Oxygen Express by WR

પશ્ચિમ રેલવેએ 7420 ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું(liquid medical oxygen) પરિવહન કર્યું.

liquid medical oxygen: 8 જૂન, 2021 સુધી ભારતીય રેલવે દ્વારા વિવિધ રાજ્યોને 1603 ટેન્કરો દ્વારા  27600 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડેલ છે.

અમદાવાદ ,૦૯ જૂન: liquid medical oxygen: દેશભરના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાના પ્રયત્નો ચાલુ રાખતા પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત લડતને મજબૂતી પ્રદાન કરવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત પુરી પાડવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના પરિવહન માટે 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે દોડાવવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવી છે અને આ ટ્રેનોમાં 399  ટેન્કરો દ્વારા લગભગ 7420 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) નું પરિવહન કરવામાં આવેલ છે. વહેલી તકે તેમના પોતાના ગંતવ્ય સ્થળો સુધી પહોંચવા માટે આને અગ્રતાના આધારે અવિરત માર્ગ પર દોડાવવામાં આવી રહેલ છે.

Railways banner

રાજકોટ ડિવિઝનમાં હાપાથી 41 ઓક્સિજન એકસપ્રેસ ટ્રેનો (liquid medical oxygen) દિલ્હી, ગુડગાંવ, કલંબોલી, કનકપુરા અને કોટા માટે દોડાવવામાં આવી હતી અને 223 ટેન્કર દ્વારા 4227.25 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું જ્યારે 28 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો કાનાલુસથી બેંગ્લોર, ગુંટુર, કનકપુરા, ઓખલા અને સનતનગર  માટે દોડાવવામાં આવી હતી તથા 136 ટેન્કરો દ્વારા 2542.15 ટન  લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું.અમદાવાદ ડિવિઝનમાં મુન્દ્રા પોર્ટથી પાટલી, સનતનગર અને તુગલકાબાદ માટે  7 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો / કન્ટેનરો દોડાવવામાં આવ્યા હતા

અને 24 ટેન્કર દ્વારા 421 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન (liquid medical oxygen) કરાયું હતું. આવી જ રીતે, 8 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ભટિંડા અને દિલ્હી માટે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાંથી 5 ટ્રેનો વડોદરાથી રવાના થઈ હતી અને 10 ટેકરો દ્વારા  157.75 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું, જ્યારે 3 ટ્રેનો હજીરા પોર્ટથી દોડાવવામાં આવી હતી અને 6 ટેન્કરો દ્વારા 72.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું હતું.

આ પણ વાંચો…મનોજ વાજપેઈ-સામંથા સ્ટારર ‘The family man-2’ને આ ફિલ્મમેકરે બૅન કરવાની માંગ કરી, વાંચો શું છે મામલો

8 જૂન, 2021 સુધી ભારતીય રેલવે દ્વારા વિવિધ રાજ્યોને 1603 ટેન્કરો દ્વારા  27600 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (liquid medical oxygen) (LMO) પહોંચાડેલ છે. ભારતીય રેલવે ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને શક્ય તેટલા ઓછામાં ઓછા સમયમાં વધુને વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું સપ્લાય કરવા  પ્રતિબદ્ધ છે.