Kirti ben Bhavnagar mayor edited

ભાવનગર ના નવા મેયર કીર્તિબેન દાણીધારિયા (Mayor Kirtiben Danidharia) વરણી : ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ

Mayor Kirtiben Danidharia
કીર્તિબેન દાણીધારિયા, મેયર ભાવનગર

અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર
ભાવનગર, ૧૦ માર્ચ:
મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ મહિલા અનામત હોવાથી આજે પ્રથમ યોજાનાર બેઠકમાં મેયર, (Mayor Kirtiben Danidharia) ડે.મેયરની ચુંટણી અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મેયર પદે કીર્તિબેન દાણીધરીયા, ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે ધીરૂભાઈ ધામેલીયાના નામની પસંદગી કરવામાં આવી છે.

Kumar shah dy Mayor Bhavnagar
કુમાર શાહ, ડે.મેયર ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકાના મેયર,(Mayor Kirtiben Danidharia) ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક માટે મંગળવારે ગાંધીનગર પ્રદેશ પાર્લામેન્ટરીમાં સંકલન બેઠક યોજાઇ હતી. જો કે આ વર્ષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાં નવા નિયમ પ્રમાણે યુવા ચહેરાઓને ચુંટણી મેદાને ઉતારી ચુંટણી લડાવી હતી તેમ ૬ મહાનગરપાલિકાઓના મેયર માટે પણ નવા ચહેરા તેમજ યુવા વર્ગની પસંગી કરવામાં આવી રહી હતી. પાર્લામેન્ટરીમાં જ્ઞાતિના સમીકરણ પ્રમાણે પેનલમાં નામ મુકાઈ ગયા બાદ પણ શહેર સંગઠન, બંને ધારાસભ્યો અને સાંસદ વચ્ચેની મારા અને સારાની ખેંચતાણ ચાલી હતી.

ADVT Dental Titanium

આ વખતે ભાવનગરમાં ભાજપનો મહાપાલિકામાં 44 બેઠકો સાથે ભવ્ય વિજય થયો છે. જયારે વિપક્ષને માત્ર આઠ બેઠકો મળી છે. આજે મળનારી સાધારણ સભામાં મેયર સહિતના નામો જાહેર થવાના છે, તે પૂર્વે મેયર પદ માટેના નામની ભારે ખેંચતાણ ચાલી હતી. મેયર પદ માટે વર્ષાબા પરમાર, કિર્તીબેન દાણીધારીયા,(Mayor Kirtiben Danidharia) યોગીતાબેન પંડ્યા, ભાવનાબેન બારૈયા તથા મીનાબેન પારેખ સહીત પાંચ નામોની ભારે ચર્ચાઓ થઇ હતી.

Whatsapp Join Banner Guj

જો કે આખરે સવારે ૧૦ :૩૦ કલાકે ભાવનગર નાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયા (Mayor Kirtiben Danidharia)નાં નામ ની જાહેરાત કરવામાં આવેલ તેમજ ડે.મેયર તરીકે કુમાર શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન પદે ધીરૂભાઈ ધામેલીયાના નામની પસંદગી કરવામાં આવી છે. તેમજ દંડક- પંકજસિંહ ગોહીલ અને શાસક પક્ષ નેતા બુધાભાઈ ગોહેલ ની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો…મહા શિવરાત્રીના શિવ મહિમા પર્વે બિલી પુરાણ: ભોળાનાથને પ્રિય બીલીપત્ર (Bel leaf)ને લગતી રસપ્રદ વાતો