Mata Yasoda Award 2

માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ તથા ગુજરાત હેન્ડ વોશિંગ કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતિ નિમિત્તે

  • મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ તથા ગુજરાત હેન્ડ વોશિંગ કેમ્પેઈનનો કાર્યક્રમ
  • મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે રૂ. ૫૯૮૬.૯૨ કરોડના ૮૩૫ માળખાકીય સુવિધાોઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજનઃઆંગણવાડી અંગેની નંદ ઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન(NITA)નું ઇ-લોન્ચીંગ

અહેવાલ: સોનલ/રાધિકા વ્યાસ 

રાજકોટ, તા. ૨, ઓક્ટોબર: ગાંધી જયંતિ નિમિતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂ. ૫૯૮૬.૯૨ કરોડના ૮૩૫ માળખાકીય સુવિધાોઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કર્યું હતું અને આંગણવાડી અંગેની માહિતી આપતી નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન(NITA)નું ઇ- લોન્ચીંગ કર્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સંયુકતપણે રાજકોટના અટલ બિહારી બાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ભાવનાત્મક હાજરીમાં પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.  બીજી ઓક્ટોબરના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૮૩૫  જેટલાં આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન કરાયું હતું. આમંત્રિતોના હસ્તે જિલ્લા કક્ષાનાં માતા યશોદા એવોર્ડ વિતરણ કરાયું હતું. અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે આંગણવાડીની બહેનો દ્વારા સાત સ્ટેપના હેન્ડ વોશિંગનું નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. 

 પોષણ આરતી દ્વારા કાર્યક્રમનો શુભારંભ બાદ કિશોરીઓ દ્વારા પદ્ધતિસર હેન્ડવોશનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે ૧૦ લાભાર્થીઓને હેન્ડ વોશ નિદર્શન કીટ અને સહભાગી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયા સ્વચ્છતા પર ભાર મૂકી કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડે પ્રાસંગિક ઉદ્દબોધન નિમિતે કોરોના બાબતે જાગૃતિ કેળવવા જણાવ્યું હતું. મેયરશ્રી બીનાબેન આચાર્યએ રાજ્યભરમાં ચાલતાં પોષણના કામો અને આંકડાકીય બાબતોનું વિશ્લેષણ કર્યું હતું. 

આ કાર્યક્રમમાં ગુજરાત રાજય બિન અનામત આયોગના અધ્યક્ષશ્રી હંસરાજભાઇ ગજેરા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરત બોઘરા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈયાણી અને શ્રી લાખાભાઈ સાગઠીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવશિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, આંગણવાડીની બહેનો તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

loading…