Ram mandir Ayodhya edited e1625732879431

Ram Mandir: રામ મંદિર ડોનેશન માટે અપાયેલા ચેક બાઉન્સ થયા હજારોની સંખ્યામાં…..

Ram Mandir: ડોનેશન દાતાઓ પાસે ફરીથી ચેક આપવા માટેની વિનંતી કરી રહી છે.

અમદાવાદ , ૧૬ એપ્રિલ: Ram Mandir: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અર્થે વિશ્વ હિંદુ પરિષદને ડોનેશન તરીકે આપવામાં આવેલા  કરોડો રૂપિયાના હજારો ચેક બાઉન્સ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક ઓડિટ રિપોર્ટમાં આ વાત જાહેર થઈ છે.

Whatsapp Join Banner Guj

Ram Mandir: રિપોર્ટ અનુસાર 22 કરોડ રૂપિયા ના લગભગ 15000 ચેક બાઉન્સ થયા છે. બેંક ખાતામાં પૈસાની અછત અથવા ટેકનિકલ ખરાબીને કારણે આ ચેક બાઉન્સ થવાની શક્યતા છે. જોકે બેન્ક પોતાની ટેકનિકલ ખરાબીને સુધારવાના પ્રયત્નો માં લાગી ગઈ છે. ટ્રસ્ટના એક સદસ્યના જણાવ્યા અનુસાર, ટેકનિકલ ખરાબીને કારણે થયેલી ગડબડ ને લીધે ડોનેશન દાતાઓ પાસે ફરીથી ચેક આપવા માટેની વિનંતી કરી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદે 15 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી ડોનેશન એકઠું કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું હતું.

ADVT Dental Titanium

એ દરમિયાન જ તેમને હજારોની સંખ્યામાં ચેક મળ્યા હતા. રામ મંદિર (Ram Mandir) નિર્માણ અર્થે  અંદાજે 5000 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે. જોકે ટ્રસ્ટે આ દાનમાં મળેલી રકમ વિશે અંતિમ આંકડો જાહેર કર્યો નથી.

આ પણ વાંચો…Mahakumbh 2021: ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ-સંતોમાં કોરોનાના લક્ષણો જોવા મળતા લેવાયો આ મોટો નિર્ણય