GM WR Alok kansal

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા અમદાવાદ ડિવિજનના અધિકાર ક્ષેત્રના માનનીય સાંસદો સાથે બેઠકનું આયોજન

wr agm MP Meeting

અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા અમદાવાદ ડિવિજનના અધિકાર ક્ષેત્રમાં આવતા માનનીય સાંસદો સાથે વર્ચુઅલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને વીડિયો લિંકના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.

ડિવિજનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ કાર્યક્રમની શરૂઆતમાં ડેપ્યુટી જનરલ મેનેજર (સામાન્ય) શ્રી પરીક્ષિત મોહનપુરીયાએ ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે વીડિયો લિંક દ્વારા ઉપસ્થિત તમામ માનનીય સાંસદોને શ્રીફળ અને સ્મૃતિ ચિહ્ન રજૂ કરતી વખતે તેમણે તેમના તમામ વરિષ્ઠ અધિકારીઓનો પરિચય કરાવ્યો અને સ્વાગત પ્રવચન આપ્યું. ત્યારબાદ ઉપસ્થિત માનનીય સાંસદો ધ્વારા ડો.કિરીટ સોલંકીને બેઠક માટે અધ્યક્ષ તરીકે નિમાયા હતા. આ દરમિયાન, અમદાવાદ ડિવિજન દ્વારા આપવામાં આવતી મુસાફરોની સુવિધાઓ અને હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ વિશે પાવર પ્રેઝન્ટેશન દ્વારા તમામ માનનીય સાંસદને અવગત કરવામાં આવ્યા હતો.

Railways banner

સ્વાગત ઉદબોધન દરમિયાન શ્રી કંસલે માનનીય સાંસદોને અવગત કરવામાં આવ્યા કે, પશ્ચિમ રેલ્વે પર યાત્રી હિત માટે પરિયોજનાઓ અને યાત્રી સુવિધાના વિકાસના કાર્યમાં માનનીય સાંસદોનું મહત્વપૂર્ણ ફીડબેક અને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, પશ્ચિમ રેલ્વે તેના સમ્માનિય યાત્રીઓને હરસંભવ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અગ્રિમ રહ્યું છે તથા સંરક્ષા, સેવા અને ગતિ ના યોગ્મંત્ર ને અમલ કરતાં રેલ તંત્રને હમેશા સુદ્રઢ બનાવ્યું છે. કોરોના મહામારી દરમિયાન, પશ્ચિમ રેલ્વેએ વિપરીત પરિસ્થિતિઓમાં કામ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને સમગ્ર ભારતીય રેલ્વેમાં 25% આવક ફક્ત પશ્ચિમ રેલ્વે દ્વારા મળે છે. જે ગૌરવની વાત છે. લોકડાઉન સમયમાં, અમે 1234 શ્રમિક ટ્રેનો ચલાવીને કોરોના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને 26 લાખથી વધુ ફૂડ પેકેટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.બેઠક દરમિયાન માનનીય સાંસદોએ તેમના સંબંધિત વિસ્તારોમાં મુસાફરોની સુવિધા વધારવા, નવી ટ્રેનો ચલાવવા, તેમના વિસ્તારના સ્ટેશનો પર ટ્રેનોનાં સ્ટોપેજ પૂરા પાડવાની અને હાલમાં ચાલી રહેલા વિવિધ રેલ્વે પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

જેથી સ્થાનિક લોકોને જલ્દીથી તેમના સંપૂર્ણ લાભ મળી શકે.જનરલ મેનેજર શ્રી કંસલે તમામ માનનીય સાંસદોને ખાતરી આપી હતી કે તેમની બધી યોગ્ય માંગણીઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે અને આ માટે રેલવે મંત્રાલય કક્ષાએ પણ જણાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે હાલમાં અમદાવાદ ડિવિજન પર ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ્સને ઝડપ સાથે કરવામાં આવી રહ્યા છે અને તેના લક્ષ્યાંક મુજબ તે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે.વીડિયો લિંક દ્વારા આયોજીત આ વર્ચ્યુઅલ મીટીંગમાં અમદાવાદ ડિવિજનના અધિકાર ક્ષેત્રના માનનીય સાંસદોમાં સૌ શ્રી ડો.કિરીટ સોલંકી, શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી વિનોદ ચાવડા, શ્રીમતી શારદાબેન પટેલ, શ્રી ભરતસિંહજી ડાભી, શ્રી મહેન્દ્રભાઇ મુંજપરા, શ્રી. શક્તિસિંહ ગોહિલ, શ્રી નરહરિ અમીન, ડો.અમી યાજ્ઞિક, શ્રી જુગલસિંહ લોખંડવાલા અને શ્રીમતી રમિલા બેન બારા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના સમાપન સમયે જનરલ મેનેજર શ્રી આલોક કંસલે આ વર્ચુઅલ મીટીંગ દરમિયાન તમામ માનનીય સાંસદોને તેમના મૂલ્યવાન સમય આપવા માટે અને લોકહિતને લગતા સૂચનો પર ચર્ચા કરવા બદલ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની માંગણીઓ અંગે તત્કાળ પગલા ભરવાનું વચન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ડેપ્યુટી જનરલ મેનેજર (સામાન્ય) શ્રી પરીક્ષિત મોહનપુરીયાએ આભાર માન્યો હતો.