VDR 3

વડોદરા સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરતા અદના સેવકોનું સન્માન

ખાસ ફરજ પરના અધિકારીએ વ્યક્તિગત શુભચેષ્ઠા દાખવતા ચાર સ્મશાનોના અંતિમ સંસ્કાર સેવકોનું કર્યું સન્માન અભિવાદન: તમારી હિમતભરી અને અવિરત સેવાઓ માટે શહેર સદૈવ તમારૂ ઋણી રહેશે

વડોદરા, ૦૮ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે અદકેરી સંવેદનશીલતા દાખવતા આજે વડોદરા શહેરના ખાસવાડી,અકોટા,ગોત્રી અને વાસણા સ્મશાનો ખાતે કોવિડની મહામારીની શરૂઆતથી આજ દિન સુધી અવિરત સેવા આપી રહેલા અંતિમ સંસ્કાર સેવકો સાથે સૌજન્યભર્યો સંવાદ કર્યો હતો અને આ કટોકટી દરમિયાન તેમને થયેલો અનુભવો સાંભળ્યા હતા.

તેમણે જણાવ્યું કે છેલ્લા દશ દિવસ દરમિયાન વડોદરામાં કોવિડની પરિસ્થિતમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.આ લોકો અનેરી હિંમત દાખવીને અને થાક્યા વગર કોવિડ મૃતકોના અંતિમ સંસ્કારની ફરજો ખૂબ નિષ્ઠાપૂર્વક અદા કરી રહ્યાં છે એવી લાગણી વ્યક્ત કરતાં ડો.રાવે જણાવ્યું કે જ્યારે કેટલાક સંતાનો પોતાના સ્વજનો ના અંતિમ સંસ્કારમાં જોડવામાં ખચકાટ અનુભવતા હતા,પી.પી.ઇ.કીટ પહેરી હોવા છતાં ડરતા હતા,તેવા કટોકટીના સમયે આ સેવકોએ જરાય પીછેહઠ કર્યા વગર અંતિમ સંસ્કારનું તેમનું કર્તવ્ય અદા કર્યું છે.તેમની ફરજ પરસ્તિ માટે વડોદરા શહેર સદૈવ તેમનું ઋણી રહેશે.

Advt Banner Header

આ લોકોની અમૂલ્ય અને અણથક સેવાઓને બિરદાવવા ની વ્યક્તિગત શુભચેસ્થા રૂપે તેમણે આ લોકોનું સન્માન સહ હાર્દિક અભિવાદન કર્યું હતું.તેઓ જી.ઇ. બી.ગેસ્ટ હાઉસ ખાતે અને ખાસવાડી ખાતે આ લોકોને મળ્યા હતા.

સેવકોએ તેમના અનુભવો વર્ણવતા જણાવ્યું કે સરકારી દવાખાનાના વાહનમાં મૃતદેહ લઈને આવતા સેવકો અમારા કામમાં મદદરૂપ બને છે.ખાસ કરીને મૃતકોના સ્વજનો પૈકી કેટલાંક એટલાં બધાં ડરેલા હોય છે કે પૂરી વિગતો લખાવવા પણ રોકાતા નથી અને બોડી મૂકીને જતાં રહે છે. અસ્થીને પણ અડકવાની તૈયારી ન હોય એવા બનાવો અમે જોયાં છે.હજુ પણ આ ભય જોવા મળી રહ્યો છે.

loading…