JMC 2

Relief camp: જામનગરમાં બહારગામ થી આવતા કોરોનાના દર્દીઓના સ્વજન માટે રાહત કેમ્પ

Relief camp: સ્થાનિક લોકો અને જ્ઞાતિ મંડળ દ્વારા દર્દીઓના સ્વજન માટે વિના મૂલ્યે રહેવા જમવા ની વ્યવસ્થા કરવામાં આવી

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૪ એપ્રિલ:
Relief camp: જામનગર માં કોરોના પોઝિટિવ નો આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે કોરોના દર્દીઓને તો હોસ્પિટલ માં રહેવા જમવાની વ્યવસ્થા મળે છે પણ દર્દીઓના પારિવારજનોને હોસ્પિટલ બહાર રહેવા જમવાની સગવડતા મળે તે માટે જામનગર ની અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ તેમજ સ્વયંભૂ લોકો આગળ આવી સેવાનો એક મહાયજ્ઞ ની શરૂઆત કરી છે

Whatsapp Join Banner Guj

છોટીકાશી જામનગર માં સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલ માં દરરોજ ના મોટી સંખ્યા માં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે દર્દીઓને (Relief camp) તો હોસ્પિટલ માં રહેવા જમવાની પૂરતી સગવડતાઓ મળી રહે છે જ્યારે કોરોના દર્દીઓના સગાઓને હોસ્પિટલ બહાર પોતાના સ્વજનો માટે રોકાવું પડતું હોય ત્યારે બહારગામથી આવતા પરિવારજનોને રહેવા જમવાની મુશ્કેલી ના પડે તે માટે જામનગર ની અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ અને સ્વયંભૂ લોકો એ સેવાનો મહાયજ્ઞ ની શરૂઆત કરી છે

Relief camp

ગુરૂગોવિંદસિંઘ કોવિડ સિવિલ હોસ્પિટલ નજીક રાઠોડ નિવાસ કહતે સ્વયંભૂ 5 મિત્રો એ કોરોના દર્દીઓના પરિવારજનોએ માટે (Relief camp) ની:શુલ્ક બપોરના ભોજનની વ્યવસ્થા કરી છે તેમજ જ્યાં સુધી કોરોના પરિસ્થિતી રહેશે ત્યાં સુધી મિત્રો દ્વારા આ સેવયજ્ઞ ચાલુ રાખવામા આવશે અને જરૂર પડ્યે દરરોજ 300 થી વધુ લોકો માટે બપોર અને રાત્રિ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું આ ઉપરાંત શહેર ના સતવારા સમાજ અને પટેલ સમાજ દ્વારા પણ બહારગામ થી આવતા પોતાના જ્ઞાતિજનો માટે કલેકટર રવિશંકર ની અપીલ થી કોરોના દર્દીઓના પરિવારજનોએ માટે બપોર અને રાત્રિ ભોજન તથા રહેવા માટેની સુંદર વ્યવસ્થા સમાજ – જ્ઞાતિ ની વાડીએ કરવામાં આવી છે.

આ પણ વાંચો…ચિંતાની વાત: રાજ્યમાં આજે નવા(Gujarat corona) 7410 કેસ નોંધાયા, તો બીજી બાજુ સ્મશાનગૃહમાં જગ્યા ખૂટી પડી!