નો-કંડિશન 30 દિવસ ફ્રી ટ્રાયલ”ની જાહેરાત કરતું જિયોફાઇબર

જિયોફાઇબરના નવા ટેરિફ પ્લાન્સ નયે ઇન્ડિયા કા નયા જોશની ઉજવણી કરે છે

નો-કંડિશન 30 દિવસ ફ્રી ટ્રાયલની જાહેરાત કરતું જિયોફાઇબર

  • જિયોફાઇબર હોમ ટેરિફ પ્લાન હવે ખરા અર્થમાં અનલિમિટેડ ઇન્ટરનેટ આપશે
  • દરેક હોમ પ્લાન્સ પર સપ્રમાણ સ્પીડ મળશે, એટલે કે ડાઉનલોડ સ્પીડ અપલોડ સ્પીડ
  • ટેરિફ પ્લાન્સ માત્ર રૂ.399 પ્રતિ મહિનાથી શરૂ થાય છે
  • જિયોફાઇબર નો-કંડિશન 30 ડે ફ્રી ટ્રાયલમાં નવા યુઝર્સને 150 Mbps ઇન્ટરનેટ, 4K સેટટોપ બોક્સ સાથે 10 OTT એપ્સના સબસ્ક્રિપ્શન મળશે

મુંબઈ31 ઓગષ્ટ 2020: ગ્રાહકોનો જુસ્સો વધુ બળવત્તર બનાવવા અને નયે ઇન્ડિયા કા નયા જોશની ઉજવણી કરવા માટે દરેક ભારતીયના ઘરને સશક્ત બનાવવા જિયોફાઇબરે તેના ટેરિફ પ્લાન્સમાં ધરખમ સુધારા કર્યા છે. જ્યારે ઇન્ટરનેટની કનેક્ટિવિટી પર આધાર રાખવું અત્યંત જરૂરી બની ગયું છે ત્યારે આ નવા ટેરિફ પ્લાન્સ પડકારજનક સમયમાં સરળતાથી પરવડે તેવી પરિસ્થિતિ પૂરી પાડે છે.

નવા જિયોફાઇબર પ્લાન્સ સાથે મળશેઃ

  1. ખરા અર્થમાં અનલિમિટેડ ઇન્ટરનેટ
  2. સપ્રમાણ સ્પીડ (અપલોડ સ્પીડ = ડાઉનલોડ સ્પીડ)
  3. માત્ર રૂ.399થી પ્લાન્સની શરૂઆત
  4. કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ વગર 12 પેઇડ OTT એપ્સનું સબસ્ક્રિપ્શન
picture?folder=default0%2FINBOX&id=561&uid=image003.jpg%4001D67F9E

આ ફેરફાર અંગે ટિપ્પણી કરતાંશ્રી આકાશ અંબાણીડિરેક્ટરજિયોએ જણાવ્યું હતું કે, “એક મિલિયનથી વધુ કનેક્ટેડ રહેઠાણો સાથે જિયોફાઇબર દેશનો સૌથી વિશાળ ફાઇબર પ્રોવાઇડર તો છે જ, પરંતુ ભારત અને ભારતીયો માટે અમારું વિઝન ખૂબ જ વિશાળ છે. અમે દરેક ઘર સુધી ફાઇબર લઈ જવા માગીએ છીએ અને પરિવારના દરેક સભ્યને સશક્ત બનાવવા માગીએ છીએ. જિયો સાથે મોબાઇલ કનેક્ટિવિટીમાં ભારતને વિશ્વનો સૌથી મોટો અને તેજ ગતિએ વિકાસ પામતો દેશ બનાવ્યા બાદ જિયોફાઇબર ભારતને બ્રોડબેન્ડ ક્ષેત્રે આગેવાની લેવાનું ઇંજન આપશે અને તેના માટે 1600 શહેરો અને ટાઉન્સમાં બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભારતને વિશ્વમાં બ્રોડબેન્ડ લીડર બનાવવા માટે હું દરેકને જિયોફાઇબર અભિયાનમાં સામેલ થવાની વિનંતી કરું છું.”

જિયોફાઇબર નો-કંડિશન 30 ડે ફ્રી ટ્રાયલઃ

  1. 30 દિવસ માટે જિયોફાઇબર અજમાવી જૂઓ અને મેળવોઃ
  1. ખરા અર્થમાં અનલિમિટેડ 150 Mbps ઇન્ટરનેટ
  2. 4K સેટ ટોપ બોક્સ સાથે ટોચની 10 પેઇડ OTT એપ્સ કોઈ ખર્ચ વગર
  3. ફ્રી વોઇસ કોલિંગ
  1. જો તમને જિયોફાઇબરની સેવાઓ ન ગમે, તો અમે પાછું લઈ લઈશું, કોઈ સવાલ પૂછવામાં નહીં આવે
  2. 30 દિવસની ફ્રી ટ્રાયલ તમામ નવા ગ્રાહકોને લાગુ પડશે

જિયોફાઇબર પ્રોડક્ટ સાથે આવશેઃ

  1. હાઇ સ્પીડ ઇન્ટરનેટઃ એકદમ ભરોસાપાત્ર ઇન્ટરનેટ અને વાઇફાઇ જે પરિવારના દરેક સભ્યને આપશે શિક્ષણ, વિવિધ કાર્યો, સ્વાસ્થ્ય અને ખરીદીના નવા અનુભવો
  2. એન્ટરટેઇનમેન્ટઃ મનોરંજનના અનુભવમાં ધરખમ ફેરફારો જોવા મળશે, જેમાં ઓન ડિમાન્ડ વીડિયો, લાઇવટીવી, મૂવીઝ અને ઘણું બધું. નેટફ્લિક્સ, એમેઝોન, ડિઝની+હોટસ્ટાર વગેરે જેવી 12 પેઇડ OTT એપ્સ કોઈપણ પ્રકારના વધારા ખર્ચ વગર. યુ ટ્યૂબ ઓન ટીવી પર તમે તમારા ફેવરિટ શોના અગાઉના તમામ એપિસોડ જોઈ શકશો, આ બધું એક જ એપ પર ઉપલબ્ધ બનશે અને એ છે – જિયોટવી પ્લસ
  3. કન્ટેન્ટ શોધવાની સરળતાઃ જિયો રિમોટ પર વોઇસ સર્ચ હોવાથી વિશાળ લાઇબ્રેરીમાંથી મનગમતું કન્ટેન્ટ શોધવું અત્યંત સરળ છે
  4. સમગ્ર વિશ્વ સાથે જોડાઓઃ નિઃશુલ્ક HD વોઇસ કોલિંગ અથવા સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં ઇચ્છો તેમની સાથે વીડિયો કોલ અને કોન્ફરન્સ કરી શકો છો.
  5. વર્ક ફ્રોમ હોમઃ જિયોમીટ અને ભરોસાપાત્ર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર ઘરે બેસીને કામ કરી શકાય છે.
  6. હેલ્થ એટ હોમઃ જિયોમીટ અને ભરોસાપાત્ર બ્રોડબેન્ડ તમને દૂર બેઠેલા ડોક્ટર સાથે સંપર્ક સાધવાની સુવિધા પૂરી પાડી આપશે અને તમે મહત્વના નિદાન કરાવી શકશો.
  7. એજ્યુકેશન એટ હોમઃ જિયો મીટ એપ અને ભરોસાપાત્ર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે બાળકો ઘરે બેસીને શિક્ષણ મેળવી શકશે.
  8. ગેમ્સ એટ હોમઃ જિયોગેમ્સ તમારા ગેમિંગના અનુભવ માટે અત્યંત રસપ્રદ ગેમિંગ વિકલ્પો પૂરા પાડે છે.

મહત્વની તારીખોઃ

  1. નવા જિયોફાઇબર ગ્રાહકો પહેલી સપ્ટેમ્બરે એક્ટિવેટ કરશે તેમને 30 દિવસનની ફ્રી ટ્રાયલ મળશે
  2. વફાદારીનું વળતર આપવામાં જિયો હંમેશા વિશ્વાસ ધરાવે છે એટલે પ્રવર્તમાન ગ્રાહકોને નીચે મુજબના ખાસ લાભ મળશેઃ
  1. જિયોફાઇબરના હાલના ગ્રાહકોના પ્લાન્સ નવા ટેરિફ પ્લાન્સની સરખામણી કરે એ રીતે અપગ્રેડ કરાશે
  2. 15થી 31 ઓગષ્ટ દરમિયાન જે જિયોફાઇબર ગ્રાહકો બનશે તેમને 30 દિવસની ફ્રી ટ્રાયલ માટેનું વાઉચર માયજિયોમાં મળશે.