૭૪મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ શહેર કક્ષાની ઉજવણી 04

કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ: પરિમલ પંડયા

૭૪મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ શહેર કક્ષાની ઉજવણી 04

રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની શહેરકક્ષાની શાનદાર ઉજવણી સંપન્ન

કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ”અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા

રાજકોટ, તા.૧૫ ઓગષ્ટ – આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા દેશના ૭૪માં સ્વાતંત્ર્ય દિનની શહેર કક્ષાની ઉજવણી રાજકોટ સ્થિત ચૌધરી હાઇસ્કુલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાએ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.

કોરોના વોરીયર્સનું સન્માન 3

આ મહામુલી આઝાદીના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃધ્ધી માટે સહભાગી થવા અનુરોધ કરતાં અધિક નિવાસી કલેકટરશ્રી પરીમલ પંડયાએ ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી. આજરોજ દેશની આઝાદીના લડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

કોરોના વોરીયર્સનું સન્માન 1

 ત્યારબાદ ઉપસ્થિત સૌ નાગરિકોને ઉપરોકત અનુરોધ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે આજે આપણા ભારત દેશનો ૭૪ મો સ્વાતંત્ર્ય દિવસ છે. ૧૯૪૭ના આ જ દિવસે આપણા ભારત દેશે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું હતું. તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ પવિત્ર દિવસ છે. સ્વતંત્ર રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે અને આપણા દેશના સીમાડાઓ ઉપર શિયાળા, ઉનાળા અને ચોમાસાની વિપરીત પરિસ્થિતિઓમાં ફરજ બજાવી જાન ગુમાવનાર જવાનોની શહાદતને આપણે આજના દિવસે ખરા દિલથી નમન કરીએ અને સાચી દેશદાઝથી ભરપુર વાતાવરણનું નિર્માણ કરીએ.

રાજય કક્ષાના શ્રેષ્ઠ શીક્ષક એવોર્ડ વિજેતા ઉમેશ વાળાનું સન્માન

શ્રી પંડયાએ જણાવ્યું હતું કે હાલના સમયમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહયું છે. કોરોનાને પરારસ્ત કરવા આપણી સરકારે નાગરીકોને સાથે રાખીને શ્રેણીબધ્ધ પગલાનું આયોજન કર્યું છે. કોરોના સંક્રમણને કારણે લોકોની મુશ્કેલી દુર કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે અનેક નોંધપત્ર કામગીરી બજાવી છે. જેમાં સર્વે ભવન્તુ સુખિન- સર્વે ભવન્તુ નિરામયાના સૂત્રને સાર્થક કરતા રાજકોટ ખાતે રૂપિયા ૧૫૦ કોરોડના ખર્ચે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોવીડ – ૧૯ની સારવાર અર્થે ૫૦૦થી વધુ બેડની આઈ.સી.યુ. તેમજ ઓક્સીજન અને વેન્ટીલેટરની સુવિધા સાથે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલ ખાતે ખાસ કોવીડ કેર સેન્ટર તૈયાર કરી દર્દીઓની આઇસોલેશન અને કવોરન્ટાઇનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી. આ કામગીરીમાં ૫૦ તબીબો, ૧૫૦થી વધુ નર્સ સહિત જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓએ  નિષ્ઠાપૂર્વક કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી છે

કોરોના વોરીયર્સનું સન્માન 2

જેમાં મેડીકલ સારવાર, મનોચિકત્સાવડે સાંત્વના, લોકોને વિનામુલ્યે અને રાહત દરે રાશન મળે, ગંગાસ્વરૂપ બહેનોને સહાય કે પછી પર શ્રમીક સ્પે. ટ્રેન દ્વારા ૧લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને માનભેર વતન પહોંચાડવાના હોય કે ૧૨ લાખથી વધુ જરૂરીયાતમંદ લોકોને વીના મૂલ્યે રાશન વિતરણ, ફુડ પેકેટે વિતરણ આ તમામ કામગીરીમાં આપણે સરકારના લોક કલ્યાણના ઉદેશોને સિધ્ધ કરવા દિન રાત કામ કર્યુ છે. હું આજના આ પર્વે  આ સમયમાં પોતાની અને પરિવારની પરવા કર્યા વગર કામ કરનાર તમામ કર્મચારી અને અધિકારી મિત્રો અને સેવા ભાવી સંસ્થાના કાર્યકરોને અભિનંદન આપું છું.

૭૪મા સ્વાતંત્ર્ય પર્વે વૃક્ષા રોપણ 2

આ તકે શ્રી પંડયાએ ઉમેર્યું હતું કે કોરોનાથી ડરવાની નહીં પણ રાજય સરકારની માર્ગદર્શીકા અનુસાર માસ્કને જીવનનો ભાગ ગણી અપનાવવા સાથે સોશીયલ ડીસ્ટન્સીંગ અને વારંવાર હાથધોવાની તકેદારી રાખી કોરોના સામેના જંગમાં સરકાર સાથે સહયોગ બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ.

આ તકે તેઓએ  કોરોના સામેના જંગમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા. ૯ કરોડથી વધુ તથા પી.એમ. રાહતનિધિમાં રૂપીયા એક કરોડથી વધુનું દાન આપનરા શ્રેષ્ડીઓને પણ વિશેષરુપે બીરદાવ્યા હતા.  આ પ્રસંગે રાજકોટના કોરોના સામેના જંગમાં કોરોના વોરીયર્સ એવા ૩૯ વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ નિાવસી અધિક કલેકટરશ્રી પંડયા અને મહાનુભાવોના હસ્તે ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.             

૭૪મા સ્વાતંત્ર્ય પર્વે વૃક્ષા રોપણ 3

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ પરેડ અને માર્ચ પાસ્ટમાં પરેડ કમાન્ડન્ટ શ્રી એમ.એન.બોરીસાગરની આગેવાની હેઠળ હથીયારધારી પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, તથા ટાફિક વોર્ડનના જવાનોએ ભાગ લીધો હતો. આ તકે માધ્યમિક વિભાગમાંથી રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા સેન્ટમેરી સ્કુલના શિક્ષકશ્રી ઉમેશભાઇ વાળાનું સન્માનપત્ર વડે અધિક નિવાસી કલેકટર શ્રી પંડયા દ્વારા સન્માન કરાયું હતું.

            આ પ્રસંગે ધારાસભ્યો સર્વશ્રી ગોવીંદભાઇ પટેલ, અરવીંદભાઇ રૈયાણી, જિલ્લા ગ્રાામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. પટેલ, પ્રાંત અધિકારી (રાજકોટ શહેર-૧) શ્રી સિધ્ધાર્થ ગઢવી, મામલતદારો સર્વશ્રી વી.એલ.ભગોરા અને સી.એમ.દંગી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.

                           –