલ ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના 71 માં નિર્વાણ દિન ની ઉજવણી કરવામાં આવી..

Sardar Patel nirwan din edited scaled

અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: 13 નવેમ્બર 1947, ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ,  કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર તૈયાર થયું ત્યારે સરદાર આપણી સૌ વચ્ચે થી વિદાય લઇ ચુક્યા હતા, પણ સોમનાથ મહાદેવના નિત્ય દર્શન સરદારની આંખો કરી શકે તે માટે ખાસ સરદાર ની પ્રતિમા સોમનાથ મંદિર ના પ્રાંગણ માં સ્થાપીત કરવામાં આવેલ છે.

whatsapp banner 1

આજે સરદાર ના 71’ માં  નિર્વાણ દિન નીમીત્તે સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવી જેમાં ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર , જનરલ મેનેજર, પુજારીશ્રી, તેમજ તિર્થ પૂરોહિતો જોડાયા હતા.

આ પ્રસંગે ખાસ વેબીનાર સરદાર અને સોમનાથ નું આયોજન કરવામાં આવેલ, જેમનો પ્રારંભ શ્રી સોમનાથ મંદિર ખાતે પૂજારીશ્રીઓ ના મંત્રોચ્ચાર થી કરવામાં આવેલ. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવ  શ્રી પ્રવિણભાઇ લહેરી IAS, ટ્રસ્ટી (પ્રોફેસર) શ્રી જે ડી પરમાર, વરિષ્ઠ પત્રકાર શ્રી મણીભાઇ પટેલ, વરિષ્ઠ પત્રકાર શ્રી અજયભાઇ ઉમટ, પ્રોફેસર શ્રી સંજય વાનાણી   81,000 થી વધુ લોકોએ ફેસબુક, યુટ્યુબ ના માધ્યમ થી આ વેબીનાર નિહાળ્યો હતો.