Corona warrior samman

અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

૧૦૦ થી વધુ તબીબી, મેડીકલ સ્ટાફગણને શાલ, માસ્ક અને સેનેટાઈઝર આપી સન્માનિત કરાયા

અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ સ્વસ્થ થયા છે

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૦૨ ઓક્ટોબર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પાવન અવસરે અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે પૂજ્ય બાપુને ધારાસભ્ય હર્ષ સંઘવી તથા મહાનુભાવો હસ્તે મહાત્મા બાપુની તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એક સોચ સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન હજારો દર્દીઓની નિસ્વાર્થ અને વિનામૂલ્યે સેવા કરનાર અટલ સંવેદના સેન્ટરના ૧૦૦ થી વધુ ડોકટરો, નર્સીગ સ્ટાફ, મેડીકલ ટીમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા એક સોચ સંસ્થાના રીતુ રાહી, હેતલ દેસાઈ તથા તેમની ટીમને માસ્ક અને સેનેટ રાઈઝર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સેન્ટર ખાતે અત્યાર સુધી ૧૨૦૦થી વધુ દર્દીઓ સારવાર લઇ સ્વસ્થ થઈ પોતાના ઘરે ગયા છે. હાલ ૬૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સેન્ટર ખાતે ૧૦૮ની ટીમ ખડે પગે રહી સેવા બજાવે છે જેથી ૧૦૮ની ટીમના સભ્યોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ સેન્ટરના ઇન્ચાર્જ કૈલાશબેનની સેવાને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા તથા અશોક રાયકા, દિવ્યેશ ભાઈ, સેન્ટરના ઈન્ચાર્જ કૈલાશબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

loading…