Roof top garden

Roof top garden: વડોદરા મહાનગરપાલિકીની અનોખી પહેલઃ છત પર રૂફ ટોપ ગાર્ડન- ઉદ્યાનનો ઉછેર શરૂ કર્યો , વાંચો સંપૂર્ણ વિગત

Roof top garden: છત પર છોડવા ઉછેરો જે પ્રાણવાયુના કારખાનાની ગરજ સારશે અને ઘરનું વાતાવરણ ઠંડુ રાખશે

  • વડોદરાના સામાજિક વનીકરણ વિભાગે મહાનગરપાલિકાના સહયોગથી રાજીવ નગર એસ.ટી.પી.ના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન :છત ઉદ્યાનનો ઉછેર શરૂ કર્યો છે
  • સયાજીબાગ નર્સરીમાં ૨૫ ડ્રમ્સની મદદથી રૂફ ટોપ ગાર્ડનનું મોડલ તૈયાર કરાશે

તમારે પોતાની માલિકીનો ઓકસીજન પ્લાન્ટ લગાવવો છે?

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૦૯ જૂન:
Roof top garden: કોરોના કટોકટીમાં ઓકસીજન એટલે કે પ્રાણવાયુંનું મહત્વ સમજાયું છે અને દરેકને પોતાનો એક ઓકસીજન પ્લાન્ટ હોય તો કેવું સારું! એવી લાગણી થઇ રહી છે. જો કે તમે ધારો તો પોતાની માલિકીનો ઓકસીજન પ્લાન્ટ તમારા ઘરમાં,સાવ નજીવા ખર્ચે લગાવી શકો છો,હા થોડી મહેનત અવશ્ય કરવી પડશે.

વડોદરા વન વિભાગનો સામાજિક વનીકરણ વિભાગ પોતાના ઘરમાં પોતાના ઓકસીજન પ્લાન્ટ (Roof top garden)ની સ્થાપના કરવા માટે ઘરની છતની ખાલી જગ્યામાં પ્લાસ્ટિકના ડ્રમ્સની મદદથી ૫,૧૦ કે ૧૫ છોડવાઓ ઝાડનો રૂફ ટોપ ગાર્ડન એટલે કે છત ઉદ્યાન ઉછેરવાની ભલામણ કરે છે જે વિપુલ ઓકસીજન આપવાની સાથે કુદરતી એસીની ગરજ સારશે અને ઘરને પ્રમાણમાં ઠંડુ રાખશે. હા,ઘરની છતની મજબૂતી પ્રમાણે છોડની સંખ્યા રાખવી જરૂરી છે.

Whatsapp Join Banner Guj

ઘરના આંગણે લીલોતરીનો ઉછેર લગભગ સહુને ગમે છે.પરંતુ,માત્ર શહેરમાં નહિ પણ હવે તો ગામડાઓમાં પણ ઘરના વાડા કે આંગણા બચ્યા નથી.ત્યારે રૂફ ટોપ ગાર્ડન ઘરને લીલોતરી (Roof top garden) થી સમૃદ્ધ અને સુંદર કરવાનો સારો વિકલ્પ બની શકે છે. રૂફ ટોપ ગાર્ડનમાં શાકભાજી, વેલા, ફૂલછોડ કે ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય એવી જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજાએ જણાવ્યું કે અમે વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી,લોક માર્ગદર્શન માટેના મોડેલ રૂપે રાજીવ નગર એસ.ટી.પી.ના મકાનના બીજા માળની છત પર છત ઉદ્યાન ઉછેરી રહ્યાં છે.તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મોડેલ નિહાળ્યું હતું અને લીંબુ નો છોડ વાવ્યો હતો.

શહેરના લોકો વધુ સહેલાઇથી આ વિભાવના સમજી અને અપનાવી શકે તે માટે સયાજીબાગ માં આવેલી અમારા વિભાગની નર્સરીમાં લગભગ ૨૫ ડ્રમ્સનું રૂફ ટોપ ગાર્ડન (Roof top garden)મોડેલ ઉછેરવાનું વિચાર્યું છે. છત બગીચા માટે છતની મજબૂતાઇ પ્રમાણે કુંડાને બદલે ૨૫ થી ૨૦૦ લિટરના પ્લાસ્ટિકના ડ્રમ ઉપયોગમાં લેવાની ભલામણ છે.આ ડ્રમ્સ માં વર્મિકંપોસ્ટ અને માટી અથવા વજન હલકું રહે તે માટે કોકોપીટ ભરી તેમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ,શાકભાજી, શતાવરી, ડોડી જીવંતિકા અને ગળો ના વેલા કે સરગવો, જામફળ,ચીકુ,સીતાફળ જેવા ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય.

આ પણ વાંચો…મા-કાર્ડ(ma-card) અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું નીતિન પટેલે?

હવે બાગાયતકારો એ વૃક્ષના કદ નાના રહે એવી ચીકુ, મોસંબી, દાડમ, લીંબૂ, નારંગી,સીતાફળ ઇત્યાદિની ડ્રાફ્ટ વરાયટી એટલે કે કદમાં વૃક્ષ વામન રહે એવી પ્રજાતિઓ વિકસાવી છે. ઓદુંબર,જાસૂદ, ચંપા,ચમેલી,પારિજાત,શેતુર,જામફળ ,તુલસી,અશ્વગંધા,સર્પગંધા જેવું વિવિધતા સભર વાવેતર છત બગીચામાં થઈ શકે છે.

તેના કારણે પક્ષીઓ અને પતંગિયા ઘરના મહેમાન બને છે.ઘરની સુંદરતાને હરિયાળો ઓપ મળે છે.વાતાવરણ પ્રમાણમાં ઠંડુ રહે છે.અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય છે.જેમાં છોડ વાવો એવા ડ્રમના તળિયે પાણીના નિતાર માટે બે ત્રણ કાણાં રાખવા અને નીતરતું પાણી ભેગું કરવા નાનું વાસણ રાખવાની ભલામણ કરવામાં આવે છે. છત ઉદ્યાનની જેમ પોલીથીન ની મોટા કદની કોથળીઓમાં મુખ્યત્વે શાકભાજી અને ફૂલ છોડનો ગની બેગ ગાર્ડન ઉછેરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

rooftop garden, Bhupendrasinh chunashma

કહેવત છે કે મન હોય તો માળવે( અને હવે માંડવે) જવાય.તેને બદલીને કહી શકાય કે મન હોય તો બગીચો ઉછેરાય.અને તેનો શ્રેષ્ઠ વિકલ્પ આ રૂફ ટોપ ગાર્ડન એટલે કે છત ઉદ્યાન બની શકે છે.હા,છતની મજબૂતી પ્રમાણે ડ્રમ ની સંખ્યા રાખવાની તકેદારી અવશ્ય લેવી.

વન વિભાગના નિવૃત્ત ઉચ્ચ અધિકારી પંડિતે રૂફ ટોપ ગાર્ડન નો વિચાર આપ્યો

સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા એ જણાવ્યું કે પ્રત્યેક ઘરને પોતાનો બગીચો શક્ય બને એવો રૂફ ટોપ ગાર્ડનનો વિચાર અને પરિકલ્પના રાજ્ય વન વિભાગના નિવૃત્ત ઉચ્ચ અધિકારી અને હાલમાં સલાહકાર તરીકે કાર્યરત એસ.જે. પંડિત નો છે. તેમણે આ મોડેલની ભેટ આપી છે.જ્યારે હાલમાં રાજીવ નગર એસ.ટી.પી.ખાતે જે મોડેલ રૂફ ટોપ ગાર્ડન ઉછેર્યો છે તેને સાકાર કરવામાં વડોદરા ખાતેના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદી એ યોગદાન આપ્યું છે.