Oxygen tank jamkhambhadia

RSPL watch: સરકારી હોસ્પિટલમાં વિશાળ ઓક્સિજન ટેન્ક કાર્યરત થતાં જિલ્લા ના કોરોના દર્દીઓ માટે રાહત…

RSPL watch: આર.એસ.પી.એલ.ધડી કંપની દ્વારા ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં વિશાળ ઓકિસજન ટેન્ક આપવામાં આવી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૨ મે:
RSPL watch: સમગ્ર દેશભર માં કોરોના મહામારી ને કારણે હાહાકાર મચી રહ્યો છે ત્યારે દેશભર માં ગંભીર સ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે સેવા એજ પરમ ધર્મ ના સૂત્ર ને સાર્થક કરતુ કાર્ય દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR એક્ટીવિટી અંતર્ગત ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના દર્દીઓ માટે 50 લાખ રૂપિયા ના ખર્ચ નું ઓક્સિજન લિકવીડ નું 10 KL ની કેપેસિટી નું વિશાળ ટેન્ક તથા વેપોરાઇઝર સિસ્ટમ અર્પણ કરવામા આવી છે.

Whatsapp Join Banner Guj

RSPL watch: આ ઓક્સિજન ટેન્ક સેટ અપ થયા બાદ ભવિષ્ય માં હવે ખંભાળિયા હોસ્પિટલ આવતા covid ના દર્દીઓ ને કોઈ પણ મુશ્કેલી નો સામનો કરવો નઇ પડે.ખંભાળિયા હોસ્પિટલ ખાતે હાલ 110 ઓકસીજન બેડ અને વેન્ટિલેટર પર COVID ના દર્દીઓ ની સારવાર થાય છે ત્યારે દ્વારકા ના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ ઘડી કંપની આ સેવા બાદ ઓક્સિજન ની જરૂરિયાત વારા COVID દર્દીઓ ને ખંભાળિયા માં જ સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થા શક્ય બનશે તથા દર્દીઓ ને જામનગર – રાજકોટ સારવાર માટે ધક્કો નઈ થાય અને ખંભાળિયા જ સારવાર મળી રહેશે.

આથી એમ કહી શકાય કે આર.એસ.પી.એલ. (RSPL watch) કંપની માં સહયોગ થી આશરે રૂપિયા અડધા કરોડ જેટલા ખર્ચે હોસ્પિટલમાં વિશાળ ઓક્સિજન ટેન્કના નિર્માણથી ઓક્સિજનના અભાવે દર્દીઓને થતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો…College vacation: રાજ્યમાં શાળા બાદ કોલેજમાં માટે પણ વેકેશન જાહેર, વાંચો ક્યારથી શરુ થશે નવું સત્ર…

ADVT Dental Titanium