Chekdam 2

સુરત ૨૦૧૯-૨૦માં અંદાજે રૂ.૧.૯૬ કરોડના ખર્ચે કુલ ૧૫ પૂર સંરક્ષણ યોજનાની કામગીરી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૪ નવેમ્બર: વરસાદના પાણીનું સંરક્ષણ અને પૂરના પાણીનું વ્યવસ્થાપન જેવી જળ સંરક્ષણ પદ્ધતિઓ ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે. ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી અને માંગરોલ એમ કુલ ૭ તાલુકામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે નદી, ખાડી કે કોતરમાં આવતાં પૂરને લીધે કિનારે આવેલી જમીનનું ધોવાણ થતું અટકાવવા વર્ષ ૨૦૧૯-૨૦માં અંદાજે રૂ. ૧.૯૬ કરોડના ખર્ચે કુલ ૧૫ પૂર સંરક્ષણ યોજનાની કામગીરી કરવામાં આવી છે એમ સુરત જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

whatsapp banner 1