WhatsApp Image 2020 12 07 at 1.08.41 PM

જામનગર શહેરમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

Minister of State Dharmend Singh Jadeja inaugurating development works in Jamnagar city

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩, ૪ અને ૧૦માં અંદાજીત રૂ. ૯૮.૭૯ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૭ ડિસેમ્બર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩માં (૧)નહેરુનગર, (૨)શ્રીનાથજી વાળી શેરી (૩) ઇન્દિરા સ્કૂલની આસપાસની શેરીઓમાં સી. સી. બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૨૦.૪૬ લાખ, વોર્ડ નં. ૪ માં ખડખડનગર, હર્ષદ પ્રો. સ્ટોરથી નારણભાઈ સરવૈયાના ઘર સુધી સી.સી.રોડનું કામ અંદાજિત ખર્ચ રૂ. ૨.૪૬ લાખ, મિલન સોસાયટી, રવિરાજસિંહ જાડેજાના ઘરવાળી શેરીમાં તથા આંતરિક શેરીઓમાં સી.સી.રોડ તથા સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૭.૮૨ લાખ, નવાગામ ઘેડ જશવંત સોસાયટીમાં આઇ.કે.જાડેજાના ઘર પાસે સી.સી.રોડ તથા બ્લોકનું કામ

whatsapp banner 1

અંદાજીત ખર્ચ રૂ. ૩.૩૫ લાખ, નવાગામ ઘેડ રાજપૂત સમાજ પાસે, કોમન પ્લોટમાં સી.સી. બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ.૬.૮૦ લાખ, નવાગામ ઘેડ, જલારામ સોસાયટીમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૧.૫૦ લાખ, ગાયત્રી ચોક થી શંકરના મંદિર તરફ સી.સી. રોડનું કામ અંદાજિત રૂ.૫.૭૫ લાખ, ૮૦ ક્વાર્ટર પાસે ચોકમાં તથા હેમતસિંહના ઘરવાળી શેરી તથા શૈલેન્દ્રસિંહ વાઢેર તથા વિક્રમસિંહ ઝાલાના ઘરવાળી શેરીમાં સી.સી. બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ.૨.૮૪ લાખ,મધુવન સોસાયટી ચામુંડા પાનથી દાદુભાઇની હોસ્ટેલ સુધી સી.સી.બ્લોક અંદાજીત ખર્ચ રૂ. ૫ લાખ, ૮૦ કવાર્ટર પાસે શૈલુભાના ઘર પાસેથી સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧.૫૩ લાખ,

Minister of State Dharmend Singh Jadeja inaugurating development works in Jamnagar city

વિક્રમસિંહ જાડેજાના ઘર પાસે ચોકમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૪૮,૦૦૦, ઇન્દિરા સોસાયટીમાં જુદી-જુદી ૭ શેરીઓમાં સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૨૯.૭૦ લાખ, વોર્ડ નં.૧૦ માં ગોમતીપુર સ્મશાન પાછળની શેરીમાં સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૮.૧૦ લાખ, નાગનાથ ગેટ, મહેશ્વરીનગર ચોક નં.૨માં નાવણી (વોશિંગ ઘાટ) બનાવવાનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૩ લાખ મળી કુલ અંદાજીત રૂ. ૯૮.૭૯ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

Minister of State Dharmend Singh Jadeja inaugurating development works in Jamnagar city

આ તકે તેમની સાથે મેયર હસમુખભાઇ જેઠવા, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજ્પ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, ગોપાલભાઇ સોરઠીયા, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ધીરુભાઈ કારીયા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા,વોર્ડ નં.૩ ના કોર્પોરેટરો-અગ્રણીઓ દિનેશભાઈ પટેલ, અલકાબા જાડેજા, ભાવેશભાઈ કાનાણી, દીપકભાઈ વાછાણી, છાપીયાભાઇ, વોર્ડ નં.૪ના કોર્પોરેટરો-અગ્રણીઓ રચનાબેન નંદાણીયા, કેશુભાઈ માડમ, જયરાજસિંહ જાડેજા, દિલીપસિંહ જેઠવા, ગજેન્દ્રસિંહ જાડેજા, આઈ.કે.જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, વિજયસિંહ ગોહિલ, કાંતિભાઈ બારોટ, શૈલેષભાઈ વાઘેલા, સુરેશભાઈ કારીયા, શૈલેન્દ્રસિંહ વાઢેર, રામજીભાઈ બારૈયા તેમજ વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો