Poonam madam vaccine 3105

જામનગરના સાંસદ પૂનમબેન માડમે(Poonam madam vaccination) સપરિવાર વેકસીનનો બીજો ડોઝ લઈ અન્યોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી

Poonam madam vaccination: લોકોને પ્રધાનમંત્રીના ‘દવાઈ ભી, ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરવા સાંસદ પૂનમબેનનું આહવાન

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૧ જૂન:
Poonam madam vaccination: નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદપૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ શહેરની જી.જી.હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ લઇ અન્ય નાગરિકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી હતી.

Poonam madam family vaccination

આ તકે સાંસદએ (Poonam madam vaccination) જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોનાની મહામારી સામે મજબૂતીથી લડી રહ્યો છે ત્યારે આ મહામારી સામે લડવાનું મજબૂત હાલના તબક્કે જો કોઈ હોય તો તે એક માત્ર વેકસીન જ છે. અને તેથી જ મેં પણ આજે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વેક્સિન કોરોના મહામારી સામે લડવામાં ચોક્કસપણે મદદરૂપ થાય છે

પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘દવાઈ ભી,ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરી માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા વારંવાર હાથ ધોવા પણ એટલા જ જરૂરી છે. કોરોના સામે લોકોને જાગૃતિ દાખવી પોતાની જાતને સુરક્ષિત કરવા અને જ્યારે પણ પોતાનો ક્રમ આવે ત્યારે અચૂક વેક્સિન લેવા સાંસદએ અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તકેદારી રાખીશું તો ચોક્કસ આ મહામારી પર વિજય મેળવીશું.

Whatsapp Join Banner Eng

આ તકે (Poonam madam vaccination) સાંસદ પૂનમબેન માડમની સાથે મેયર બિનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રીમતી નંદીની દેસાઇ, કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. ચેટરજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો…Ahmedabad: ધોલેરા સ્થિતિ શાળામાં અલ્પેશભાઈ રવિયા શિક્ષણ સહાયક તરીકે જોડાયા, કહ્યું- માતા પિતાની અંતિમ ઈચ્છા આજે સાકાર થઇ

ADVT Dental Titanium