W

અમદાવાદ ડિવિજન દ્વારા ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

 અમદાવાદ, ૧૦ નવેમ્બર: અમદાવાદ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા અમદાવાદ ડિવિઝન કાર્યાલયમાં કાર્યરત કર્મચારીઓ માટે ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ આ ટૂર્નામેન્ટની શરૂઆત અપર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અનંત કુમાર અને શ્રી પરિમલ શિંદે દ્વારા કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં પુરુષ વર્ગમાં 20 ખેલાડીઓએ અને મહિલા વર્ગમાં 04 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

whatsapp banner 1

હાલના પરિપ્રેક્ષ્યમાં ભારત સરકારે જારી કરેલા માર્ગદર્શિકાને અનુસરીને આ ટૂર્નામેન્ટ સંપૂર્ણ ઉમંગ અને ઉત્સાહથી યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના પરિણામમાં પુરુષ વર્ગમાં શ્રી અભિષેકકુમાર સિંહ – વરિષ્ઠ મંડલ મિકેનિકલ એન્જિનિયર પ્રથમ, શ્રી એમ.એ.શાહ – મુખ્ય આરક્ષણ નિરીક્ષક દ્ધૃતીય અને શ્રી આશિષ ઉજલાયન સહાયક વાણિજ્ય પ્રબંધક ત્રીજા સ્થાને રહ્યા. મહિલા વર્ગ કુમારી નિધિ – લેખા સહાયક,લેખા વિભાગ પ્રથમ, શ્રીમતી ધન્યા જય વરિષ્ઠ ક્લાર્ક, સ્થાપના વિભાગ બીજા ક્રમે હતા. પુરુષ વર્ગની ફાઈનલ 05 સેટની ફાઇનલમાં શ્રી અભિષેકકુમારસિંહે શ્રી એમ.એ.શાહને 13-11,21-19 અને 11-7 ના ત્રણ સેટમાં સીધા હરાવી ચેમ્પિયનશિપ પોતાના દમ પર જીતી લીધી.

ડિવિજનલ રેલ્વે મેનેજર શ્રી દિપક ઝાએ તમામ વિજેતાઓને શુભેચ્છા પાઠવી છે.  વરિષ્ઠ મંડલ મિકેનિકલ એન્જિનિયર (કોઓર્ડિનેશન) શ્રી અભિષેક કુમાર સિંહ, શ્રી સાહિબજોત સિંહ અને શ્રી લોકેશ ટેબલ ટેનિસ પ્લેયર્સની દેખરેખ હેઠળ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય કલ્યાણ નિરીક્ષક શ્રી રાજેશ ઠાકુર અને શ્રીમતી ચારૂલતા ટુર્નામેન્ટના આયોજનમાં મહત્ત્વપૂર્ણ હતા.