Deesa

Relief Fund: બનાસકાંઠા ભૂસ્તર વિભાગ એ રૂ 22 લાખ રાહત ફંડ આપ્યું..

Relief Fund: કલેકટર ના માર્ગદર્શન હેઠળ ડિસ્ટિક મીનરલ ફંડ માંથી ફાળવણી કરી..

અંબાજી કોટેલ હોસ્પિટલ માં સુવિધા ઉભી થશે..

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૦૪ મે:
Relief Fund: બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ગયા વર્ષ ની જેમ ચાલુ સાલે પણ કલેકટરે ના માર્ગદર્શન હેઠળ રૂ 22 લાખ નો ફંડ સુવિધા ઉભી કરવા આપેલ સાથે અંબાજી માર્બલ એસોસિએશન પણ રૂ 17 લાખ ની મદદ કરેલ….

Deesa relief fund

બનાસકાંઠા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ કોરોના મહામારી ની સ્થિતિ માં પણ વર્ષ દરમ્યાન રૂ 15 કરોડ ની વધારી ને રૂ 75 કરોડ ની વિક્રમી આવક મેળવી છે સાથે કોરોના મહામારી માં જિલ્લા ના તંત્ર સાથે રહીને કામગીરી કરો રહ્યુ છે.ત્યારે જિલ્લા કલેકટર આનંદ પટેલ ના માર્ગદર્શન હેઠળ ડિસ્ટિક મિનરલ ફંડ માંથી અંબાજી કોટેજ હોસ્પિટલમાં બેડની સુવિધા ઉભી કરવા અને મેડિકલ ઈકવિપમેન્ટ ની ખરીદી કરવા રૂ 22 લાખની ફાળવણી કરી કોરોના મહામારી માં રાહતરૂપ (Relief Fund) મદદ કરેલ સાથે ભૂસ્તર અધિકારી સુભાષ જોશી ના માર્ગદર્શન હેઠળ અંબાજી માર્બલ એસોસિએશન દ્વારા રૂ 17 લાખના ખર્ચે એક એમ્બ્યુલન્સ વાન, આર ઓ પ્લાન્ટ,અને વિસ જેટલી ઓક્સિજન બોટલ ,વોટર કુલર આપવામાં આવેલ.આમ જિલ્લાના લીજ ધારકો દ્વારા અવારનવાર સંકટ સમયે તંત્ર ની પડખે રહીને મદદરૂપ માં તત્પર રહે છે.

Whatsapp Join Banner Guj

આ બાબતે જિલ્લા ભુસ્તર અધિકારી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે કલેકટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ રૂ 22 લાખ ડિસ્ટિક મિનરલ ફંડ માંથી આપવામાં આવેલ અને રૂ 17 લાખ ના ખર્ચે અંબાજી માર્બલ એસોસિએશન એ એમ્બ્યુલન્સ સહિત ની સેવાઓ આપેલ.જોકે કોરોના મહામારી સમયે સરકાર ની આવક પણ ગતવર્ષ કરતા રૂ 15 કરોડ નો વધારો કરેલ અને સાથે કોરોના સમયે ભૂસ્તર વિભાગ અને લીજ ધારકો મદદ માટે(Relief Fund) તત્પર રહેલ.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ગત વર્ષે કોરોના મહામારી સમયે પણ દવાઓની ખરીદી અને મેડિકલ સેવા માટે મદદરૂપ થયા હતા અને ચાલુ સાલે પણ મદદરૂપ થઈને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ..

આ પણ વાંચો…Train cancel: ગાંધીધામ-જોધપુર વિશેષ ટ્રેન રદ રહેશે

ADVT Dental Titanium